0

Share

ભારતમાં ૫ વર્ષમાં ૫૦૦ કરોડ રૂપિયાનું INCHI નું ટાર્ગેટજાણીતા માસ્ટર શેફ હરપાલ સિંહ સોખી બ્રાન્ડ એમ્બેસેડર સાથે INVESTOR

Post details:


સ્વાદની ધમાલ—બોટલમાં જ છે ટેસ્ટની ગેરંટી!
મુંબઈ
ભારતની બઝારમાં સ્વાદના શોખીનો માટે INCHI આવી રહ્યું છે.તમામ પ્રકારના સોસ સાથે વિવિધ મસાલા પણ INCHI લાવી રહ્યું છે. આ માટે વિખ્યાત માસ્ટર શેફ હરપાલ સિંહ સોખી બ્રાન્ડ એમ્બેસેડર ઉપરાંત INVESTOR પણ છે. જેઓ સ્વાદ અને ક્વોલિટીની GUARANTEE આપે છે. પાંચ વર્ષમા 500 કરોડ રૂપિયાનું ટર્નઓવર કરવાની કંપની મેનેજમેન્ટની ધારણા છે.
ચાઈનીઝ હવે માત્ર રેસ્ટોરન્ટની ડિશ નથી રહી, તે ભારતીય રસોડાની ‘રેગ્યુલર મેમ્બર’ બની ગઈ છે! નૂડલ્સ હોય, ફ્રાઈડ રાઈસ હોય કે શેઝવાન ચટણી—ચટપટો સ્વાદ ભારતીયોની જીભ પર એવો ચડી ગયો છે કે હવે ઇંચીએ પોતાનું અલગ જ સામ્રાજ્ય ઊભું કરી રહ્યું છે. જાણીતા ફૂડ એક્સપર્ટ હરપાલ સિંહ સોખી સાથેની વાતચીતમાં સ્વાદ, હેલ્થ, કન્વિનિયન્સ અને બદલાતા ફૂડ કલ્ચર પર થયેલી વાતો પણ એટલી જ મસાલેદાર રહી!
શેઝવાનઃ નૂડલ્સથી લઈને વેફર્સ સુધી!
શેઝવાન ચટણીને લોકો માત્ર નૂડલ્સ સાથે જ જોડે છે, પરંતુ હરપાલજીનો અનુભવ કંઈક જુદો જ છે. તેઓ કહે છે કે મુંબઈના નાના-મોટા બારમાં પણ વેફર્સ સાથે શેઝવાન ચટણી પીરસાય છે. એટલે તેનો ઉપયોગ માત્ર ચાઈનીઝ પૂરતો સીમિત નથી.
“દાળમાં બે ચમચી નાખો, પરાઠો બોળો કે બાફેલા બટાકા સાથે ખાઓ—સ્વાદમાં તરત જ જાદુ આવી જાય!”
તેમના મતે આ પ્રોડક્ટની સૌથી મોટી ખાસિયત તેની વર્સેટિલિટી છે. ભારતીય રસોડામાં આટલી બહુમુખી રીતે વાપરી શકાય એવા પ્રોડક્ટ્સ બહુ ઓછા છે.
હેલ્થની વાત આવે ત્યારે… જીભને કેમ ભૂલવી?
હેલ્થ ફૂડ અને સ્વાદ વચ્ચેના સંતુલન અંગે સવાલ થયો ત્યારે હરપાલજીનો જવાબ પણ તેમની સ્ટાઇલમાં જ આવ્યો—
“પહેલાં જીભ ચાલે છે અને જીભમાં સ્વાદ ચાલે છે… ત્યાર પછી જિમમાં દોડવાનું ચાલે છે!”
તેમના મતે સ્વાદ જીવનનો મહત્વનો હિસ્સો છે, પરંતુ સાથે સ્વાસ્થ્યની જવાબદારી પણ જરૂરી છે. એટલે પ્રોડક્ટ ખરીદતી વખતે લેબલ વાંચવાની ટેવ પાડવી જોઈએ.
રસોઈનો ‘શોર્ટકટ’ પણ સમજદારીથી!
આજની ગૃહિણી પાસે સમય ઓછો છે, એટલે કન્વિનિયન્સ પ્રોડક્ટ્સનો ઉપયોગ વધ્યો છે. હરપાલજી કહે છે કે બોટલમાં રહેલો તૈયાર સ્વાદ રસોઈને સરળ બનાવે છે, પરંતુ બોટલ ફ્રિજમાં મૂક્યા પછી તેનો સમયસર ઉપયોગ કરવો પણ એટલો જ જરૂરી છે.
અને ઘરની રસોઈની વાત આવે ત્યારે તેઓ પત્ની અપર્ણા મેડમનો ઉલ્લેખ કરતાં કહે છે—“એ અમારાથી પણ સારું બનાવે છે!”
‘માતાથી દીકરી નહીં… બોટલથી બોટલ!’
‘દેશી ચાઈનીઝ’ની સફળતાનું રહસ્ય સમજાવતા હરપાલજીની આ વાત સૌથી મજેદાર છે. સામાન્ય રીતે ભારતીય રેસિપી માતાથી દીકરી સુધી પહોંચે છે, પરંતુ અહીં “માતાથી દીકરી નહીં, બોટલથી બોટલ” સ્વાદ ટ્રાન્સફર થાય છે!
નૂડલ્સ બનાવો, શાકભાજી ઉમેરો અને શેઝવાન ચટણી નાખો—સ્વાદ બગડવાની શક્યતા ઓછી. એટલે બેચલર્સથી લઈને યુવાનો અને નાના રેસ્ટોરન્ટ્સ સુધી સૌ માટે આ એક સરળ વિકલ્પ બની ગયો છે.
‘દેશી ચાઈનીઝ’નું ભવિષ્ય? મસાલેદાર!
ભારતીયોને તીખું, મીઠું અને ચટપટું ગમે છે. એ જ કારણ છે કે ઇન્ડો-ચાઈનીઝે દેશભરમાં મજબૂત જગ્યા બનાવી છે. યુવા પેઢીને આજે સ્વાદ, સગવડ અને યોગ્ય કિંમત—ત્રણેય જોઈએ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Quick Link

Categories

Keep up to date

Email

By pressing the subscribe button, you confirm that you have are agreeing to our Privacy Policy and Terms of Use.

© 2025, ssoninews. All rights reserved.