મુંબઈમાં એક રિક્ષા ચાલક પર બુરખો પહેરી વસુલી કરવા જતા ભારે પડ્યુ હતુ. ત્રણ મુસાફરોએ ભાડું ન ચૂકવવાથી નારાજ થયેલા એક રિક્ષા ચાલકે પૈસા પાછા મેળવવા માટે બુરખો પહેરીને પોતાને છુપાવવાનું નક્કી કર્યું. પરંતુ તેનો વિચાર કામ ન આવ્યો. કારણ કે સ્થાનિક લોકોએ તેને બાળકનું અપહરણ કરનાર સમજીને માર માર્યો. આ ઘટના સોમવારે (૨૨ ડિસેમ્બર) ના રોજ વિક્રોલીના પાર્કસાઇટ વિસ્તારમાં બની હતી.પોલીસના જણાવ્યા અનુસાર, બે દિવસ પહેલા તૌસિફ મોહમ્મદ શેખ ત્રણ મુસાફરોને તેની રિક્ષામાં પાર્કસાઇટ લઈ ગયો હતો. પરંતુ નાની દલીલને કારણે, ત્રણેય મુસાફરો ભાડું ચૂકવ્યા વિના ભાગી ગયા.શેખ ત્રણેય મુસાફરો પાસેથી ભાડું વસૂલવા માટે મક્કમ હતો અને બુરખો પહેરીને પોતાનો વેશ બદલી નાખ્યો. પરંતુ આ યુક્તિ કરવા જતા તેને ભારે પડી હતી.. સ્થાનિક લોકોને શેખ પર શંકા ગઈ અને તેણે પહેરેલા જીન્સ અને જૂતા પરથી તેની સાચી ઓળખ બહાર આવી.એક અધિકારીના જણાવ્યા અનુસાર, પાર્કસાઇટ વિસ્તારમાં એક મસ્જિદ પાસે લોકો ભેગા થયા અને શેખને ભારે માર માર્યો. એવું પણ કહેવાય છે કે તે સમયે શેખ નશામાં હતો. લોકોને શંકા હતી કે શેખ બાળક ચોર છે. ટોળાના ચુંગાલમાંથી બચાવ્યા બાદ, પોલીસે શેખને પોલીસ સ્ટેશન લાવી. આ સંદર્ભમાં કેસ નોંધવામાં આવ્યો છે.
પૈસા વસુલવા માટે બુરખો પહેરતા ભારે થઈ ,, લોકોએ તેને બાળકનું અપહરણ કરનાર સમજીને માર માર્યો
Post details:
- by Soni
- Date December 24, 2025
- 279 Views
- 1 minute read
ફિલ્મ ‘બારાહસિંઘા’ પુત્રને આપેલું વચન પૂરું કરવા પિતાનો સંઘર્ષ
By
Soni
July 30, 2026
नन्हे बच्चों को ‘गोमांस’ खाने की अजीब सलाह!
By
Soni
June 18, 2026
મ્યુનિસિપલ વહીવટીતંત્રે કોન્ટ્રાક્ટરને ૯.૨૫ કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યોમુંબઈ પ્રતિનિધી.
By
Soni
June 15, 2026
પંઢરપુરના શ્રી વિઠ્ઠલની મૂર્તિને નુકસાન થશે તો મંદિર સમિતિ અને પુરાતત્વ વિભાગ સામે ફોજદારી ગુનો દાખલ કરીશું !
By
Soni
June 18, 2026
“સત્યમેવ જયતે ખેડૂત કપ ૨૦૨૬”: કૃષિ પરિવર્તન માટે એક જન આંદોલન૫૦ લાખ ખેડૂતોને જૂથ ખેતીમાં લાવવાનો સંકલ્પ- મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ
By
Soni
June 29, 2026
