કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (કૅટ) ના રાષ્ટ્રીય મંત્રી અને અખિલ ભારતીય ખાદ્ય તેલ વેપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી શંકર ઠક્કરએ જણાવ્યું હતું કે એમેઝોન ઈન્ડિયા વર્કર્સ યુનિયન (AIWU), પ્લેટફોર્મ એપ બેઝ્ડ એન્ડ અધર કોમર્સ વર્કર્સ યુનિયન, કન્ફેડરેશન ઓફ ઑલ ઈન્ડિયા ટ્રેડર્સ, અખિલ ભારતીય ખાદ્યતેલ વ્યાપારી મહાસંઘ,GIG વર્કર્સ યુનિયન અને GIG વર્કર્સ એસોસિયેશન (GIGWA) ના બેનર નીચે એકત્ર થઈ, હજારો ગિગ વર્કરો, એમેઝોન વેરહાઉસ કર્મચારીઓ અને વેપારીઓએ આજે સમગ્ર દેશમાં વિશાળ અને સુમેળભર્યા વિરોધ પ્રદર્શન કર્યા.આ અભૂતપૂર્વ રાષ્ટ્રીય મોબિલાઇઝેશન વૈશ્વિક ‘મેક એમેઝોન પે’ અભિયાન સાથે સંકલિત હતું, જેમાં યોગ્ય વેતન, આવશ્યક સામાજિક સુરક્ષા, સુરક્ષિત કામકાજ પરિસ્થિતિ અને ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા થતી મનમાની આઈડી બ્લોકિંગ તથા એલ્ગોરિધમ આધારિત દંડની તરત જ સમાપ્તીની માંગ ઉઠાવવામાં આવી.વિરોધ પ્રદર્શનમાં એમેઝોન, ફ્લિપકાર્ટ, સ્વિગી, ઝોમેટો, ઓલા, ઉબર, રૅપિડો, બ્લુસ્માર્ટ અને અર્બન કંપની સહિત અનેક પ્લેટફોર્મના વર્કરો જોડાયા. દિલ્હી, મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા, પશ્ચિમ બંગાળ, બિહાર અને ઉત્તર પ્રદેશ સહિત દેશના દરજ્જનથી વધુ રાજ્યોમાં એકસાથે પ્રદર્શન યોજાયા, જે પ્લેટફોર્મ તથા વેરહાઉસ વર્કરો દ્વારા અત્યાર સુધીની સૌથી મોટી સંકલિત કાર્યવાહી માની એક છે.દિલ્લીના જંતર-મંતર ખાતે, સેકડો કર્મચારીઓએ ઘટતી કમાણી, વધતી ઈંધણ કિંમત, ઘટતા પ્રોત્સાહનો, AI આધારિત મોનિટરિંગ અને કઠોર પ્રોડક્ટિવિટી લક્ષ્યો અંગે પોતાની પીડા વ્યક્ત કરી. ગીગ ડબલ્યુએ એનસીઆર સંકલનકારી વંદના નારંગે “ચુપ્પી તોડવા” અને આઈડી બ્લોક થવાની ધમકીઓ છતાં જાહેર વિરોધમાં જોડાવવા બદલ કામદારોના સાહસની પ્રશંસા કરી. ડિલિવરી વર્કર મોહિતે સામાજિક સુરક્ષા સંહિતામાં માત્ર ગિગ વર્કરોનો ઉલ્લેખ પૂરતો નથી, પરંતુ વ્યવસાયિક સુરક્ષા અને આરોગ્ય પર તરત ધ્યાન આપવાની જરૂરિયાત છે, એવો ભાર મૂક્યો. બ્યુટિશિયન પરમિંદરે હેરાસમેન્ટ અને ભેદભાવથી મુક્ત, સન્માનજનક કામકાજની પરિસ્થિતિની માંગ કરી. AIWU ના પવને જણાવ્યું કે વર્તમાન વેતન “દારિદ્ર્ય વેતન” છે અને બતાવ્યું કે મેનેજમેન્ટ કેવી રીતે ટૂંકાગાળાના કરારોમાં ફેરફાર કરીને કામદારોને ગ્રેચ્યુઇટી સહિતના લાભ માટે પાત્ર ન રહે તે સુનિશ્ચિત કરે છે, ખાસ કરીને તૃતીય પક્ષ એજન્સી મારફતે નિમણૂક કરાયેલા કર્મચારીઓમાં. પટનામાં કામદારોએ તાજેતરમાં પસાર થયેલા બિહાર પ્લેટફોર્મ-આધારિત ગિગ વર્કર્સ અધિનિયમના ઝડપી અમલીકરણની માંગ સાથે એક જ્ઞાપન સુપરત કર્યું. જયપુરમાં એક દિવસીય ધરણું અને આગ્રામાં બાઈક રેલી સહિતની કાયૅવાહીએ પ્લેટફોર્મ વર્કફોર્સ સામેનાં સંકટની ગંભીરતા દર્શાવી.આ વિરોધને INTUC, AITUC અને BMS સહિતના મહત્વના પરંપરાગત મજૂર સંગઠનોનું પણ મજબૂત સમર્થન મળ્યું, જેઓના નેતાઓએ કામદારોના હક્કોની માંગને બળ આપવા માટે પ્રદર્શનમાં ભાગ લીધો.ભારતની કાર્યવાહી વિશ્વભરમાં યોજાતા ‘મેક એમેઝોન પે’ અભિયાન સાથે સંકલિત હતી, જેનું સહ-સંયોજન UNI Global Union અને પ્રોગ્રેસિવ ઇન્ટરનેશનલ દ્વારા કરવામાં આવ્યું છે. વૈશ્વિક આંદોલન તે વસ્તુને ટારગેટ કરે છે જેને આયોજકો “ટેકનો-સત્તાવાદી ભવિષ્ય” કહે છે—એવી વ્યવસ્થા જેમાં એમેઝોન જેવી Big Tech કંપનીઓ શક્તિ એકત્રિત કરે છે, લોકશાહી નબળી કરે છે અને કામદારોના અધિકારોનો નાશ કરે છે.UNI Global Union ની મહાસચિવ ક્રિસ્ટી હૉફમેનએ કહ્યું, “એમેઝોન, જેફ બેઝોસ અને તેમના રાજકીય સાથીદારો ટેકનો-સત્તાવાદી ભવિષ્ય પર દાવ લગાવી રહ્યાં છે… વિશ્વભરના કામદારો કહી રહ્યા છે—બસ હવે પૂરતું.”પ્રોગ્રેસિવ ઇન્ટરનેશનલના સહ-મહાસંયોજક ડેવિડ એડલરે ભારપૂર્વક જણાવ્યું, “એમેઝોન હવે માત્ર રિટેલર નથી—તે દેખરેખ અને શોષણ પર નિર્મિત એક નવી સત્તાવાદી વ્યવસ્થાનો ખંભો છે.”ગ્રીનપીસ ઇન્ટરનેશનલની સિનિયર કેમ્પેઇનર સના ઘોટબીએ કહ્યું, “અરબપતિઓની માલિકીની એમેઝોન જેવી Big Tech કંપનીઓ આપણા હક્કો માટે વધતો ખતરો છે, કારણ કે તે વિરોધને દબાવે છે અને ધરતીને બરબાદ કરે છે.”મહારાષ્ટ્રની પ્રવૃત્તિઓ1. સ્વદેશી માર્કેટથી બૉમ્બે એક્સચેન્જ સુધી રેલી – સી.એમ. માટે જ્ઞાપન2. ઠાણે બજારના વેપારીઓએ ડીએમ (કલેક્ટર) ડૉ. કૃષ્ણનાથ પંચાલ સાહેબને જ્ઞાપન આપ્યું3. 3. પુણે ડીએમને જ્ઞાપન4. છત્રપતિ સંભાજીનગર ઉપ-શ્રમાયુક્તને જ્ઞાપન5. કોલ્હાપુર ડીએમને જ્ઞાપન6. જાલના ડીએમને જ્ઞાપન7. પરભણી ડીએમને જ્ઞાપનસતત કાર્યવાહી માટે પ્રતિબદ્ધતાએક સંયુક્ત નિવેદન જારી કરતાં, એમેઝોન ઈન્ડિયા વર્કર્સ યુનિયન, પ્લેટફોર્મ એપ બેઝ્ડ એન્ડ અધર કોમર્સ વર્કર્સ યુનિયાન, કન્ફેડરેશન ઓફ ઑલ ઈન્ડિયા ટ્રેડર્સ, અખિલ ભારતીય ખાદ્યતેલ વ્યાપારી મહાસંઘ,GIG વર્કર્સ યુનિયન અને GIGWA એ જાહેરાત કરી કે આ રાષ્ટ્રીય સ્તરનું વિરોધ “કામદારોના હક્કો માટે સતત અભિયાનની માત્ર શરૂઆત છે.”તેમણે સરકારે તરત જ પ્લેટફોર્મ વર્કર સંઘો સાથે ચર્ચા શરૂ કરે તેવી માંગ કરી, પુનરાવર્તન કર્યું કે “ભારતની ડિજિટલ અર્થવ્યવસ્થા એવા કામદારોના શોષણ પર આધારિત ન હોવી જોઈએ જે અદ્રશ્ય અને અસુરક્ષિત રહે છે.”તેમણે નીતિનિર્માતાઓને કરોડો એવા લોકોની ગૌરવ અને જીવનનિર્વાહની સુરક્ષા કરવાની અપીલ કરી, જે દરરોજ આવશ્યક સેવાઓને ચાલું રાખે છે.શંકર ઠક્કરે જણાવ્યું કે આ ઈ-કોમર્સ અને ક્વિક કોમર્સ એટલે કે પ્લેટફોર્મ આધારિત કંપનીઓ માત્ર કામદારો સાથે જ અન્યાય થી કરતી, પરંતુ અનૈતિક રીતોથી વેપારીઓનું વેપાર પણ છીનવી રહી છે અને દેશના કાનૂનોને અવગણીને કામ કરે છે. ભારતના આવકવેરા (રેવન્યુ)ને પણ નુકસાન થાય છે. તેથી ભારત સરકારે તરત જ એક નિયમનકારી સંસ્થા (Regulator) નું ગઠન કરવું જોઈએ અને તે સંસ્થાને મારફતે આવી કંપનીઓ પર નિયંત્રણ લાવવું આવશ્યક છે, નહીં તો દેશના વેપારીઓ અને મજૂરો બંને શોષણનો ભોગ બનતા રહેશે.
