પ્રેમ માત્ર યુવાની સુધી સીમિત નથી… આ વિચારને જીવંત કરતી નવી ફિલ્મ જબ ખુલી કિતાબ ડિજિટલ સ્ક્રીન પર આવી રહી છે. ZEE5 દ્વારા જાહેર કરાયેલી આ ફિલ્મ 6 માર્ચ 2026ના રોજ હિન્દી ZEE5 પર એક્સક્લુસિવ સ્ટ્રીમ થશે. પહેલીવાર સાથે આવી રહેલાં પંકજ કપૂર અને ડિમ્પલ કાપડિયા જેવા દિગ્ગજ કલાકારોની જોડી દર્શકો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બની છે.
દાયકાઓ જૂનો સંબંધ, કડવું સત્ય અને લાગણીઓનું વાવાઝોડું એટલે જબ ખુલી કિતાબ.
ફિલ્મની વાર્તા ગોપાલ અને અનસુયા નામના દંપતિની છે, જેઓ વર્ષો સુધી સાથે જીવન વિતાવે છે. એક અણધારી હકીકત સામે આવતાં તેમનો સંતુલિત લાગતો સંબંધ હચમચી જાય છે. આ સત્ય માત્ર તેમને જ નહીં, પરંતુ આખા પરિવારને ભાવનાત્મક સફર પર લઈ જાય છે. ક્યારેક ગંભીર, તો ક્યારેક હાસ્યસભર. પ્રેમ, સહવાસ, માફી અને ફરી એકબીજાને શોધવાની સુંદર શક્યતાઓ ફિલ્મનું હાર્દ છે.
ધરખમ કલાકારો અને સંવેદનશીલ દિગ્દર્શન.
ફિલ્મમાં પંકજ કપૂર અને ડિમ્પલ કાપડિયા સાથે અપારશક્તિ ખુરાના યુવા વકીલની ભૂમિકામાં નવી વિચારધારાનો સ્પર્શ લાવે છે. સહાયક ભૂમિકામાં સમીર સોની, નૌહિદ સાયરુસી અને માનસી પારેખ પારિવારિક કથાને વધુ સમૃદ્ધ બનાવે છે.
લેખક-દિગ્દર્શક સૌરભ શુક્લા છે, જે તેમન મૂળ નાટકને ફિલ્મ સ્વરૂપે રજૂ કરી રહ્યા છે.
પ્રસ્તુતિ એપ્લોઝ એન્ટરટેઈનમેન્ટ અને શૂસ્ટ્રેપની છે. પ્રેમની આ ખૂલી કિતાબ ZEE5 પર 6 માર્ચ 2026થી સ્ટ્રીમ થશે.
ભાવનાત્મક ઊંડાણ અને હળવી મોજ—બંનેની ખાતરી આપતી આ ફિલ્મ સપરિવાર જોવા જેવી છે.
જબ ખુલી કિતાબ: જીવનસાથી સાથે જ ફરી પ્રેમમાં પડવાની એક હળવી-મનોરંજક ફિલ્મ
Post details:
- by Soni
- Date March 2, 2026
- 323 Views
- 1 minute read
ફિલ્મ ‘બારાહસિંઘા’ પુત્રને આપેલું વચન પૂરું કરવા પિતાનો સંઘર્ષ
By
Soni
July 30, 2026
नन्हे बच्चों को ‘गोमांस’ खाने की अजीब सलाह!
By
Soni
June 18, 2026
મ્યુનિસિપલ વહીવટીતંત્રે કોન્ટ્રાક્ટરને ૯.૨૫ કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યોમુંબઈ પ્રતિનિધી.
By
Soni
June 15, 2026
“સત્યમેવ જયતે ખેડૂત કપ ૨૦૨૬”: કૃષિ પરિવર્તન માટે એક જન આંદોલન૫૦ લાખ ખેડૂતોને જૂથ ખેતીમાં લાવવાનો સંકલ્પ- મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ
By
Soni
June 29, 2026
પંઢરપુરના શ્રી વિઠ્ઠલની મૂર્તિને નુકસાન થશે તો મંદિર સમિતિ અને પુરાતત્વ વિભાગ સામે ફોજદારી ગુનો દાખલ કરીશું !
By
Soni
June 18, 2026
