0

Share

કપિલ શર્માને કેનેડા સરકાર અનેં ત્યાંની પોલીસ પર ભરોસો નથી

Post details:

ભારતમા સલામત અનેં મુંબઈ પોલીસ પર ભરોસો
સતીષ સોની મુંબઇ
કલાકાર અનેં કોમેડીયન કપીલ શર્માને કેનેડાની સરકાર અનેં ત્યાંની પોલીસ પર બિલકુલ ભરોસો નથી. પરંતુ પોતે ભારતમાં સલામત અનેં મુંબઇ પોલીસ પર પૂરો ભરોસો હોવાનું જણાવ્યું હતું. હાલમાં કેનેડાના વાનકુંવરમાં કપીલ શર્માની રેસ્ટોરન્ટમાં ત્રણ વખત ગોળીબાર થયો હતો જો કે સદભાગ્યે કપીલ તે સમયે ઘટનાસ્થળે હાજર નહોતો.
આ ઘટના અંગે કપીલ શર્માએ જણાવ્યું હતું કે કેનેડામાં મારી હોટેલ પર ત્રણ વખત ગોળીબાર થયો ત્યાં સરકાર અનેં પોલીસનો ડર ગુનેગારોને બિલકુલ નથી. જો કે હવે ત્યાં સરકાર ગુનાઓ ડામવા ગંભીર બની છે અનેં નવા કાયદા બની રહ્યા છે. ગોળીબારના હુમલા બાદ કપીલ રેસ્ટોરન્ટ વધુ પ્રખ્યાત બની ગઈ છે અનેં તેનો બિઝનેસ વધી ગયો હોવાનું કપિલે હસતા હસતા જણાવ્યું હતું.
ભારતમાં પોતે સલામત છે અનેં મુંબઇ પોલીસ પર પોતાને પૂરો ભરોસો હોવાનું જણાવ્યું હતું અનેં મુંબઈ પોલીસની વીરતાને સલામ કરી હતી. હુમલા બાદ કપિલને મુંબઇ પોલીસે વધુ સુરક્ષા પુરી પાડી છે.
કીસ કીસ કો પ્યાર કરુ 2 મા પોતે ધર્મપરિવર્તન કરી ત્રણ લગ્ન કરે છે તે ફક્ત ફિલ્મમાં મનોરંજન માટે હોવાનું જણાવતા ઉમેર્યું હતું કે અસલ જિંદગીમાં પત્નીને વફાદાર હોવું જોઈએ. ધર્મેન્દ્રને યાદ કરતાં ભાવુક થઈ તેણે જણાવ્યું કે કપીલ શર્મા શૉ પર આવનારા તેઓ પ્રથમ સેલિબ્રિટી હતા તેમના નિધનથી પોતે બીજી વખત પિતા ગુમાવ્યા હોવાનું દુઃખ અનુભવ્યું હતું.

Quick Link

Categories

Keep up to date

Email

By pressing the subscribe button, you confirm that you have are agreeing to our Privacy Policy and Terms of Use.

© 2025, ssoninews. All rights reserved.