0

Share

અનુપમા’માં બેંકુ બની દિલ જીતી રહ્યો છે દુષ્યંત વાઘ, રૂપાલી ગાંગુલીને ગણાવી પોતાની “ઓફ સ્ક્રીન દીદી”

Post details:

મુંબઈ: ટીવી જગતની લોકપ્રિય સીરિયલ Anupamaa માં નવા પાત્ર ‘બેંકુ’ તરીકે એન્ટ્રી કર્યા બાદ અભિનેતા Dushyant Wagh સતત ચર્ચામાં છે. ફિલ્મ 3 Idiots ના ગ્રોન-અપ “મિલીમીટર” તરીકે જાણીતા દુષ્યંત હવે પોતાના નવા અભિનયથી ફરી એકવાર દર્શકોના દિલ જીતી રહ્યા છે.

દુષ્યંત વાઘે જણાવ્યું કે “અનુપમા જેવી દેશની સૌથી લોકપ્રિય સીરિયલનો ભાગ બનવું મારા માટે સપના જેવું છે. આથી મોટી તક કદાચ બીજી કોઈ હોઈ જ ન શકે.”

તેમણે કહ્યું કે શોની આખી ટીમ ખૂબ સહકાર આપનારી છે અને ‘બેંકુ’નું પાત્ર પણ ખૂબ જ સુંદર રીતે લખવામાં આવ્યું છે.

“બેંકુ પાણી જેવો નિર્મળ છે”

પોતાના પાત્ર વિશે વાત કરતાં દુષ્યંત કહે છે કે “બેંકુ ખૂબ જ નિર્દોષ અને લાગણીસભર પાત્ર છે. તે પાણી જેવો નિર્મળ છે. તેના દિલમાં જે હોય છે એ જ તેના ચહેરા પર દેખાય છે.”

તેમણે ઉમેર્યું કે પરિવાર માટેની બેંકુની તલપ અને અનુપમા દીદી સાથેનો તેનો ભાવનાત્મક સંબંધ દર્શકોને ચોક્કસ પસંદ આવશે.

“ટીમે પહેલાજ દિવસથી આરામદાયક અનુભવ અપાવ્યો”

શોમાં મધ્યમાં જોડાવાને લઈને કોઈ દબાણ અનુભવાયું હતું કે નહીં તે પ્રશ્નના જવાબમાં દુષ્યંતે જણાવ્યું કે આખી ટીમે પ્રથમ દિવસથી જ તેમને ખૂબ આરામદાયક અનુભવ અપાવ્યો.

તેમણે ખાસ કરીને અભિનેત્રી Rupali Ganguly અને અભિનેતા Sachin Tyagi ના સહકારની પ્રશંસા કરી.

“રૂપાલીજી ઑફ સ્ક્રીન પણ મારી દીદી જેવી”

દુષ્યંત હસતાં કહે છે, “રૂપાલીજી ઑનસ્ક્રીન જ નહીં, ઑફ સ્ક્રીન પણ મારી દીદી જેવી છે. તેમની સાદગી અને સપોર્ટિવ સ્વભાવ મને સતત પ્રેરણા આપે છે.”

તેમણે શોના નિર્માતા Rajan Shahi ની પણ પ્રશંસા કરી અને જણાવ્યું કે તેમની દ્રષ્ટિ, શિસ્ત અને કામ કરવાની રીતથી ઘણું શીખવા મળે છે.

દુષ્યંતે આ તકને પોતાના જીવનનું સદભાગ્ય ગણાવી કહ્યું કે ‘અનુપમા’નો ભાગ બનવું તેમના માટે એક ખાસ અનુભવ છે.

Quick Link

Categories

Keep up to date

Email

By pressing the subscribe button, you confirm that you have are agreeing to our Privacy Policy and Terms of Use.

© 2025, ssoninews. All rights reserved.