0

Share

અરબી સમુદ્રમાં ઓછા દબાણનો પટ્ટો નિર્માણ થતા રાજ્યમાં ભારે વરસાદની શક્યતામુંબઈ પ્રતિનિધી.

Post details:

અરબી સમુદ્રમાં ઓછા દબાણનો પટ્ટો નિર્માણ થતા રાજ્યમાં ફરી આગામી ત્રણથી ચાર દિવસ ભારે વરસાદની શક્યતા હવામાન ખાતાએ વ્યક્ત કરી છે
મુંબઈમાં અનંત ચતુર્દશીના ભારે વરસાદ પડયા બાદ ભારે ગરમી અને ઉકળાટથી મુંબઈગરા પરેશાન થઈ ગયા છે. બુધવારે સવારના તાપમાનનો પારો ૩૦થી ૩૧ ડિગ્રી વચ્ચે નોંધાઈ રહ્યો હતો. પણ વાતાવરણમા ભેજનું પ્રમાણ વધું હોવાથી અસહ્ય ગરમીનો અનુભવ થઈ રહ્યો છે…
મુંબઈમાં બુધવારે કોલાબામાં મહત્તમ તાપમાન ૩૧.૬ ડિગ્રી અને સાંતાક્રુઝમાં ૩૧.૦ ડિગ્રી નોંધાયું હતું. સવારના સમયમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ અનુક્રમે ૯૦ ટરા અને ૮૭ ટકાની આસપાસ નોંધાયું હતું, ત્યારે આગામી દિવસોમાં મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં ભારે ગરમી અને ઉકળાટને લઈને અરબી સમુદ્રમા ઓછા દબાણનો પટ્ટો નિર્માણ થતા ફરી વરસાદની શક્યતા હવામાન ખાતાએ વ્યક્ત કરી છે.
હવામાન વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ અરબી સમુદ્રના ઈશાન ભાગમાં ઓછા દબાણનો પટ્ટો સક્રિય હોઈ તે ધીમે ધીમે પશ્ર્ચિમ તરફ સરકી રહ્યો છે. તેમ જ બંગાળના ઉપસાગરમાં પણ ચોમાસા માટે પોષક વાતાવરણ તૈયાર થઈ રહ્યું છે. તેથી મહારાષ્ટ્રના મરાઠાવાડા, વિદર્ભમાં વરસાદની હાજરી રહી હતી. આગામી ચારથી પાંચ દિવસ દરમ્યાન મુંબઈ, થાણે સહિત રાજ્યના અનેક જિલ્લામાં વરસાદની શક્યતા છે.

Quick Link

Categories

Keep up to date

Email

By pressing the subscribe button, you confirm that you have are agreeing to our Privacy Policy and Terms of Use.

© 2025, ssoninews. All rights reserved.