.
અહિલ્યાનગર જિલ્લા પોલીસ દળે બસોમાંથી મહિલાઓના પર્સ ચોરનારા એક દંપતીની ધરપકડ કરી છે. આ ઘટનાની ચોંકાવનારી વાત એ છે કે ચોરીના કેસમાં પકડાયેલ આરોપી કોમલ કાલે ૫૦ હજારથી વધુ ફોલોઅર્સ ધરાવતી રીલ સ્ટાર છે.લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર કિરણ કુમાર કબાડીની આગેવાની હેઠળની ટીમે ગુપ્ત માહિતીના આધારે પાથર્ડી બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી કોમલ કાલેની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન તેણે ચોરાયેલો સામાન તેના બોયફ્રેન્ડ સુજીત ચૌધરીને આપ્યાની કબૂલાત કરી હતી. પોલીસે તરત જ શેવગાંવથી સુજીતની ધરપકડ કરી હતી.પોલીસે આ ‘બંટી-બબલી’ જોડી પાસેથી ૯,૩૫,૨૩૦નો માલ જપ્ત કર્યો છે. જેમાં ૬.૫ તોલા સોનાના દાગીના, ૧.૫ લાખ રૂપિયાથી વધુ કિંમતનો આઈફોન ૧૭ પ્રો મેક્સ અને અન્ય રોકડ રકમ અને મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે. આ મામલે પાથર્ડી પોલીસ સ્ટેશનમાં આઈપીસી ૨૦૨૩ ની કલમ ૩૦૩ (૨) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને પાથર્ડી પોલીસ વધુ તપાસ કરી રહી છે
