• નાણાકીય વર્ષ 2025-26માં વીજ ચોરી અંગે 486 એફઆઈઆર નોંધાઈ.
• દરોડા દરમિયાન 79.25 ટન ગેરકાયદેસર વાયરો મળી આવ્યાં. 19.82 મિલિયન યુનિટની ચોરી, જેનું મૂલ્યાંકન કરતાં રૂ. 43.39 કરોડ જેટલી થાય છે.
• કુલ ટેક્નિકલ અને વાણિજ્યિક (એટીએન્ડી) નુકસાન નાણાકીય વર્ષ 2024-25માં 4.70થી ઘટાડીને નાણાકીય વર્ષ 2025-26માં 4.46 કરવામાં આવ્યું.
• એટીએન્ડસી નુકસાનમાં આ ઘટાડો પ્રામાણિક, સમયસર ચુકવણી કરતા ગ્રાહકો પરનો બોજ ઘટાડશે.
મુંબઈ 2026: અદાણી ઇલેક્ટ્રિસિટી વીજ ચોરી સામે લડવાની તેની પ્રતિબદ્ધતામાં અડગ છે. વીજ ચોરીને તે ગુનાહિત અને સામાજિક ગુનો બંને તરીકે ઓળખે છે. નાણાકીય વર્ષ 2025-2026 દરમિયાન કંપનીએ વીજ ચોરીના ગુનેગારો સામે 486 ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ્સ (એફઆઈઆર) નોંધાવી હતી.
આ નિર્ણાયક કાર્યવાહીના પરિણામે એકત્રિત ટેક્નિકલ અને કમર્શિયલ (એટીએન્ડસી) નુકસાનમાં 0.24%નો પ્રશંસનીય ઘટાડો થયો છે, જે પાછલા વર્ષના 4.7%થી ઘટીને 4.46% થયો છે. આ સિદ્ધિ અદાણી ઇલેક્ટ્રિસિટીને ખાસ કરીને તેના વ્યાપક નેટવર્ક અને વૈવિધ્યસભર ગ્રાહક આધારને ધ્યાનમાં લેતા દેશભરમાં સૌથી ઓછા એટીએન્ડસી નુકસાન સાથે ડિસ્કોમ્સમાં સ્થાન આપે છે.
નાણાકીય વર્ષ 2025-26 વીજ ચોરી વિરોધી અભિયાનની મુખ્ય હાઇલાઇટ્સ:
• નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન અદાણી ઇલેક્ટ્રિસિટીએ 36720 સામૂહિક દરોડા પાડ્યા હતા.
• આ સઘન તકેદારી ઓડ-ટાઇમ દરોડામાં (વહેલી સવાર, મોડી સાંજ અને રજાના દિવસો સહિત) 40%નો વધારો પણ દર્શાવે છે.
• વધુમાં વીજ ચોરીના 5897 કેસ નોંધાયા હતા.
• દરોડા દરમિયાન 79.25 ટન ગેરકાયદે વાયર જપ્ત કરવામાં આવ્યાં. કુલ 19.82 મિલિયન યુનિટની ચોરી, જેનું મૂલ્યાંકન કરતાં રૂ. 43.39 કરોડ જેટલું થાય છે.
મહત્વપૂર્ણ કેસો અને સતર્કતા
નાણાકીય વર્ષ 2025-26માં અદાણી ઇલેક્ટ્રિસિટીની વિજિલન્સ ટીમે ચાર મોટા વીજ ચોરીના કેસોનો પર્દાફાશ કર્યો:
મહત્ત્વપૂર્ણ કેસો
- 7 નવેમ્બર, 2025ના રોજ વિજિલન્સ ટીમે સ્વસ્તિક કમ્પાઉન્ડ, ચિંચોલી બંદર રોડ, મલાડ (પશ્ચિમ) ખાતે મોલ્ડિંગ પ્રવૃત્તિ માટે ડાયરેક્ટ સપ્લાય સાથે સંકળાયેલી ઉચ્ચ મૂલ્યની વીજળી ચોરીનો કેસ સફળતાપૂર્વક શોધી કાઢ્યો અને ગુનો દાખલ કરાવ્યો. આ વીજ ચોરીના કેસનું મૂલ્યાંકન રૂ. 1.63 કરોડ હતું.
- 4 જુલાઈ, 2025ના રોજ વિજિલન્સ ટીમે ગોરેગાંવ (પશ્ચિમ)ના મોતીલાલ નગર ખાતે મોલ્ડિંગ પ્રવૃત્તિ માટે ડાયરેક્ટ સપ્લાય સાથે સંકળાયેલી ઉચ્ચ મૂલ્યની વીજળી ચોરીનો કેસ સફળતાપૂર્વક શોધી કાઢ્યો અને ગુનો દાખલ કરાવ્યો. આ વીજ ચોરીના કેસનું મૂલ્યાંકન રૂ. 80 લાખ હતું.
• ૨26 જૂન, 2025ના રોજ વિજિલન્સ ટીમે મલાડ (પૂર્વ) ખાતે મોલ્ડિંગ પ્રવૃત્તિ માટે સીધી સપ્લાય સાથે સંકળાયેલા એક ઉચ્ચ- મૂલ્યના વીજળી ચોરીના કેસને સફળતાપૂર્વક શોધી કાઢ્યો અને ગુનો દાખલ કરાવ્યો. આ વીજ ચોરીના કેસનું મૂલ્યાંકન રૂ. 48.73 લાખ હતું.
વીજળી ચોરી કરવી એ બિન-જામીનપાત્ર ગુનો છે. વીજળી અધિનિયમ 2003ની કલમ 135 હેઠળ ગુનેગારને દોષી સાબિત થવા પર દંડ, ત્રણ વર્ષ સુધીની જેલ અથવા બંને સજા થઈ શકે છે.
અદાણી ઇલેક્ટ્રિસિટી નિયમિત સામૂહિક દરોડા પાડવા, ગુનેગારોને પકડવા અને વીજળી ચોરી માટે ઉપયોગમાં લેવાતાં સાધનો જપ્ત કરવા માટે પોલીસ અધિકારીઓ સાથે સક્રિયપણે સહયોગ કરે છે. નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન 79.25 ટન અનધિકૃત વાયર અને અન્ય સાધનો જપ્ત કરવામાં આવ્યાં હતાં.
ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વીજળી ચોરીની અસર
ઝૂંપડપટ્ટીના ક્લસ્ટર જેવા ઉચ્ચ- માગણીવાળા જગ્યાની મર્યાદાને કારણે નવા નેટવર્કનો વિકાસ પડકારજનક છે એવા વિસ્તારોમાં વીજળી ચોરી હાલના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ભારે ભાર મૂકે છે. આ તાણ વધુ વારંવાર કેબલ અને ટ્રાન્સફોર્મર નિષ્ફળતાને કારણે જાળવણી ખર્ચમાં વધારો કરે છે.
ગ્રાહકોનું રક્ષણ અને નુકસાન ઘટાડવું
“વીજ ચોરી અન્યાયી રીતે પ્રામાણિક, સમયસર ચુકવણી કરનારા ગ્રાહકો પર બોજ નાખે છે,” એમ નાણાકીય વર્ષ 2025-26ના વીજ ચોરીના ડેટા અંગે અદાણી ઇલેક્ટ્રિસિટીના પ્રવક્તાએ જણાવ્યું. “અદાણી ઇલેક્ટ્રિસિટી વીજ ચોરીના ભયને દૂર કરવા માટે પ્રતિબદ્ધ છે. આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો સામનો કરીને અમે અમારા ગ્રાહકોના હિતોનું રક્ષણ કરીએ છીએ. અમે આ વર્ષે એટીએન્ડસી નુકસાનને વધુ ઘટાડવા માટે ચોક્કસ ક્ષેત્રોમાં અમારા પ્રયાસોને વધુ તીવ્ર બનાવીશું.”
“અદાણી ઇલેક્ટ્રિસિટી તમામ મુંબઈગરાને વિશ્વસનીય અને સસ્તી વીજળી પૂરી પાડવાની તેની પ્રતિબદ્ધતામાં અડગ છે,” એમ અદાણી ઇલેક્ટ્રિસિટીના પ્રવક્તાએ જણાવ્યું. આ વર્ષે એટીએન્ડસી નુકસાનમાં નોંધપાત્ર ઘટાડો એ વીજ ચોરી સામેના અમારા સઘન પ્રયાસોનું સીધું પરિણામ છે. આ ફક્ત અમારા માળખાને સુરક્ષિત કરતું નથી, પરંતુ સ્પર્ધાત્મક ટેરિફ જાળવવા માટે સક્ષમ બનાવીને અમારા પ્રામાણિક, સમયસર ચુકવણી કરનારા ગ્રાહકો પરના નાણાકીય બોજને પણ ઓછો કરે છે.

