મુંબઈ એરપોર્ટ પર ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સે (ડીઆરઆઇ)એ ૪૦ કરોડ રૂપિયાની કિંમતનો ગાંજો વિદેશથી લઈ આવનાર બે પ્રવાશી તેમજ તેઓને લેવા આવેલ વ્યક્તિ સહિત ત્રણ જણની ધરપકડ કરી છે. બંન્ને પ્રવાશીઓે થાઇલેન્ડથી ગાંજો સામાનમાં છુપાવી લાવ્યા હતા
મુંબઈ એરપોર્ટ પર ડીઆરઆઇના અધિકારીઓએ ધરપકડ કરેલા ત્રણેય જણની ઓળખ અમીર પાંડોડન, શોએબ ખાન અને મોહંમદ શફીર મદારી તરીકે થઇ હતી. અમીર કેરળનો અને શોએબ દિલ્હીનો રહેવાસી છે. ત્રણેયને રવિવારે કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા, જ્યાં તેમને જુડિશિયલ કસ્ટડી ફટકારવામાં આવી હતી
મળેલ માહિતી મુજબ અમીર અને શોએબ ખાન થાઇલેન્ડથી એક જ ફ્લાઇટમાં શનિવારે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આવ્યા હતા. ડીઆરઆઇના અધિકારીઓએ શંકાને આધારે બંને પ્રવાસીને તાબામાં લીધા હતા.
બંને જણના સામાનની તલાશી લેવામાં આવતા કુલ ૪૦ કરોડ રૂપિયાની કિમતનો ૪૦ કિલો ઉચ્ચ ગુણવત્તાનો ગાંજો છુપાવવામાં આવ્યો હતો
દરમિયાન પ્રવાસીની પૂછપરછમાં મોહંમદ શફીર મદારીનું નામ સામે આવ્યું હતું, જે ગાંજો લેવા માટે આવવાનો હતો. ડીઆરઆઇના અધિકારીઓ બાદમાં મદારીની પણ ધરપકડ કરી હતી.
ત્રણેય જણ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો હતો. અધિકારીના જણાવ્યા અનુસાર તપાસ પ્રારંભિક તબક્કામાં છે અને આરોપીઓના મુખ્ય આરોપીઓને ઓળખવા તથા તેમને ઝડપી પાડવા માટેના પ્રયાસ ચાલી રહ્યા છે.
મુંબઈ એરપોર્ટ પર ડીઆરઆઈએ ૪૦ કરોડ રૂપિયાના ગાંજા સહિત ત્રણ જણની ધરપકડ કરી
Post details:
- by Soni
- Date September 15, 2025
- 315 Views
- 1 minute read
नन्हे बच्चों को ‘गोमांस’ खाने की अजीब सलाह!
By
Soni
June 18, 2026
ફિલ્મ ‘બારાહસિંઘા’ પુત્રને આપેલું વચન પૂરું કરવા પિતાનો સંઘર્ષ
By
Soni
July 30, 2026
भारत और पूरी दुनिया 2 करोड़ श्री शनि मंत्रों के जाप से गूंज उठी
By
Soni
July 14, 2026
મ્યુનિસિપલ વહીવટીતંત્રે કોન્ટ્રાક્ટરને ૯.૨૫ કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યોમુંબઈ પ્રતિનિધી.
By
Soni
June 15, 2026
પંઢરપુરના શ્રી વિઠ્ઠલની મૂર્તિને નુકસાન થશે તો મંદિર સમિતિ અને પુરાતત્વ વિભાગ સામે ફોજદારી ગુનો દાખલ કરીશું !
By
Soni
June 18, 2026
