મુંબઈ મહાવિકાસ આઘાડી એટલે મહાવિનાશ આઘાડી તેવી ટિકા શિંદેશીવસેનાની પ્રવક્તા શાયના એન સી એ ઉદ્ધ્વ ઠાકરે અને રાજ ઠાકરેની યુતિ પર કરી હતી. એટલું જ નહીં મનસે નેતા સંદીપ દેશપાંડે પર ધાકધમકી અને હિંસા ફેલાવવાનો આક્ષેપ કર્યો હતો. બાળાસાહેબ જે હમેશા કોંગ્રેસથી અંતર જાળવતા હતા તેમના આદર્શને ભૂલી સત્તા મેળવવા ઉદ્ધ્વ ઠાકરેએ કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યા પરંતુ મુખ્યમંત્રી બન્યા પછી ઘર ની બહાર લોકોનું કામ કરવા નીકળ્યા જ નહીં. આથી વિધાનસભા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમા લોકોએ તેમને જાકારો આપ્યો હવે મહાપાલિકા ચૂંટણીમાં મતદારો તેમને હમેશ માટે ઘર મા બેસાડી દેશે તેવી આશા શાયના એન સી એ દર્શાવી હતી. ૨૦ વર્ષ સુધી રાજ ઠાકરે અને મરાઠી માણસને યાદ કર્યા નહીં હવે મુંબઈ મહાપાલિકા હાથમાંથી ન જાય તે માટે યુતિ કરી છે. લોકોને કામ કરનાર વ્યક્તિ જોઈએ છે નહીં કે ઘરમાં બેસનાર. અમારા નેતા એકનાથ શિંદે અને મુખ્યમંત્રી ફડનવીસ સદૈવ અડધી રાત્રે પણ લોકોના કામ માટે દોડે છે.ઉત્તર ભારતીયો બટોગે તો કટોગે લેકિન મરાઠી કા અપમાન કરોગે તો પીટોગે આવું ચિત્ર દર્શાવનાર મનસે નેતા સંદીપ દેશપાંડે પર તેમણે ધાકધમકી અને હિંસાનુ રાજકારણ રમવાનો આરોપ મુક્યો હતો. આ ચૂંટણીમાં મહાયુતિ ની જીત થશે અને મહાયુતીનો મરાઠી માણસ જ મેયર બનશે તેમ શાયના એન સી એ જણાવ્યું હતું.
મહાવિકાસ આઘાડી એટલે મહાવિનાશ આઘાડી : શાયના એન સી સત્તા માટે કોંગ્રેસ સાથે હવે મરાઠી મત માટે મનસે સાથે
Post details:
- by Soni
- Date December 25, 2025
- 315 Views
- 1 minute read
ફિલ્મ ‘બારાહસિંઘા’ પુત્રને આપેલું વચન પૂરું કરવા પિતાનો સંઘર્ષ
By
Soni
July 30, 2026
नन्हे बच्चों को ‘गोमांस’ खाने की अजीब सलाह!
By
Soni
June 18, 2026
મ્યુનિસિપલ વહીવટીતંત્રે કોન્ટ્રાક્ટરને ૯.૨૫ કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યોમુંબઈ પ્રતિનિધી.
By
Soni
June 15, 2026
“સત્યમેવ જયતે ખેડૂત કપ ૨૦૨૬”: કૃષિ પરિવર્તન માટે એક જન આંદોલન૫૦ લાખ ખેડૂતોને જૂથ ખેતીમાં લાવવાનો સંકલ્પ- મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ
By
Soni
June 29, 2026
પંઢરપુરના શ્રી વિઠ્ઠલની મૂર્તિને નુકસાન થશે તો મંદિર સમિતિ અને પુરાતત્વ વિભાગ સામે ફોજદારી ગુનો દાખલ કરીશું !
By
Soni
June 18, 2026
