વિરાર પશ્ચિમના અર્નાલામાં રહેતા એક પરિવાર પર સોમવારે સવારે એક અજાણ્યા વ્યક્તિએ હુમલો કર્યો હતો. આ હુમલામાં પરિવારના ત્રણ સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ગુરુવારે આ કેસમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચ સેલ ૩ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી.
વિરાર પશ્ચિમના અર્નાલા બંધારપાડા ગામમાં રહેતા ગોવારી પરિવાર પર સોમવારે સવારે ૩ વાગ્યે હુમલો કરવામાં આવ્યો હતો. જગન્નાથ ગોવારી (૭૬), લીલા ગોવારી (૭૨) અને નેત્રા ગોવારી (૫૨) ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ કેસમાં અર્નાલા સાગરી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો.
આ સંદર્ભમાં ક્રાઇમ બ્રાન્ચ સેલ ૩ ની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસે ૫૦૦ થી વધુ સીસીટીવીના આધારે આ શોધ કરી હતી અને ટેકનિકલ માહિતીના આધારે, આરોપીની મુંબઈથી ધરપકડ કરવામાં આવી છે. આરોપીનું નામ દિપેશ અશોક નાઈક (૨૯) છે અને તે મુંબઈમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતો હતો. આરોપી અર્નાલાના બંદરપાડાનો રહેવાસી છે અને દેવાને કારણે ચોરી કરવાના ઇરાદે ગોવારી પરિવાર પર હુમલો કર્યાનું પોલિસ તપાસમા બહાર આવ્યુ છે.
પોલીસે માહિતી આપી છે કે નાઈકે કેટલાક લોકો સાથે આર્થિક છેતરપિંડી પણ કરી છે અને તેના પર ૪૦ લાખ રૂપિયાનું દેવું હતું. વધુ તપાસ માટે આરોપીને અર્નાલા સાગરી પોલીસ સ્ટેશનમાં રજૂ કરવામાં આવ્યો છે.
૪૦ લાખનું દેવુ, ચોરીના આરોપસર સિક્યુરિટી ગાર્ડનો પરિવાર પર હુમલો
Post details:
- by Soni
- Date October 10, 2025
- 322 Views
- 1 minute read
INS ત્રિશુલે ઇજિપ્તના એલેક્ઝાન્ડ્રિયા ખાતે પોર્ટ કોલ કર્યો
By
Soni
September 20, 2026
31 જુલાઈએ રિલીઝ થશે રોમેન્ટિક ફિલ્મ ‘દિલ દીવાના હો ગયા’, પ્રમો અને મ્યુઝિક લોન્ચમાં કલાકારોનો ઉત્સાહ જોવા મળ્યો
By
Soni
July 14, 2026
કારગીલ વિજય દિવસ 2026: રક્ષા મંત્રી રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકથી કારગીલ યુદ્ધ સ્મારક સુધી મોટરસાયકલ યાત્રાને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યુ
By
Soni
July 14, 2026
સ્વાદનો ચટાકો :જનતા વેફર્સનું નવું નઝરાણું : મલાડ પૂર્વ હીરાબઝાર પાસે નવું આઉટલેટ શરૂ થયું
By
Soni
July 30, 2026
ઓલ ઈન્ડિયા નૌ સૈનિક કેમ્પ 2026 લોનાવાલાના INS શિવાજી ખાતે સંપન્ન
By
Soni
July 13, 2026
