મુંબઈ ક્રિકેટ ઍસોસિયેશન (એમસીએ)ની ચૂંટણીમાં એનસીપી (શરદ પવાર) અને મુંબઈ ભાજપે ફરી વિજય મેળવી પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યુ છે.ઍપેક્સ (Apex) કાઉન્સિલની આ ચૂંટણીમાં એનસીપીના ચીફ તથા આઈસીસીના ભૂતપૂર્વ ચેરમૅન શરદ પવાર અને મુંબઈ ભાજપના નેતા આશિષ શેલારનીને જોડીના સભ્યોને રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનો ટેકો હતો.એમસીએ પર શરદ પવારના સપોર્ટ સાથે અજિંકય નાઈકે એમસીએનું પ્રમુખપદ જાળવી રાખ્યું હતું અને ત્યાર બાદ હાલમા અન્ય હોદ્દેદારોની ચૂંટણીમાં પવાર-શેલારની જોડીએ વિજય મેળવ્યો છે. અજિંકય નાઈક પ્રમુખપદ પર બિનહરીફ ચૂંટાયા હતા.શરદ પવાર-શેલારની જોડીએ ૧૬ માંથી ૧૨ હોદ્દા માટેની ચૂંટણીમાં જીત હાંસલ કરી હતી એમાં સેક્રેટરી, ઉપ-પ્રમુખ તેમ જ ખજાનચીના હોદ્દાનો સમાવેશ હતો. સેક્રેટરીના પદ માટેની ચૂંટણીમાં ડૉ. ઉન્મેશ ખાન્વીલકર વિજયી થયા હતા.ઉપ-પ્રમુખપદ માટેની ચૂંટણીમાં એનસીપી (શરદ પવાર જૂથ)ના એમએલએ અને શરદ પવારના વિશ્વાસુ નેતા જીતેન્દ્ર આવ્હાડની જીત થઈ છે.. અરમાન મલિકે ખજાનચીનો હોદ્દો જાળવી રાખ્યો હતો. . જોઈન્ટ સેક્રેટરીના હોદ્દા માટેના ઇલેક્શનમાં નીલેશ ભોંસલેનો વિજય થયો હતો. કાઉન્સિલના એક મેમ્બર તરીકે શિવસેના (યુબીટી)ના સેક્રેટરી મિલિંદ નાર્વેકર ફરી ચૂંટાયા હતા.
મુંબઈ ક્રિકેટ ઍસોસિયેશનની ચૂંટણીમાં એનસીપી અને ભાજપનું ફરી વર્ચસ્વઉપ-પ્રમુખપદ માટેની ચૂંટણીમાં જીતેન્દ્ર આવ્હાડની જીત
Post details:
- by Soni
- Date November 14, 2025
- 267 Views
- 1 minute read
नन्हे बच्चों को ‘गोमांस’ खाने की अजीब सलाह!
By
Soni
June 18, 2026
ફિલ્મ ‘બારાહસિંઘા’ પુત્રને આપેલું વચન પૂરું કરવા પિતાનો સંઘર્ષ
By
Soni
July 30, 2026
भारत और पूरी दुनिया 2 करोड़ श्री शनि मंत्रों के जाप से गूंज उठी
By
Soni
July 14, 2026
મ્યુનિસિપલ વહીવટીતંત્રે કોન્ટ્રાક્ટરને ૯.૨૫ કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યોમુંબઈ પ્રતિનિધી.
By
Soni
June 15, 2026
પંઢરપુરના શ્રી વિઠ્ઠલની મૂર્તિને નુકસાન થશે તો મંદિર સમિતિ અને પુરાતત્વ વિભાગ સામે ફોજદારી ગુનો દાખલ કરીશું !
By
Soni
June 18, 2026
