
આગામી લક્ષ્ય ઓલ ઇન્ડિયા લેવલમાં સ્પર્ધામાં ભાગ લેવાનું : દેશમાટે વધુ મેડલ જીતવાનું
મુંબઈ
જ્યાં જ્યાં વસે એકઃ ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. આ કહેવતને મલાડ પૂર્વ પુષ્પાપાર્કમાં રહેતી પ્રિયંકા પારેખે કેનેડા કોમનવેલ્થ પાવરલિફ્ટિંગ સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીતી સાર્થક કરી ભારત દેશનું નામ રોશન કર્યું છે. હાલમાં જ મલાડ પૂર્વમાં જનતા વેફર્સની ચોથી પેઢી નતાશા ખખ્ખર દ્વારા પ્રિયંકાનું શાલ શ્રીફળ અને બુકે આપી સન્માન કરવામાં આવ્યું હતું. પ્રિયંકાએ શાળા પછી ઇન્ટિરિયર ડિઝાઇન કર્યું છે જયારે તેની બહેન માસમીડિયા કોર્સ કરી રહી છે તેમ પિતા યોગેશભાઈ પારેખે જણાવ્યું હતું. ગોલ્ડમેડલ જીતી આવ્યા બાદ પ્રિયંકાનું ઠેરઠેર સન્માન થઈ રહ્યું છે જે તેને એક સ્વ્પ્ન સમાન લાગી રહ્યું છે.
કેનેડાની કોમનવેલ્થ પાવરલિફ્ટિંગ સ્પર્ધામાં અંડર 47 કિલોગ્રામ જુનિયર મહિલા શ્રેણીમાં પ્રિયંકાએ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેણીએ ઓવરઓલ ગોલ્ડમેડલ સ્કવૉટ માં ગોલ્ડમેડલ બેન્ચ પ્રેસમાં સિલ્વર મેડલ ડેડલીફ્ટમાં ગોલ્ડમેડલ જીત્યા હતા.
હવે પ્રિયંકાનું લક્ષ્ય ભારત માટે રમી અને વધુ મેડલ જીતવાનું છે. આમ આ ગોલ્ડન ગર્લ તેના સ્વ્પનાને પુરા કરવા ચોક્કસ છે.
