0

Share

એર ઇન્ડિયા અને 470 નવા પ્લેન….

Post details:

ree


ભારતની સૌથી મોટી ઍરલાઇન્સમાંથી એક ઍર ઇન્ડિયાએ ઍરબસ અને બોઇંગ સાથે 470 વિમાનોની ખરીદનો રેકૉર્ડ સોદો કર્યો છે. ઍર ઇન્ડિયાની માલિકી ધરાવતા ટાટા ગ્રૂપના ચૅરમૅન એન ચંદ્રશેખરને કહ્યું હતું કે કંપની ઍર ઇન્ડિયાને “વિશ્વકક્ષાની ઍરલાઇન્સ” બનાવવા માંગે છે, તેવામાં આ સોદો મહત્ત્વનો બની જાય છે. આ સોદો 2011માં અમેરિકન ઍરલાઇન્સે કરેલા 460-વિમાનના સોદા કરતાં પણ મોટો છે. આ સોદાને પગલેે ઍર ઇન્ડિયા આધુનિકતા તરફ આગળ વધશે અને તેના નેટવર્કમાં “ઝડપી” વિસ્તાર કરવામાં મદદ મળશે. લગભગ બે વર્ષ પહેલાં ટાટાએ આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહેલી સરકારી ઍરલાઇન્સને હસ્તગત કરી હતી. ઍર ઇન્ડિયામાંથી તેના મોટા ભાગનાં જૂનાં ઍરક્રાફ્ટને દૂર કરાયાં છે અને ટાટા ગ્રૂપે તેનાં વિમાનોના દળને આધુનિક બનાવવા માટે પાંચ વર્ષની યોજના શરૂ કરી છે. પહેલું નવું વિમાન આ વર્ષના અંતમાં આવી જશે. નિષ્ણાતો કહે છે કે, આ નવો મહાકાય સોદો ભારતના ભરચક્ક ઉડ્ડયન બજારમાં તેનો પાયો મજબૂત કરવા અને વિશ્વની ઍરલાઇન્સમાં મહત્ત્વનું સ્થાન મેળવવાની ઍર ઇન્ડિયાની ઇચ્છા દર્શાવે છે. આ ઑર્ડર સાથે ઍર ઇન્ડિયાને લુફ્થાન્સા અને સિંગારોપ ઍરલાઇન્સની હરોડમાં લાવશે. આ ત્રણેય ઍરલાઇન્સ સ્ટાર એલાયન્સનો ભાગ છે. આ સ્ટાર એલાયન્સના કટ્ટર અને સૌથી શક્તિશાળી શત્રુ ગલ્ફ કેરિયર્સના વર્ચસ્વનો સામનો કરવા માટેનોએક મોટો પ્લાન છે. ભારતીય પ્રવાસીઓ હાલમાં યુરોપ, યુએસ અને વિશ્વના અન્ય ભાગોમાં પ્રવાસ માટે અમીરાત, કતાર ઍરવેઝ, એતિહાદ અને અન્ય મધ્ય પૂર્વીય ઍરલાઇન્સ પર ભારે મદાર રાખે છે. તેવામાં ઍર ઇન્ડિયાનો નવો કાફલો આવવાથી આ ચિત્ર બદલાઈ શકે છે. A350s જેવાં મહાકાય ઍરક્રાફ્ટ ખરીદવાથી ઍર ઇન્ડિયાને આ ગંતવ્યસ્થળો અને ભારત વચ્ચેની નૉન-સ્ટૉપ ફ્લાઇટ્સ દ્વારા સીધા જ યુએસ અને ઑસ્ટ્રેલિયા જેવાં બજારોમાં પ્રવેશવાની મંજૂરી મળશે. વિદેશમાં વસતા વિશાળ ભારતીય મૂળના લોકોને સેવા આપવા માટે આ એક આકર્ષક માર્ગ છે. જોકે તેમના “વફાદાર ગ્રાહકો” અને પ્રાઇસ વૉર ચલાવવાની ક્ષમતાને જોતાં ઍર ઇન્ડિયાને ગલ્ફ કેરિયર્સના આધિપત્યને પડકારવું સરળ રહેશે નહીં. વર્ષોથી ઍર ઈન્ડિયા સામે કેબિનની ખરાબ જાળવણી, બંધ પડેલી ઍન્ટરટેઇમેન્ટ સિસ્ટમ અને તૂટેલા ચાર્જિંગ પૉઈન્ટને લઈને ગ્રાહકોની ફરિયાદો આવતી રહી છે. જ્યારે નવા કાફલાને લાવવામાં આવશે ત્યારે ગ્રાહકોને “અપગ્રેડેડ અનુભવ” મળશે. જોકે માનવ સંસાધન અને પ્રશિક્ષિત કર્મચારીઓની અછત એક મુદ્દો રહેશે. ટાટાએ ઍર ઇન્ડિયાની શરૂઆત કરી પછી ઘણાં વર્ષો સુધી છેક 1950ના દાયકામાં સરકાર દ્વારા તેનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું તે પહેલાં ઍર ઇન્ડિયાને સેવા માટે વૈશ્વિક ધોરણ સાથેનું વાહક માનવામાં આવતું હતું. પરંતુ ત્યારબાદ સરકારનાં વર્ષોના ગેરવહીવટ પછી વધતા જતા દેવાના બોજ અને તેના ખોવાયેલા ગૌરવને પુનર્જીવિત કરવાના નિષ્ફળ પ્રયાસોને પગલે આખરે ઍર ઇન્ડિયાને 2021માં 1.98 અબજ ડૉલરમાં ઍરલાઇન્સ ટાટાને ફરી પાછી વેંચી નાખવામાં આવી હતી અને 68 વર્ષે ઍરલાઇન પોતાના મૂળ માલિકના હાથમાં પાછી ફરી હતી…






#news #India #gujaratinews #gujarati #IndianAirForce #Indianarmy #Indianairlines #AirIndia #indiannavy #indian #army #jaihind #bsf #crpf #commando #ssb #parasf #ncc #CAPA #Indianaviationindustry #Jyotiradityascindia #indianarmedforces #airforce #itbp #nda #specialforces #indianarmylovers #paracommando #armylife #ima #indianmilitaryacademy #iaf #fauji #cisf #nsg #nationaldefenceacademy #bharatmatakijai #upsc

Quick Link

Categories

Keep up to date

Email

By pressing the subscribe button, you confirm that you have are agreeing to our Privacy Policy and Terms of Use.

© 2025, ssoninews. All rights reserved.