0

Share

સૂડી વચ્ચે સોપારી’… પ્રેમ, ગેરસમજ અને હાસ્યનો ડબલ ડોઝ!

Post details:

સંજય ગોરડિયાની નવી કૉમેડીમાં બે લવ સ્ટોરી અને ખડખડાટ હસાવતાં વળાંકોનો જમાવડો.

પ્રેમમાં ક્યારે કોણ કોના દિલમાં એન્ટ્રી મારી દે અને કોના જીવનમાં ‘સોપારી’ બની જાય, એ કહેવું મુશ્કેલ! એવી જ મસ્તીભરી ગૂંચવણ લઈને આવી રહી છે ગુજરાતી કૉમેડી ફિલ્મ ‘સૂડી વચ્ચે સોપારી’.
બારડોલીના એક ફાર્મહાઉસમાં ફિલ્મનું શૂટિંગ જોરશોરથી ચાલી રહ્યું છે. સંજય ગોરડિયા, ભરત ઠક્કર, કોમલ, જય અને ક્રીના પાઠક જેવા કલાકારોથી સજ્જ આ ફિલ્મમાં હાસ્ય સાથે પ્રેમના રંગો પણ જોવા મળશે. વાર્તામાં સંજય ગોરડિયા પોતાના જિગરજાન મિત્ર ભરત ઠક્કરની પત્ની કોમલ પર દિલ હારી બેસે છે, જેના કારણે મજેદાર ગેરસમજો અને રમૂજી પરિસ્થિતિઓ સર્જાય છે. બીજી તરફ જય અને ક્રીનાની યુવા લવ સ્ટોરી પણ સમાનાંતર રીતે આગળ વધે છે.
રેલવેના બે પાટાની જેમ ચાલતી આ બંને પ્રેમકથાઓ અંતે ક્યાં ભેગી થાય છે અને ‘સૂડી વચ્ચે સોપારી’ની જેમ આખરે કોણ ફસાય છે, તે તો ફિલ્મ જ કહેશે. સર્જકોનો દાવો છે કે આ ફિલ્મ દર્શકોને ખડખડાટ હસાવતી હાસ્યની સુનામી સાબિત થશે.

Quick Link

Categories

Keep up to date

Email

By pressing the subscribe button, you confirm that you have are agreeing to our Privacy Policy and Terms of Use.

© 2025, ssoninews. All rights reserved.