0

Share

એરપોર્ટ ઓથોરિટીની જમીન પર મુંબઇ એરપોર્ટ પાસે ગેરકાયદેસર મસ્જિદ? કિરીટ સોમૈયાએ મોરચો માંડ્યો

Post details:


એરપોર્ટ ઓથોરિટી. MMRDA અને BMC અને એરપોર્ટ સિક્યુરિટીને પણ જાણ નથી
મુંબઈ (વિશેષ પ્રતિનિધિ )
દેશની આર્થિક રાજધાની મુંબઈ શહેરના અતિસંવેદનશીલ એરપોર્ટ વિસ્તારમાં એરપોર્ટ ઓથોરિટીની કારપાર્કિંગની જમીન પર છેલ્લા ૧૦ વર્ષ કરતાં પણ વધુ સમયથી એક કથિત ગેરકાયદેસર મસ્જિદ બનાવવામાં આવી છે. જ્યાં ૧૦ નળવાળું વજુખાનું ઉપરાંત ૮ એસી સાથે ૨૦૦ વ્યક્તિઓ એકસાથે નમાઝ અદા કરી શકે તેવા વિશાળ હોલની વ્યવસ્થા છે અહીંયા સવાર સાંજ નમાઝ અદા થાય છે. આ ઉપરાંત અહીંયાની ડિસ્પ્લે સ્ક્રીન પર પાંચ વખતની નમાઝનો સમય પણ દર્શાવવામાં આવે છે. બીજેપી નેતા કિરીટ સોમેયાએ આ વિષય અતિસંવેદનશીલ હોવાનું જણાવી આ ફક્ત લેન્ડજેહાદ નહીં પરંતુ વ્યવસ્થિત મોટુ કાવતરું હોવાનું કહી તેની સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે. અહીંયા વિમનોના ડિપાર્ચર બ્રિજ નીચે અને એરાઇવલથી ફક્ત ૧૦૦
મીટર દૂર આ કથિત ગેરકાયદે મસ્જિદ છે. રોજની મુંબઇ એરપોર્ટ પર ૧૦૦૦થી વધુ ફ્લાઇટની અવરજ્વર થાય છે જેમાં હજ્જરો દેશવીદેશના મુસાફરો પ્રવાસ કરે છે. આ ઉપરાંત vvip પણ અહીંથી જ આવે છે તેવા સંજોગોમાં જો કોઈ દુર્ઘટના બને તો કોણ જવાબદાર? શું યુપી સરકારની માફક મહારાષ્ટ્રં સરકાર બુલડોઝરવાળી કરશે કે નહીં? તેના પર સહુની નઝર છે.
ઝી ન્યૂઝ અંકુર ત્યાગીના વિશેષ અહેવાલ મુજબ કારપાર્કિંગની જમીન પર બનાવવામાં આવેલી આ મસ્જિદને ટીનના પતરાથી ચારેબાજુ આવરી લેવાઈ છે જેથી અહીંયા અંદર શું ચાલે છે તેની જાણ બહાર ન થાય. આ મસ્જિદ ગુગલ મેપ પર પણ નથી દેખાતી. અહીંયાના કેરટેકરે જણાવ્યું હતું કે આ જમીન એરપોર્ટ ઓથોરિટીની છે. આ મસ્જિદ પહેલા એરપોર્ટ જમીન પર હતી ત્યાર બાદ અહીંયા જમીન અપાતા છેલ્લા ૧૦ વર્ષ કરતાં વધુ સમયથી મસ્જિદ ચાલે છે. જો આ મસ્જિદ ગેરકાયદે હોય જે કમ્પનીની જમીન છે તેના પર કાર્યવાહી થશે તેમ કેરટેકરે જણાવ્યું હતું.
જો કે આ મસ્જિદ અંગે એરપોર્ટ ઓથોરિટી. એમએમઆરડીએ ને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જવાદારીમાંથી હાથ ખંખેરી લીધા હતા તેમ જ આ ઉપરાંત બીએમસી અને એરપોર્ટ સિક્યુરિટીને પણ આh મસ્જિદની માહિતી નહોતી. આ તમામ ચાર એજન્સી પાસે આ અતિસંવેદનશીલ વિસ્તારમાં ટીનના પતરાના આવરણ પાછળ મસ્જિદ કઈ રીતે બની તેની માહિતી જ નહોતી.અહીંયા પોલીસ સ્ટેશન પણ નજીક છે તેમને પણ માહિતી નહોતી.

તસવીર સૌજન્ય ઝી ન્યૂઝ અહેવાલ વિડિઓ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Quick Link

Categories

Keep up to date

Email

By pressing the subscribe button, you confirm that you have are agreeing to our Privacy Policy and Terms of Use.

© 2025, ssoninews. All rights reserved.