0

Share

ચારિત્ર્ય પર શંકાને લઇ પત્નીની કરી હત્યા, હત્યારા પતિની ધરપકડ

Post details:


મુંબઈના એન્ટોપ હિલ વિસ્તારના પ્રતીક્ષાનગર વિસ્તારમાં ચારિત્ર્ય પર શંકાને લઇ થયેલા ઝઘડામાં પતિએ ૨૭ વર્ષની પત્નીની હત્યા કરી હતી. મૃતકની ઓળખ ચંદાદેવી યાદવ તરીકે થઇ હોઇ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને પતિ રામસિંગાર યાદવની ધરપકડ કરી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર રામસિંગાર યાદવ તેની પત્નીના ચારિત્ર્ય પર શંકા કરતો હોવાને કારણે દંપતી વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. બુધવારે પણ દંપતી વચ્ચે આ બાબતને લઇ ઝઘડો થયો હતો. ઝઘડો ઉગ્ર બનતા રામસિંગાર રોષે ભરાયો હતો અને તેણે પત્નીની બેરહેમીથી મારપીટ કરતા ગંભીર રીતે ઘાયલ થઈ હતી.ઘવાયેલી ચંદાદેવીને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી, જ્યાં ડોક્ટરે તેને તપાસીને મૃત જાહેર કરી હતી. આ ઘટના બાદ વડાલા ટીટી પોલીસે ગુનો દાખલ કર્યો હતો અને આરોપીને તાબામાં લીધો હતો. પૂછપરછમાં તેણે ગુનાની કબૂલાત કરી હતી, જેને પગલે તેની ધરપકડ કરવામાં આવી હતી

Quick Link

Categories

Keep up to date

Email

By pressing the subscribe button, you confirm that you have are agreeing to our Privacy Policy and Terms of Use.

© 2025, ssoninews. All rights reserved.