રાજકોટ જિલ્લા ભાજપે આતશબાજી અને મીઠાઈ વહેંચી મનાવ્યો વિજયોત્સવ
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને મળેલા જ્વલંત વિજયની ખુશીમાં રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય રીતે વિજયોત્સવ ઉજવવામાં આવ્યો.
તાજેતરમાં યોજાયેલી મહારાષ્ટ્ર મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણીમાં ભાજપને મળેલી સ્પષ્ટ બહુમતીના પગલે રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા જિલ્લાભરના મંડલોમાં ઉત્સાહભેર વિજયોત્સવ મનાવવામાં આવ્યો. રાજકોટ જિલ્લા ભાજપ કાર્યાલય “શ્રી કમલમ” ખાતે ફટાકડાની આતશબાજી કરવામાં આવી અને કાર્યકર્તાઓ તથા નગરજનોને મીઠાઈ વહેંચી આનંદ વ્યક્ત કરવામાં આવ્યો.
આ ઉજવણીનું નેતૃત્વ રાજકોટ જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી ધવલભાઈ દવે, જિલ્લા અધ્યક્ષ અલ્પેશભાઈ ઢોલરીયા તથા જિલ્લા મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું. આ પ્રસંગે નરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દ્રઢ નેતૃત્વ, વિકાસલક્ષી નીતિઓ અને ભ્રષ્ટાચારમુક્ત શાસનની દિશામાં લેવાયેલા નિર્ણયો પર જનતાનો અતૂટ વિશ્વાસ આ વિજય દ્વારા ફરી સાબિત થયો છે.
જિલ્લાભરના મંડલોમાં ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ’ના જયઘોષ સાથે કાર્યકર્તાઓએ ઉત્સાહપૂર્વક ઉજવણી કરી હતી. સમગ્ર કાર્યક્રમમાં જિલ્લા તથા મંડલના હોદેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ કોર્પોરેશન ૨૦૨૬માં ભાજપના પ્રચંડ વિજયની રાજકોટમાં ઉજવણી
Post details:
- by Soni
- Date January 17, 2026
- 366 Views
- 1 minute read
ફિલ્મ ‘બારાહસિંઘા’ પુત્રને આપેલું વચન પૂરું કરવા પિતાનો સંઘર્ષ
By
Soni
July 30, 2026
नन्हे बच्चों को ‘गोमांस’ खाने की अजीब सलाह!
By
Soni
June 18, 2026
મ્યુનિસિપલ વહીવટીતંત્રે કોન્ટ્રાક્ટરને ૯.૨૫ કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યોમુંબઈ પ્રતિનિધી.
By
Soni
June 15, 2026
“સત્યમેવ જયતે ખેડૂત કપ ૨૦૨૬”: કૃષિ પરિવર્તન માટે એક જન આંદોલન૫૦ લાખ ખેડૂતોને જૂથ ખેતીમાં લાવવાનો સંકલ્પ- મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ
By
Soni
June 29, 2026
પંઢરપુરના શ્રી વિઠ્ઠલની મૂર્તિને નુકસાન થશે તો મંદિર સમિતિ અને પુરાતત્વ વિભાગ સામે ફોજદારી ગુનો દાખલ કરીશું !
By
Soni
June 18, 2026
