0

Share

“ગરબા રમવા ભાડા પર પાર્ટનર મળશે”સોશિયલ મીડિયા પર ફરતી જાહેરાત સામે વિરોધ

Post details:


બોરીવલીના BJP વિધાનસભ્ય સંજય ઉપાધ્યાયે પોલીસ કમિશનરને પત્ર લખી કાર્યવાહીની માંગણી કરી

લવજેહાદની સંભાવના :ડેટિંગઍપ નું નવું નામ:હિન્દૂ સંસ્કૃતિ સાથે છેડછાડ નહીં ચલાવાય : જરૂર પડ્યે ઠોકીશું
મુંબઈ
નવરાત્રી એ આપણી હિન્દૂ સંસ્કૃતિ છે અને તિલક એ આપણી ઓળખ છે જો કોઈપણ તેની સાથે છેડછાડ કરશે અથવા વિકૃત કરવાનું સાહસ કરશે તો તેને છોડીશું નહીં જરૂર પડ્યે ઠોકીશું આવો ઉગ્ર આક્રોશ બોરીવલીના BJP વિધાનસભ્ય સંજય ઉપાધ્યાયે વ્યક્ત કર્યો હતો. કારણ હતું છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયામા ગરબા રમવા ભાડા પર પાર્ટનર મળશે ની જાહેરાત. આવી વ્યક્તિઓને શોધી તેમની પર કડક કાર્યવાહી કરવા તેમણે મુંબઈ પોલીસ કમિશનર ઝોન ૧૧ ૧૨ ના ડીસીપી અને તેમના કાર્યક્ષેત્રમાં આવતા તમામ પોલીસસ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટરને પત્ર લખ્યો છે. ભાજપ ઉત્તર મુંબઈના મીડિયા પ્રભારી અને મહિલા નેતા નીલા સોનીએ પણ એકઃ મહિલા તરીકે આવી જાહેરાત અપમાનજનક જણાવી તેમની પર કઠોર કાર્યવાહી કરવાની માંગણી કરી હતી જેથી ભવિષ્યમાં કોઈ ફરીથી આવી હિમ્મત ન કરે તેમ ઉમેર્યું હતું.

નવરાત્રી આવે અને તમને વિવિધ સ્ટેપ્સ શીખડાવવા ક્લાસીસની ઍડ જોવા મળે જ. પરંતુ છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયામા એક જાહેરાત આવી રહી છે. તમને એકલા ગરબા રમવા ન પડે તે માટે યુવક અથવા યુવતી પાર્ટનર તરીકે ભાડા પર ભરતભરમાં મળશે. આ માટે 1000/ 1500/ 2000/ 3000/ 4500/ અને 6500/ રૂપિયા ચાર્જ થશે સિલ્વર ગોલ્ડ અને પ્લેટીનિયમ સ્કીમ કલાકથી લઈ જરૂર પડ્યે ગરબા પત્યા પછી પણ જરૂરી સેવા મળશે. દેખીતી રીતે જ આ જાહેરાત પાછળનો હેતુ જણાઈ આવે છે. ભૂતકાળમાં એસ્કોર્ટ સર્વિસ વગોવાઈ હતી આવું જ કંઈક આ ઍડ પાછળ છે. ખાસ કરીને સંજય ઉપાધ્યાયે લવજેહાદ અને મહિલાઓની સલામતી જોખમાઈ શકે તેવી શંકા વ્યક્ત કરી હતી. આથી જ આવી જાહેરાત કરનારા વ્યક્તિઓને શોધી કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે.

અસામાજિક તત્વો સામે કઠોર કાર્યવાહી થવી જ જોઈએ:

પિનાકીન શાહ

બોરીવલી વેસ્ટમાં છેલ્લા પાંચ વર્ષથી નવરાત્રીનું આયોજન કરતાં પિનાકીન શાહે જણાવ્યું હતું કે આવી જાહેરાત કરનારા અસામાજિક તત્વો સામે કઠોર કાર્યવાહી જ થવી જોઈયે. આ લોકો હિન્દૂ સંસ્કૃતિનું અપમાન કરે છે જે સહન ન કરી શકાય. રાયગઢ શિવપ્રતિષ્ઠાન બેનર હેઠળ ચીકુવાડીમાં ભૂમી ત્રિવેદી સાથે નવરાત્રીનું આયોજન છે. જો કે VHP ની આવનારી વ્યક્તિને તિલક કરી પ્રવેશ આપવા સાથે તેઓ સહમત નથી આજનું યંગ જનરેશન આ બધામાં નથી માનતું તેમ જ આ કરવું વ્યવહારુ પણ ન હોવાનું પિનાકીન શાહે જણાવ્યું હતું.

Quick Link

Categories

Keep up to date

Email

By pressing the subscribe button, you confirm that you have are agreeing to our Privacy Policy and Terms of Use.

© 2025, ssoninews. All rights reserved.