0

Share

સ્વાદનો ચટાકો :જનતા વેફર્સનું નવું નઝરાણું  : મલાડ પૂર્વ હીરાબઝાર પાસે નવું આઉટલેટ શરૂ થયું

Post details:

ગુરુપૂર્ણિમાના દિવસે શુભેચ્છકો – ગ્રાહકો ઉમટી પડ્યા
ફરસાણ ચોકલેટ મીઠાઈ ડ્રાયફ્રુટ સાથે ચાટ કાઉન્ટર પણ ઉપલબ્ધ

સ્વાદિષ્ટ અને પોષ્ટિક ફરસાણ માટે મલાડ પૂર્વમાં સ્ટેશન પાસે ૧૯૫૪મા જનતા વેફર્સ શરૂ થયું. આજે ૭૫થી વધુ વર્ષ થયા અને હવે ખખ્ખર કુટુંબની યંગ ચોથી પેઢી આ વારસો સંભાળી રહી છે. ગુરુપૂર્ણિમા ના દિવસે મલાડ પૂર્વમાં ડાયમન્ડ માર્કેટ પાસે જનતા વેફર્સનું પ્રથમ આઉટલેટ ખુલ્યું.
બીજેપીના વિધાનસભ્ય અતુલ ભાતકળકરે ઉદઘાટન કર્યું. સ્ટેશન પાસે ચટપટુ સ્વાદિષ્ટ વિવિધ ફરસાણ મળે છે તો આ નવા આઉટલેટમાં તમામ પ્રકારના ફરસાણ, મીઠાઈ, ઝેનઝી માટે ચોકલેટ ની સાથે સુકામેવા પણ તમામ પ્રકારના આકર્ષક પેકીંગમાં ઉપલબ્ધ છે તેમ યુવા ડાયનેમિક ઋષિલે જણાવ્યું હતું. તો નજીક મા આવેલા ડાયમન્ડ માર્કેટમાં અને પરિસરમાં રહેતા સ્વાદના શોખીનો માટે ચાટ ભંડાર પણ શરૂ કરાયું છે જ્યાં તમામ પ્રકારના ચાટ મળશે તેમ નતાશા એ જણાવ્યું હતું જે મેનેજમેન્ટ અને અહીંની સ્વચ્છ સુવિધા નું ધ્યાન પણ રાખશે.
સંપૂર્ણ એસી આઉટલેટમાં વિવિધ ગ્રામમાં પેકીંગ ફરસાણ છે તો સાથે સાથે મીઠાઈ ઉપરાંત ગુલાબજાંબુ રસગુલ્લા ની સાથે સુકામેવા તમને મળશે. અહીંનો વિસ્તાર મોટેભાગે ગુજરાતી છે અને જનતા ના નામ સાથે પહેલેથી જ પરિચિત છે. હવે તેમને ઘરેઆંગણે જનતા આવી જતા તેઓ ખુશ છે. ગુરુપૂર્ણિમાના દિવસે શરૂ થયેલા જનતા વેફર્સ મા દિવસભર તેમના જુના નવા ઘરાકો અને શુભેચ્છકોની ભીડ ઉમટી પડી હતી. જો કે આ તમામ સોમ્ય મિત્રતા સ્વભાવ ધરાવતા જીતુભાઇ જેઓ ત્રીજી પેઢીના છે તે દેખરેખ રાખશે.

Quick Link

Categories

Keep up to date

Email

By pressing the subscribe button, you confirm that you have are agreeing to our Privacy Policy and Terms of Use.

© 2025, ssoninews. All rights reserved.