0

Share

ફિલ્મ ‘બારાહસિંઘા’ પુત્રને આપેલું વચન પૂરું કરવા પિતાનો સંઘર્ષ

Post details:


સત્યઘટના પર આધારિત : મધ્યમ વર્ગીય પરિવારનું પ્રતિબિંબ

મુંબઇ
પ્રોડ્યૂસર લેખક અને કલાકાર રાજેશ શર્માની હિન્દી ફિલ્મ બારાહસિંઘા રાજસ્થાન પછી મુંબઈ થાણેમાં તરુણ વયથી લઈ કોલેજ સુધીના વિદ્યાર્થીઓ અને માતા પિતા વચ્ચે થતા વૈચારિક મતભેદનું પ્રતિબિંબ છે. ખાસ તો જ્યાં એકઃ પિતા જે પુત્રની ઈચ્છા અને કેરિયર માટે કઈ રીતે સંઘર્ષ કરે છે તે દર્શાવે છે. પિતાની ભૂમિકા રાજેશ શર્મા જયારે પતી અને પુત્ર વચ્ચે ભીસાતિ માતા તરીકે સુષ્મા મિશ્રાની ભૂમિકા અદ્ભૂત છે.
બારહસિંઘા એટલે શીંગદાવાળું હરણ જે જીવ પર આવ્યે શિકારી વાઘનો સામનો કરી તેને ખતમ કરી નાંખે છે.આથી જ એકઃ પિતા જે પુત્રને પાઇલોટ બનાવવા સિસ્ટમ સામે કઈ રીતે બાથ ભીડે છે અને સફળ થાય છે તે રાજેશ શર્મા એ બખૂબી ભજવી જાણી છે. આ ફિલ્મ સત્ય ઘટના પર આધારિત છે તેમ રાજેશ શર્મા એ જણાવ્યું હતું.
મૂળ રાજસ્થાનના અને પહાડી અવાજ ધરાવતા રાજેશ શર્મા એ કંઈક કરવું હતું. કલાકાર જીવડો એટલે મુંબઈની વાટ પકડી. અહીંયા જીવનની કડવી સચ્ચાઈ જોઈ તેમ જ સંઘર્ષ કર્યો. નાની મોટી ભૂમિકા ભજવી પરંતુ ચેન નહોતું પડતું. આથી પોતાના જીવનની અને કંઈક અન્ય સત્યઘટના જોઈ તેમણે ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. જો કે આ સરળ નહોતું પરંતુ તેમણે હિમ્મત ન હારી અને ફિલ્મ નિર્માણનું કામ શરૂ કર્યું. આ ફિલ્મ જોઈ બાળકો તરૂણો માતાપિતા ની આંખમાં રીતસર ઝલઝળીયા આવી જય છે કારણ દરેકને તે પોતાની ફિલ્મ લાગે છે. કેટલીક જગ્યાએ તો આ ફીલ જોયા પછી બાળકો તેના માતાપિતા ને સમજતા થયા છે અને કડવાશની જગ્યાએ મીઠાશ પ્રસરી છે. આ જોઈ રાજેશજી પોતાની મહેનત સફળ થઈ તેમ જણાવે છે. જો કે હજી તેમણે લાંબી મજલ કાપવાની છે. મુંબઈ થાણે પછી દેશભરમાં તેમની ઈચ્છા ફિલ્મ રજૂ કરવાની છે.

Quick Link

Categories

Keep up to date

Email

By pressing the subscribe button, you confirm that you have are agreeing to our Privacy Policy and Terms of Use.

© 2025, ssoninews. All rights reserved.