મુંબઇને અડીને આવેલા મીરા ભાયંદર ના ઉત્તન મા ૧૬ જાન્યુઆરીએ મહાપાલિકા ચૂંટણી પરિણામ પછી ફિશ માર્કેટ બનાવવામાં આવશે તેવી જાહેરાત મહારાષ્ટ્રં સરકારના મંત્રી નિતેશ રાણે એ કરી હતી આ પ્રસંગે અહીંના બીજેપી સ્થાનિક વિધાનસભ્ય નરેન્દ્ર મહેતા પણ હાજર હતા. ઉત્તનના દરિયાકિનારે કોળી બાંધવો મોટી સંખ્યામાં વસે છે વર્ષોથી તેમની માંગણી છે કે અહીં ફિશ માર્કેટ બને જેથી તેમણે દરિયામાંથી પકડેલી માછલી અને અન્ય જળચર વેચવા બીજે જવુ ન પડે. જો અહીં જ ફિશ માર્કેટ હોય તો તેમને વ્યવસાયમાં સરળતા પડે આથી મતસ્ય ઉદ્યોગ મંત્રી નિતેશ રાણે આવ્યા ત્યારે કોળી સમાજ દ્વારા ફિશમાર્કેટની માંગણી કરવામાં આવી હતી. નિતેશ રાણે એ ખાતરી આપી હતી કે હું દેવાભાવ (મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ નું લાડકું નામ )નો મંત્રી છુ તેમ જ અહીંના ભાજપ વિધાનસભ્ય નરેન્દ્ર મહેતા દ્વારા પણ અહીં ફિશમાર્કેટ ની માંગણી કરવામાં આવી છે. મહાપાલિકા ચૂંટણી પરિણામ પછી ૧૬ જાન્યુઆરીથી અહીં ફિશમાર્કેટનું કામ શરૂ થઈ જશે. રાણે ની જાહેરાતને ઉપસ્થિત મેદની દ્વારા તાળીઓ દ્વારા વધાવી લેવામાં આવી હતી.
