0

Share

અદાણી ઇલેક્ટ્રિસીટી મેનેજમેન્ટ વિરુદ્ધ ઓફિસર એસોસિશનના ધરણા આંદોલન

Post details:


૪૫૦ કર્મચારીઓને નોકરીમાંથી રાજીનામુ આપવા મૌખિક દબાણનો આક્ષેપ
અન્યથા ગ્રામ્યવિસ્તારોમાં ટ્રાન્સફરની ચીમકી : અધિકારીઓ મૌન, જવાબ આપવાનું ટાળ્યું
મુંબઈ
દર ઉનાળામાં યુનિટદરમાં બેફામ વધારો કરી હજ્જરો રૂપિયાનું બિલ મોકલી ગ્રાહકોને રડાવનારી અદાણી ઇલેક્ટ્રિસીટી વિરુદ્ધ તેના જ કર્મચારીઓએ આંદોલન શરૂ કર્યું છે. ખાસ કરીને ક્લાસ વન અધિકારીઓએ. ઓફિસર એસોસિએશનના સેક્રેટરી પ્રદીપ બોરકરે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી મેનેજમેન્ટના અધિકારીઓ ટોપ થી લઈ જુનિયર અધિકારીઓને બોલાવી યેનકેન પ્રકારે મૌખિકરીતે દબાણ કરી રાજીનામુ આપવા ક્હે છે અન્યથા તેમને દૂરની જગ્યાએ કોઈજાતનું વધારાનું પેકેજ આપ્યા વગર ટ્રાન્સફર કરવાની ધમકી આપે છે તેમની જગ્યા પર કોન્ટ્રાકટ પર સસ્તા પેકેજમાં નવા કર્મચારીઓને લાવવા માંગે છે. આ ૪૫૦ કર્મચારીઓને સંભવતપણે ૧ સપ્ટેમ્બરથી કાઢી મુકવામાં આવી શકે. મેનેજમેન્ટની ધમકી સામે આઝાદમેદાનમાં આ ઓફિસર અને કર્મચારીઓએ ધરણા આંદોલન કર્યું હતું તેમ જ મુખ્યપ્રધાન ફડણવીસને પત્ર લખી ન્યાય અપાવવા રજુઆત કરી હતી. જો કે આ મામલે અદાણી ઇલેક્ટ્રિસીટી મેનેજમેન્ટ વતી કોઈપણ અધિકારીઓએ આ આંદોલન અને આક્ષેપ વિશે જવાબ આપ્યો નહોતો.
ઓફિસર એસોસિશનના સેક્રેટરી પ્રદીપ બોરકરે આક્ષેપ કર્યો હતો કે જે અધિકારીઓએ અદાણી ઇલેક્ટ્રિસીટીને બાકી રહેલી ગ્રાહકોની ૨૦૦ કરોડ રૂપિયાની રકમ વસુલાત કરી નુકશાન ૪ ટકા પર લાવી છે તેમને રાતોરાત કાઢી મુકવા દબાણ કરવું ક્યાંનો ન્યાય છે? ૧૮ વર્ષથી કામ કરનારા કર્મચારીને નોન પરફોર્મ્ન્સ નું કારણ આપી કાઢી મુકતા તણાવમાં તેણે આપઘાત કર્યો હોવાનો આક્ષેપ તેમણે કર્યો હતો જેની જબાબદારી કોની?તેવો પ્રશ્ન પણ પૂછ્યો હતો.
આ ઉપરાંત MERC મા પણ જવાની તૈયારી છે કારણકે દરેક વીજ કંપનીઓએ પ્રતિ યુનિટ દર માટે હિસાબ આપવો પડે છે. ૨૦૩૦ સુધી કમ્પનીએ આપેલા અહેવાલમાં અમારો પગાર શામેલ છે જો અમને કાઢી કોન્ટ્રાકટ પર સસ્તા પગાર પર કર્મચારી લાવે તો શું યુનિટના ભાવ ઓછા કરી ગ્રાહકોને ફાયદો આપશે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Quick Link

Categories

Keep up to date

Email

By pressing the subscribe button, you confirm that you have are agreeing to our Privacy Policy and Terms of Use.

© 2025, ssoninews. All rights reserved.