0

Share

મુંબઈમાં વીસેક બાળકોને બંધક બનાવાતા ભયનો માહોલ : આરોપીની ધરપકકડ

Post details:

મુંબઈમાં વીસેક બાળકોને બંધક બનાવાતા ભયનો માહોલ : આરોપીની ધરપકડ
ગુરુવારે મુંબઈમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી, જ્યાં બાળકોને બંધક બનાવવાનો કેસ નોંધવામાં આવ્યો. આ ઘટના આરએ સ્ટુડિયોમાં બની, જ્યાં પહેલા માળે એક્ટિંગના વર્ગો યોજાય છે. એવું કહેવાય છે કે સવારે લગભગ ૧૦૦ બાળકો ઓડિશન માટે પહોંચ્યા હતા. આ દરમિયાન, સ્ટુડિયોમાં કામ કરતા અને યુટ્યુબ ચેનલ ચલાવતા રોહિતે ૧૫ થી ૨૦ બાળકોને બંધક બનાવી લીધા.
અહેવાલો અનુસાર, તે છેલ્લા ચારથી પાંચ દિવસથી ત્યાં ઓડિશન આપી રહ્યો હતો. આજે, તેણે લગભગ ૮૦ બાળકોને પાછા મોકલી દીધા, પરંતુ બાકીના બાળકોને એક રૂમમાં બંધ કરી દીધા. બાળકો બારીઓમાંથી બહાર ડોકિયું કરતા જોવા મળ્યા, જેના કારણે નજીકના લોકોમાં ગભરાટ ફેલાયો.
જોકે પોલીસે આરોપી રોહિત આર્યાની અટક કરી છે. આરોપીએ એક મેસેજમાં જણાવ્યું હતું કે એને અમુક મુદ્દે વાત કરવી છે. હું આતંકવાદી નથી પણ મારે મારા પ્રશ્નનું નિરાકરણ જોઇએ છે. જો એમ ન થયું તો અહીં આગ લગાવી દઇશ. હું મરી જઈશ એની મને ફિકર નથી. આરોપી બે-ત્રણ દિવસોથી બાળકોને ફિલ્મમાં કામ આપવાના નામે ઑડિશન લઈ રહ્યો હતો.
પોલીસે તમામ બાળકોને સહીસલામત છોડાવ્યા છે. અને તેમને મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલ લઈ જવાયા છે

Quick Link

Categories

Keep up to date

Email

By pressing the subscribe button, you confirm that you have are agreeing to our Privacy Policy and Terms of Use.

© 2025, ssoninews. All rights reserved.