0

Share

ખાનવેલમાં એક જ દિવસમાં એક લાખ જેટલા વૃક્ષોનું રોપણ

Post details:

આદિવાસી ભાઈબહેનો અને ખાનવેલ રિસોર્ટની અમૂલ્ય ભાગીદારી
મુંબઈ
ભારતના કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીના ખાનવેલ ખાતે ખાનવેલ રિસોર્ટ્સ અને સ્થાનિક આદિવાસી સમાજના સંયુક્ત ઉપક્રમે એક જ દિવસમાં અંદાજે એક લાખ વૃક્ષોના રોપનું વાવવામાં આવ્યા હતા.જે એકઃ રેકોર્ડ છે.
પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાના ઉદ્દેશ્યથી યોજાયેલા આ વિશાળ વૃક્ષારોપણ અભિયાનમાં મોટી સંખ્યામાં સ્થાનિક આદિવાસી લોકો, સ્વયંસેવકો તેમજ ખાનવેલ રિસોર્ટ્સના કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.રિસોર્ટના માલિક નિર્મલ જૈન દ્વારા પણ રોપા ની વાવણી કરાઈ હતી. આ વૃક્ષારોપનમાં ભાગ લેનારા તમામ આદિવાસી ભાઈબંહેનોને જમવાની વ્યવસ્થા પણ રિસોર્ટના સંચાલકો દ્વારા કરવામાં આવી હતી.
આ અભિયાનનો મુખ્ય હેતુ પર્યાવરણ પ્રત્યે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો, વૃક્ષોનું મહત્ત્વ સમજાવવાનો અને હરિયાળું તથા સ્વચ્છ પર્યાવરણ માટે વધુમાં વધુ લોકોની ભાગીદારી સુનિશ્ચિત કરવાનો હતો. આયોજકોના જણાવ્યા મુજબ, વૃક્ષારોપણ સાથે રોપાઓના જતન અને સંવર્ધન પર પણ વિશેષ ભાર મૂકવામાં આવશે. રોપા ના વાવેતર બાદ તેની યોગ્ય જાળવણી અને ઉછેરની જવાબદારી પણ ઉપાડવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Quick Link

Categories

Keep up to date

Email

By pressing the subscribe button, you confirm that you have are agreeing to our Privacy Policy and Terms of Use.

© 2025, ssoninews. All rights reserved.