1

Share

મુંબઈ જનવિકાસ પાર્ટી : મુંબઈગરા માટે રાજકીય વિકલ્પ બની શકે

Post details:

રાજકીય પક્ષો દ્વારા ફક્ત મત મેળવવા ઉપયોગ થાય છે

ગુજરાતીઓ અને અન્ય રાજ્યોના મુંબઈ વિકાસના યોગદાનનો જવાબ લેવામાં આવશે : ભાવેશ આચાર્ય

મુંબઈ:
મુંબઈ શહેરની સ્થાપનાકાળથી દેશની રાજધાની મુંબઈના વિકાસમાં ગુજરાતીઓ તેમજ અન્ય રાજ્યના લોકોનો ફાળો અનન્ય રહ્યો છે. મુંબઈ હમેશાથી એક પચરંગી શહેર રહ્યું છે અહિયાં દેશના દરેક વિસ્તારમાંથી આવીને લોકો વર્ષો પહેલા વસવાટ કરી પેઢી દર પેઢીથી મુંબઇને પોતાનું બનાવ્યું છે અને તેના વિકાસમાં તન મન અને ધનથી ફાળો આપ્યો છે તે નિર્વિવાદ વાત છે તેમ ભાવેશ આચાર્ય એ જણાવ્યું હતું. ભાવેશભાઈ પોતે પત્રકારત્વનો બહોળો અનુભવ ધરાવે છે.
સમય જતાં આ શાંતિપ્રિય પ્રજા અને ઉધ્યોગપતિ ગુજરાતી સમાજ તેમજ અન્ય રાજ્યની પ્રજા સામે કેટલાક લોકોની છૂપી ઈર્ષ્યા અને અસંતોષ ધીમે ધીમે તીવ્ર બનતો રહ્યો છે. મુંબઇમાં રહેતા આ લોકોએ ક્યારેક ને ક્યારેક અને ક્યાંક ને ક્યાંક આ અનુભવ્યુ છે. છેલ્લા થોડા સમયથી આવી પ્રવૃતિ વધી ગઈ છે. જે સમય સમયે જાહેરમાં તેમ જ મીડિયામાં દેખાઈ રહી છે. ક્યારેક કોઈ તોફાની તત્વો કોઈ દુકાનદારની દુકાનમાં ઘસી જઈ મારપીટ કરી લે છે તો ક્યારેક કોઈ વૉચમેન,રિક્ષાવાળાને કે કોઈ વ્યક્તિને પણ સ્થાનિક ભાષા ન બોલવા પર ઘોલધપાટનો માર પડે છે.
તાજેતરમાં રેલવે એનાઉન્સર સાથેની જીભાજોડી ઘણાએ ડિજિટલ મીડિયા પર જોઈ હશે. આવી પરિસ્થિતિ માં લોકોએ પોતાનો રોજબરોજનો ધંધો કેમ કરવો કે કેમ જીવવું તે એક યક્ષ પ્રશ્ન બની ગયો છે. ગુજરાતી કે અન્ય રાજ્યના વર્ષોથી મુંબઈમાં સ્થાયી થયેલા લોકોને મનમાં હમેશા એક છુપો ડર રહે છે ક્યારે કોણ સ્થાનિક તોફાની તત્વો તેને સ્થાનિક ભાષા ન બોલવા પર મારશે નો નહીં ને? આ વરવી હકીકત છે.
સ્થાનિક પ્રજા નાં અમુક તોફાની તત્વો પોતાના અસ્તિત્વ માટે, હિત માટે એક અલગ ચોકો બનાવી લોકોને મુશ્કેલીમાં મૂકી રહ્યા છે તો તેવી જ રીતે મુંબઈના વિકાસમાં,તેની સમૃદ્ધિમાં પેઢીઓથી પોતાનું લોહી રેડી મુંબઇને આજનું મુંબઈ બનાવનાર(આમ જોવા જઈએ તો મુંબઇમાં શેરબજાર હોય,ઝવેરી બજાર હોય,લોખંડ બજાર હોય,કે દવા બજાર હોય ,બિલ્ડર હોય કે અન્ય હોલસેલ બજાર હોય ગુજરાતીઓ અને અન્ય રાજ્યના વેપારીઓ અને ઉધ્યોગપતિઓનો આમાં દબદબો રહ્યો છે તે નિશંક છે) ગુજરાતીઓ અને અન્ય રાજ્યના મુંબઇમાં રહેલા લોકો માટે હવે સવાલ એ છે કે અસ્તિત્વ ટકાવવા શું કરવું . આ તોફાની તત્વો સામે મુંબઈની આ શાંતિપ્રિય પ્રજા એકજાતની લાચારી અનુભવી રહી છે.
મુંબઇમાં રહેતા ગુજરાતીઓ કે અન્ય રાજ્યના મુંબઇમાં રહેતા લોકો માટે તેમના મુંબઇને અનન્ય યોગદાન નો યોગ્ય જવાબ મળે તે હેતુથી ‘મુંબઈ જન વિકાસ પાર્ટી’ ની રચના કરવા જરૂર જણાઈ રહી છે. આ સંગઠન મુંબઇમાં રહેતા ગુજરાતીઓ કે અન્ય રાજ્યના લોકો માટે કામ કરવા પ્રતિબદ્ધ હશે.એક એવું સંગઠન કે જે અન્યાય થતાં લોકો માટે કામ કરશે. આ કોઈ એક વ્યક્તિનું કામ ન બની રહેતા સામૂહિક કામ બની રહે તે જોવાની જવાબદારી આપણી સહુની છે તેમ ભાવેશ આચાર્યનું માનવું છે.
અહીંયા આપણે કોઈની સામે લડવું નથી કે કોઈના હક પર તરાપ નથી મારવી પણ આપણા પોતાના હક્ક માટે લડવું છે. આ માટે સત્તામા ભાગીદારી અનિવાર્ય છે. તમારો અવાજ ઉપર સુધી પહોંચાડવા અને એકઃ નાગરિક તરીકેની મૂળભૂત સુવિધા મેળવવા આટલુ તો કરવું જ રહ્યું. અને આથી જ કોઈ એક ના હાથનું રમકડું બનવા કરતાં પોતાનો જ અવાજ બુલંદ કરવા મુંબઇ જનવિકાસ પાર્ટી. જે તમારો અવાજ બની તમારી સમસ્યાનું યોગ્ય નિવારણ લાવે આ પ્રશ્ન છે ભાવેશ આચાર્યનો.
આ માટે મુંબઈના ગુજરાતીઓ અન્ય રાજ્યના લોકોનો સહકાર અનિવાર્ય છે.
આ સમુદાય સાથે સંલગ્ન સંસ્થાઓ,પક્ષાપક્ષીથી દૂર રહી રાજકીય આગેવાનો,જ્ઞાતિના મંડળો આગળ આવે તે માટે એકલવીર ભાવેશ આચાર્ય નો અનુરોધ છે. આ માટે એક જ સૂત્ર યાદ આવે કે, ‘ONE HAS TO DO,WHY NOT ME?’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Quick Link

Categories

Keep up to date

Email

By pressing the subscribe button, you confirm that you have are agreeing to our Privacy Policy and Terms of Use.

© 2025, ssoninews. All rights reserved.