કાંદિવલી રેલવે સ્ટેશનના એક નંબરથી પશ્ચિમમાં બહાર નીકળવાના ઉત્તર બાજુના સાંકડા રસ્તા પર વરસોથી અનેક ફેરિયાઓએ કબજો જમાવ્યો હતો. આને કારણે સ્ટેશન પર આવ – જા કરનારા પ્રવાસીઓને ભારે હાલાકી વેઠવી પડતી હતી. આ મામલો કોર્ટમાં ગયો અને માનનીય જજે અનધિકૃત બાંધકામ હટાવવાનો આદેશ આપ્યો. કોર્ટના આદેશના પગલે પાલિકાના અતિક્રમણ વિભાગે આજે ડિમોલિશન કાર્ય હાથ ધર્યું હતું.તસ્વીરી અહેવાલ પી સી કાપડિયા
