ડૅટિંગ ઍપ વડે મિત્રતા કર્યા બાદ મહિલાએ ૫૨ વર્ષના વેપારીને લગ્નની લાલચમા ફસાવી છેતરામણી યોજનામાં રોકાણ કરવા માટે પ્રેરિત કરીને ૫૩ લાખ રૂપિયા હડપ કર્યા હતા.માર્કેટીંગ કંપની ચલાવતા ફરિયાદીનો લોજિસ્ટિક્સનો વ્યવસાય છે લગ્ન કરવા માંગતા ફરિયાદીએ ડૅટિંગ ઍપ પર એકાઉન્ટ ક્રિયેટ કર્યું હતું. અચાનક તેને એક મહિલા યુઝરની ફ્રેન્ડ રિકવેસ્ટ પ્રાપ્ત થઇ હતી, જેણે પોતાની ઓળખ જુહુ વિસ્તારની રહેવાસી પ્રિયંકા ગુપ્તા તરીકે આપી તે પોતાના પતિથી અલગ થઇ ગઇ છે અને છ વર્ષની પુત્રી સાથે રહે છે. બાદમાં બંને વચ્ચે વ્હૉટ્સઍપ પર ચેટિંગ શરૂ થઇ હતી.મહિલાએ વેપારી સાથે પરણવા માગતી હોવાનું જણાવી પ્રેમની જાળમા ફસાવ્યો હતો. આથી બંનેએ ટૂંક સમયમાં લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. ૧૩ ઑક્ટોબરે મહિલાએ ફરિયાદીને કહ્યું હતું કે તેણે ‘માર્કેટ એક્સેસ કંપની’ નામની ફર્મ થકી ગોલ્ડ ટ્રેડિંગ કર્યું છે અને તેને આકર્ષક વળતરો મળ્યાં છે. તેણે ફરિયાદીને પણ રોકાણ કરવા માટે સલાહ આપી હતી.ફરિયાદીએ ચિચાર કર્યા બાદ રોકાણ કરવા માટે તૈયાર થયો હતો. મહિલાએ કંપનીના પ્લેટફોર્મ પર તેને માટે એકાઉન્ટ નિર્માણ કર્યું હતું અને સમયાંતરે ફરિયાદીએ ૫૩.૩૦ લાખ રૂપિયા જમા કર્યા હતા. એકાઉન્ટમાં વર્ચ્યુઅલ બેલેન્સ ૧.૦૮ કરોડ પહોંચ્યું હોવાનું જણાયું હતું. ફરિયાદીએ રૂપિયા ઉપાડવાનો પ્રયાસ કર્યો ત્યારે કંપનીના અધિકારીએ જમા રકમના ૩૦ ટકા પહેલા ડિપોઝિટ કરવા પડશે, એવું જણાવ્યું હતું.કંપનીના અધિકારીએ જણાવેલ રકમની વ્યવસ્થા ન થતાં ફરિયાદીએ રોકાણની મૂળ રકમ રિફંડ કરવા કહ્યું હતું, પણ તેને કંપની તરફથી ટાળમટાળ કરવાનુ અને ઉડાઉ જવાબ આપવાનું શરૂ કરાયું હતું. દરમિયાન પોતે છેતરાયો હોવાનું ધ્યાનમાં આવતાં તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવતા આરોપી મહિલા વિરુધ્ધ ગુનો દાખલ કરવામા આવ્યો છે. હતી,
ડૅટિંગ ઍપ વડે મહિલાએ વેપારીના ૫૩ લાખ રૂપિયાનો હડપ કર્યા
Post details:
- by Soni
- Date December 26, 2025
- 362 Views
- 1 minute read
ફિલ્મ ‘બારાહસિંઘા’ પુત્રને આપેલું વચન પૂરું કરવા પિતાનો સંઘર્ષ
By
Soni
July 30, 2026
नन्हे बच्चों को ‘गोमांस’ खाने की अजीब सलाह!
By
Soni
June 18, 2026
મ્યુનિસિપલ વહીવટીતંત્રે કોન્ટ્રાક્ટરને ૯.૨૫ કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યોમુંબઈ પ્રતિનિધી.
By
Soni
June 15, 2026
“સત્યમેવ જયતે ખેડૂત કપ ૨૦૨૬”: કૃષિ પરિવર્તન માટે એક જન આંદોલન૫૦ લાખ ખેડૂતોને જૂથ ખેતીમાં લાવવાનો સંકલ્પ- મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ
By
Soni
June 29, 2026
પંઢરપુરના શ્રી વિઠ્ઠલની મૂર્તિને નુકસાન થશે તો મંદિર સમિતિ અને પુરાતત્વ વિભાગ સામે ફોજદારી ગુનો દાખલ કરીશું !
By
Soni
June 18, 2026
