0

Share

ફાલ્ગુની યતીન મહેતાની બીજેપી ગુજરાતી સેલમાં નિમણુંક કરાઈ

Post details:


મુંબઈ
લેખક કવિયત્રી અને સામાજિક કાર્યકર્તા ફાલ્ગુની યતીન મેહતાની બીજેપી ગુજરાતી સેલમાં નિમણુંક કરવામાં આવી છે.
તેણીએ mcom સુધીનો અભ્યાસ કર્યો છે.હાલમાં કપોળ અને મિત્રમાં માનદ્દ સહતંત્રી તરીકે સેવા આપે છે. ૧૦૦ થી ઉપર કપોળ શ્રેષ્ઠિઓના ઇન્ટરવ્યૂ લીધા છે આ સાથે પ્રેરક લેખો, વાર્તાઓ અને કવિતાઓ સાથે ટૂંકા સચોટ ક્વૉટ લખ્યા .હાલમાં ત્રણ પુસ્તકો સ્પંદન ( વાર્તા સંગ્રહ ), સ્પર્શન ( લેખ સંગ્રહ ) અને સંવેદન ( વાર્તા સંગ્રહ ) પ્રકાશિત થયાં છે.
મીડિયામાં લખવાની શરૂઆત ૨ó૧૮ થી શ્રી કપોળ યુવક મંડળ દ્વારા સંચાલિત જ્ઞાતિ મેગેઝીન “કપોળ અને કપોળ મિત્ર” થી કરી. તેમાં વાર્તાઓ, વિવિધ સામાજિક, ધાર્મિક લેખો, કવિતાઓ નિયમિત પણે લખતી થઇ. ૨૦૧૯ -૨૦ માં કપોળજ્ઞાતિનાં કલાકારો જેઓ નાટક, ફિલ્મ, ગાયન, એક્ટિંગ, સંગીત, ચિત્રકળા, વગેરે પ્રોફેશન સાથે સંકળાયેલા છે તેમનાં ડીટેલ ઇન્ટરવ્યૂ કર્યા. સાથે કપોળ મહિલા એન્ટ્રપ્રેનયોરનાં પણ ઇન્ટરવ્યૂ કર્યા. ઇન્ટરવ્યૂને ખૂબ જ સારો પ્રતિસાદ સાંપડ્યો. ત્યારબાદ કોવિડ પિરિયડ દરમ્યાન જ્ઞાતિનાં અગ્રણી ઇન્ડિસ્ટ્રીયાલિસ્ટ, પ્રોફેશનલ્સ, બિઝનેસપર્સન્સ વગેરેનાં ઇન્ટરવ્યૂ કર્યા. અત્યાર સુધી લગભગ ૧૦૦ ઉપર ઇન્ટરવ્યૂ કર્યા છે.આ પછી ૨૦૨૨માં કપોળ અને કપોળ મિત્ર મેગેઝીનમાં માનદ્દ સહતંત્રી તરીકે ચૂંટવામાં આવી.. આજે પણ આ પદ હેઠળ સેવા આપે છે
૨ó૨૩ માં કાવ્ય સંગ્રહ – સ્પંદન માટે મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી એકેડમી તરફથી પુસ્તક પ્રકાશન યોજના હેઠળ ગ્રાન્ટ મળી. મારા અન્ય બે પુસ્તકો સ્પર્શન અને સંવેદનને ખૂબ જ સુંદર પ્રતિસાદ મળ્યો છે. જન્મભૂમિ, ગુજરાત મેઇલ વગેરે દૈનિકમાં લેખ, વાર્તાઓ, કવિતાઓ પ્રકાશિત થતાં રહે છે.
તાજેતરમાં BJP મુંબઈ ગુજરાતી સેલમાં મીડિયાને લગતાં કાર્યો માટે ફાલ્ગુની ની નિમણૂક કરવામાં આવી છે તે બદલ BJP મુંબઈ ગુજરાતી સેલનાં અધ્યક્ષ શ્રી બિમલભાઈ ભુતાનો આભાર વ્યક્ત કર્યો હતો.

Quick Link

Categories

Keep up to date

Email

By pressing the subscribe button, you confirm that you have are agreeing to our Privacy Policy and Terms of Use.

© 2025, ssoninews. All rights reserved.