વસઈમાં એક પછી એક આવા હુમલા અને લૂંટના બનાવો પ્રકાશમાં આવી રહ્યા છે. મંગળવારે વસઈમાં એક જ્વેલર્સ માલિક પર છરીથી હુમલો કરવામાં આવ્યો હતો. અજાણ્યા વ્યક્તિ દ્વારા કરવામાં આવેલા આ હુમલામાં માલિક કાલુ સિંહ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.વસઈ પૂર્વના વાલીવના જય નગરમાં અક્સા બિલ્ડિંગમાં અંબિકા જ્વેલર્સ એક દુકાન છે. દુકાનના માલિક કાલુ સિંહ સવારે રાબેતા મુજબ દુકાન ખોલી હતી.. બપોરે ે૧૨ વાગ્યાની આસપાસ, એક અજાણ્યો વ્યક્તિ દુકાનમાં આવ્યો અને અજાણ્યા કાલુ સિંહ પર છરી વડે હુમલો કર્યો. જેના કારણે કાલુ સિંહ લોહીના ખાબોચિયામાં લથપથ પડી ગયો. હુમલાખોર તાત્કાલિક ઘટનાસ્થળેથી ભાગી ગયો.આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં ભારે ડરનું વાતાવરણ નિર્માણ થયુ હતુ.. લોહીના ખાબોચિયામાં લથપથ પડેલા કાલુ સિંહને સ્થાનિક નાગરિકોએ તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યો હતો. ઘટનાની માહિતી મળતાં, વાલિવ પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ ટીમ અને ઝોન ૨ ના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ પૂર્ણિમા ચૌગુલે શ્રૃંગી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ઘટનાની તપાસ શરૂ કરી હતી. હુમલા બાદ, હુમલાખોરે દુકાનમાંથી કોઈ સામાન લીધો ન હતો, તેથી હવે આ હુમલો લૂંટ માટે હતો કે કોઈ અન્ય કારણોસર તે અંગે ચર્ચા ચાલી રહી છે.આ ઘટના પછી, હુમલાખોરને પકડવા માટે વિવિધ સ્થળોએ નાકાબંધી ગોઠવવામાં આવી છે. એક ખાસ તપાસ ટીમની પણ રચના કરવામાં આવી છે. હુમલાખોર ટૂંક સમયમાં પકડાઈ જશે, એમ ઝોન 2 ના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ પૂર્ણિમા ચૌગુલે-શ્રૃંગીએ જણાવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે દુકાનમાંથી કંઈ ચોરાયું નથી અને સમગ્ર મામલાની તપાસ કરવામાં આવશે.
વસઈમાં ભર બપોરે જ્વેલર્સ માલિક પર છરીથી હુમલો; માલિક ગંભીર રીતે ઘાયલ
Post details:
- by Soni
- Date December 10, 2025
- 281 Views
- 1 minute read
ફિલ્મ ‘બારાહસિંઘા’ પુત્રને આપેલું વચન પૂરું કરવા પિતાનો સંઘર્ષ
By
Soni
July 30, 2026
नन्हे बच्चों को ‘गोमांस’ खाने की अजीब सलाह!
By
Soni
June 18, 2026
મ્યુનિસિપલ વહીવટીતંત્રે કોન્ટ્રાક્ટરને ૯.૨૫ કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યોમુંબઈ પ્રતિનિધી.
By
Soni
June 15, 2026
“સત્યમેવ જયતે ખેડૂત કપ ૨૦૨૬”: કૃષિ પરિવર્તન માટે એક જન આંદોલન૫૦ લાખ ખેડૂતોને જૂથ ખેતીમાં લાવવાનો સંકલ્પ- મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ
By
Soni
June 29, 2026
પંઢરપુરના શ્રી વિઠ્ઠલની મૂર્તિને નુકસાન થશે તો મંદિર સમિતિ અને પુરાતત્વ વિભાગ સામે ફોજદારી ગુનો દાખલ કરીશું !
By
Soni
June 18, 2026
