0

Share

Shikha Malhotra’s wild card entry in BB19 is a hot topic of discussion

Post details:

બિગ બૉસ સીઝન-19 હવે રંગત જમાવી રહ્યો છે ત્યારે ઘમા થઈ રહેલી દલીલો દર્શકોમાં ચર્ચાનો વિષય બની રહી છે. દરમિયાન અભિનેત્રી અને નર્સ શિખા મલ્હોત્રાનો એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તાન્યા મિત્તલ અને કુનિકા સદાનંદની રીતભા અંગે પણ પ્રશ્નો ખડા કર્યા હતા. બિગ બૉસ સીઝન-19 શરૂઆતથી શિખા મલ્હોત્રા રુમર્ડ વાઇલ્ડ કાર્ડ કન્ટેસ્ટંટ તરીકે સમચારોમાં ચમકી રહી છે.
શિખાએ બને પર ચોર ચોર મસિયાઈ ભાઈ જેવો ટોણો મારવાની સાથે તેમને મિસલિડિંગ ફેમિનિઝમ હોવાનું જણાવ્યું. એણે કહ્યું કે અસલી નારીવાદ બરબરીઅને જવાબદારીની વાત કરે છે નહીં કે માત્ર ઉહાપોહ કરવો કે ખોટા મેસેજ મોકલવાના મંચ તરીકે ઉપયોગ કરવા માટે.
શિખાની આ ટિપ્પણી માત્ર બિગ બૉસના દર્શકોમાં જ ચર્ચાનો વિષય નથી બની પણ સોશિયલ મીડિયા પર પણ ઘણી વાયરલ થઈ. ઘણા યુઝર્સે એના અંદાજને ફિયરલેસ સ્ટ્રેઇટ ફોરવર્ડ અને સીધું નિશાન હોવાનું જણાવ્યું.
શિખા મલ્હોત્રાનું નામ શરૂતથી જ BB19ની સંભવિત વાઇલ્ડ કાર્ડ એન્ટ્રીની યાદીમાં સામેલ રહ્યું છે. તાજેતરમાં એક પૉડકાસ્ટમાં જ્યારે એને પૂછવામાં આવ્યું ત્યારે શિખાએ સ્પષ્ટપણે કહ્યું કે, જો તમને કન્ટ્રોવર્સી અને ટ્ર્રલિંગ સામે વાંધો હોય તો આ ઇન્ડસ્ટ્રી તમારા માટે નથી. મને જો બિગ બૉસમાં બોલાવવામાં આવશે તો હું ચોક્સ જઈશ.
અભિનેત્રી હોવાની સાથે શિખા નર્સ પણ છે. શાહરુખ ખાનની ફિલ્મ ફૅનમાં કામ કર્યું હોવા છતાં કોવિડ દરમિયાન ફ્રન્ટલાઇન નર્સ તરીકે સેવા આપવાને પ્રાધાન્ય આપ્યું હતું.

Quick Link

Categories

Keep up to date

Email

By pressing the subscribe button, you confirm that you have are agreeing to our Privacy Policy and Terms of Use.

© 2025, ssoninews. All rights reserved.