અમદાવાદની શનિવારી સાંજની ઠંડકમાં મારા નવા પુસ્તક ‘સરહદનો સુપરકોપ’ના વિમોચનમાં સૌથી મોટી સરપ્રાઇઝ આપી ‘મુંબઈ સમાચાર’ના તંત્રી અને મિત્ર નીલેશ દવેએ. એકદમ વ્યસ્તતા વચ્ચે આ આગમન અને પ્રેમાળ શબ્દો હ્રદયસ્પર્શી બની રહ્યાં. ગુજરાતના ભૂતપૂર્વ પોલીસ વડા એ. કે. સિંહ અને કથા-નાયક(માજી ડીવાયએસપી) દિલીપ અગ્રાવતે કચ્છમાં પોલીસની કામગીરી આડેના અવરોધોની વિશદ છણાવટ કરવા સાથે પોલીસે મેળવેલી સિધ્ધિ વર્ણવી. એક સમયના સીનિયર અને જુનિયર સાથી વર્દીધારીના એકમેક માટેના સ્નેહ-આદર શબ્દોમાં છલકાતા દેખાયા. ફિલ્મ મેકર જયંત ગિલાટરે ઉદારતાપૂર્વક ‘સરહદનો સુપરકોપ’ અને દિલીપભાઈની હિમ્મતભરી કામગીરીને બિરદાવી. ભૂતપૂર્વ તંત્રી અને મિત્ર વિપુલ વૈધ્યે સંચાલક તરીકે કચ્છ અને કચ્છ ગર્વ લે એવા બે પોલીસ ઓફિસરની અજાણી અને ઉજળી બાજુ રજૂ કરી.ઉપસ્થિત મેદનીએ કાર્યક્રમ માણવા જેટલો જ રસ પુસ્તક ખરીદીમાં લીધો. આ વિમોચન સમારંભની સફળતામાં મહાનુભાવો અને છેક ભુજથી પધારેલા ભાવકો-ચાહકો ઉપરાંત નવભારત સાહિત્ય મંદિર(અમદાવાદ)ના રોનકભાઈ શાહ, કલા સ્મૃતિ અને તુષાર દવેનો મોટો ફાળો છે.હવે ‘સરહદનો સુપરકોપ’ ઉપલબ્ધ છે:https://navbharatonline.com/authors/praful-shah/sarhadno-supercop.html#authorprafulshah#SarhadNoSupercop#GujaratiBook#booklaunch#docunovel #DeelipAgravat
