0

Share

મળવા જેવા માણસ : પ્રવીણ કાકડિયાહીરાબાજારની ચમકદમકમાં માણસાઈ જાળવી રાખી

Post details:


ગૌમાતાની ગૌશાળાના રખવાળા અને મેન્ટલ રિટાયર્ડ બાળકોને સૂઝબુઝ આપવાની અદકેરી ઝુંબેશ
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ફક્ત ૩૫/ રૂપિયામાં તબીબી ચકાસણી અને જરૂરિયાતમંદોને દવા

બાળપણમાં ગુજરાતના પોતાના વતન ભાવનગર તાલુકો વલ્લભીપુર નવાગામ ગાયકીવાડી ગામમાં ગાયોને ચરાવવા જતો બાળક આજે દેશની રાજધાની માયાનગરી મુંબઈમાં હીરાબજારમા ડંકો વગાડે છે. દેશવીદેશમાં કારોબાર ફેલાવનારા પ્રવીણભાઈ કાકડિયાને હાલમાં જ બીજેપી દ્વારા મુંબઈ ગુજરાતી સેલના ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા. ખેતી પશુ પાલન અને પિતાજીના હીરાના કારખાનામાં શીખ્યા બાદ યુવાનવયે ૧૯૮૭મા મુંબઈ આવ્યા અને હીરાબજારમાં શીખવાનું શરૂ કર્યું.
જો કે હીરાબજારની ચમકદમકમાં પણ પ્રવીણભાઈના હૃદયમાં નિસ્વાર્થ સેવા પ્રણ જીવે છે. એટલે જ નાનપણની ગોસેવા ભૂલ્યા નથી એટલે જ વિરારમાં કાકડિયા ગૌશાળા શરૂ કરી. ૭ ગાયથી શરૂ કરાયેલી ગૌશાળા મા આજે સાંઢ વાછરડા અને ગાય મળી ૭૦ છે. પ્રવીણભાઈ અને તેમના હીરાબજાર તેમ જ સામાજિક મિત્રોનું પટેલ ગ્રુપ અહીંયા શનિવાર રવિવારે પહોંચી જ જાય અને ગૌશાળામા ગાયને પોતાના હાથે નવડાવે ધોવડાવે અને બાળકોની જેમ જ પ્રેમ કરે. એટલું જ નહીં ગાયોને ચારો પણ શુદ્ધ જ આપે.અહીંયા પ્રવીણભાઈ અને તેમના મિત્રો પહોંચતા જ ગાયો દોડતી આવી તેમને ઘેરી વળે છે અને વ્હાલ કરે છે. નાનપણમાં ગાયોને વેચી નાખવી પડી હતી આથી જ તેમણે મનમાં ગાંઠ વાળી હતી કે એકદિવસ ગૌશાળા બનાવી ગયોની સેવા કરીશ. આ ગૌશાળા માટે મોરારીબાપુએ પણ આશીર્વાદ આપ્યા છે તો પુરુષોત્તમ રૂપાલા પણ સમય મળ્યે આવી જાય છે. આ ગૌશાળા ઉપરાંત હવે તેઓ ચાર એકરમાં પબ્લિક ગૌશાળા શરૂ કરવા માંગે છે જ્યાં અકસ્માતમાં ઘાયલ થયેલી અથવા બીમાર ગાયની સારવાર થઈ શકે. સામાન્ય લોકો પણ અહીંયા આવી ગાયની સારવાર કરાવી શકે.
મુંબઈ જેવા શહેરમાં માનસિક અસ્થિર બાળકોને જ્યાં માબાપ પણ સાચવી નથી શકતા તેઓ માટે ડે કૅર સેન્ટર વિના મૂલ્ય ચલાવી રહ્યા છે.માનસિક અસ્થિર બાળકોને રોજબરોજના કામોમાં પગભર કરતી મુન્શી પરિવારની એ કે મુન્શી યોજનામાં સહયોગ આપી ગુલાલવાડીમાં પાંચ માળની વિશાળ શાળા ચલાવી રહ્યા છે. અહીંયા આશરે ૫૦૦ જેટલાં મેન્ટલ રિટાયર્ડ બાળકોને દિવસભર વિવિધ પ્રવૃત્તિઓ શીખવવામાં આવે છે. ચિત્રકામ સીવણ તેમ જ નૃત્યનાટીકાઓ પણ ભજવવામાં આવે છે. આ માટે આશરે વિવિધ નિષ્ણાંત ૨૦ જેટલાં શિક્ષક છે. સવારથી લઈ સાંજ સુધી આ બાળકો અહીંયા જીવનમા કંઈક કરી બતાવવાની ધગશ સાથે શીખે છે તો સવાર સાંજ નાશ્તો અને બપોરના સંપૂર્ણ પોષ્ટિક ભોજન પણ આપવામાં આવે છે.આ માટે એકઃ પણ રૂપિયાનો ચાર્જ નથી લેવાતો. આમ આ બાળકો જયારે મોટા થાય ત્યાં સુધીમાં પોતાની સુજબુજથી સમાજમાં શામેલ થવા તૈયાર થાય છે.
મુંબઈ જેવા શહેરમાં માંદા પડવું ન પોસાય તેમાં પણ ખાસ કરીને મધ્યમ વર્ગ હોય કે ગરીબ. આવા લોકો માટે પ્રવીણભાઈ અને તેમનું ગ્રુપ એકઃ મેડિકલ સેન્ટર ચલાવે છે. જ્યાં ફક્ત ૩૫/ રૂપરડીમા તબીબી ચકાસણી થાય છે. આ ઉપરાંત દવા પણ આપવામાં આવે છે. અહીંયા પણ નિષ્ણાંત ડોક્ટર દર્દીઓની તપાસ કરે છે. સાથે ચાર સર્જન પણ છે. નાની મોટી સર્જરી પણ થાય છે. આમ સામાન્ય મુંબઈકરની તબિયતનું પણ ધ્યાન રાખવામાં આવે છે. જો મોટી સર્જરી કરવાની હોય તો રિલાયન્સ હોસ્પિટલમાં મોકલવામાં આવે છે અને વિવિધ સખાવતી ટ્રસ્ટ તેમનો ખર્ચ ઉપાડે છે. કોરોના જેવા કપરા સમયમાં પ્રવીણભાઈ અને તેમના મિત્રોએ અનેક લોકોને હોસ્પિટલમાં એડમિટ કરાવવાથી લઈ દવાદારુ પણ મદદ કરી હતી. કોલાબા થી લઈ મીરારોડ સુધી પટેલ ગ્રુપ દ્વારા પચાસ લાખ રૂપિયા ખર્ચી સમગ્ર વિસ્તાર સૅનેટાઇઝ કરાવ્યો હતો.
આજે ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં પ્રવીણભાઈ કાકડિયા એકઃ મોટુ નામ ધરાવતી પેઢી છે. ત્રણ સફળ કંપનીનું સંચાલન કાકડિયા પરિવાર કરે છે. સફળ બિઝનેસમેનની સાથે પ્રવીણભાઈ એક સરળ માણસ પણ બની રહ્યા છે. એકઃ વર્ષ પહેલા પોતાના પિતરાઈ મનહરભાઈ કાકડિયા સાથે મળી વતન નવાગામ ગાયકીવાડી મા શાળાનું નવીનીકરણ કરાવી વડોદરાના રાજવી પરિવારના હસ્તે ઉદઘાટન કરાવી લોકાર્પણ કર્યું હતું.

બીજેપી મુંબઇ ગુજરાતી સેલના ઉપાધક્ષ તરીકે નિમણુંક
પ્રવીણભાઈ મૂળ RSSna ૩૫ વર્ષથી સભ્ય. કદાચ એટલે જ સેવાભાવ તેમનો જીવનમંત્ર છે. તેમની સેવાભાવ અને સમર્પણ અને સુકાની તરીકેની સફળતાને કારણે બીજેપી દ્વારા તેમને મુંબઇ ભાજપ ગુજરાતી વિભાગના ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા.જો કે પ્રવીણભાઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળી ચુક્યા છે. સમાજ અને લોકોને પારખવાની તેમની આવડત રાજકીયપક્ષોને ખબર છે. જો કે પ્રવીણભાઈ ફક્ત સેવા અને કર્મમાં માને છે.

Quick Link

Categories

Keep up to date

Email

By pressing the subscribe button, you confirm that you have are agreeing to our Privacy Policy and Terms of Use.

© 2025, ssoninews. All rights reserved.