વસઈ પૂર્વના એક વેરહાઉસમાં વિવિધ જાણીતી કંપનીઓના નામનો ઉપયોગ કરીને નકલી ઘરગથ્થુ ઉત્પાદનોનું ઉત્પાદન અને વેચાણ કરવામાં આવી રહ્યું હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. આ મામલે નાયગાંવ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.વસઈ પૂર્વમાં કામણ દેવદળ વિસ્તારમા છેલ્લા કેટલાક વર્ષોમાં વિવિધ પ્રકારના કારખાનાઓ સ્થપાયા છે. આ ફેક્ટરીના વેરહાઉસમાં ગેરકાયદેસર ધંધો થતો હોવાનું બહાર આવી રહ્યું છે, ત્યારે એ જ વિસ્તારના મમતા કમ્પાઉન્ડ ખાતેના વેરહાઉસમાં જાણીતી કંપનીઓના નામ અને લોગોનો ઉપયોગ કરીને નકલી ઉત્પાદનોનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું હોવાનું બહાર આવ્યું છે.આ ઘટના ફિલ્ડ મેનેજર તરીકે કાર્યરત શીતલકુમાર ઝાના ધ્યાનમાં આવી. ગુરુવારે ફરિયાદ નોંધાયા બાદ, નાયગાંવ પોલીસે સોમવારે આ સંદર્ભમાં કેસ નોંધ્યો હતો. ત્યારબાદ, પોલીસે અનધિકૃત વેરહાઉસ પર દરોડો પાડ્યો અને નકલી માલ જપ્ત કર્યો. આમાં હેન્ડવોશ, ટૂથપેસ્ટ, જંતુનાશક પદાર્થ, સફાઈ માટે વપરાતું ફિનાઇલ, વાસણ ધોવાનો સાબુ, વાળનું તેલ, જાણીતી કંપનીના નામ અને લોગોવાળા સ્ટીકરો, ૮ લાખ ૮૦ હજાર રૂપિયાની કિંમતના સમાન ઉત્પાદનોના નકલી બોટલો અને બોક્સ જેવા નકલી માલ જપ્ત કરવામાં આવ્યા છે.કોપીરાઈટ એક્ટ હેઠળ સંબંધિત વ્યક્તિઓ સામે નાયગાંવ પોલીસમા કેસ નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલી રહી છે. નકલી ઉત્પાદનો બજારમાં કેવી રીતે આવ્યા? આ પાછળ કઈ ગેંગ સક્રિય છે? પોલીસ આ અંગે પણ તપાસ કરી રહી છે.
વસઈમાં હાર્પિક, ડેટોલ, વિમ જેલ જેવા જાણીતી કંપનીઓના નકલી માલ મળી આવ્યા
Post details:
- by Soni
- Date December 3, 2025
- 337 Views
- 1 minute read
INS ત્રિશુલે ઇજિપ્તના એલેક્ઝાન્ડ્રિયા ખાતે પોર્ટ કોલ કર્યો
By
Soni
September 20, 2026
NCMC કાર્ડધારકો હવે BHIM એપ દ્વારા સરળતાથી ટોપ-અપ કરી શકશે
By
Soni
September 17, 2026
INS NIPUN ભારતીય નૌકાદળમાં શામેલ થઈ
By
Soni
August 31, 2026
10 વર્ષની મહેનત બાદ ‘ભક્તિદ્વાર’ લોન્ચ; અનુપ જલોટાએ કહ્યું – “આ ભક્તિ અને શાંતિનું દ્વાર છે”
By
Soni
September 13, 2026
CSMT ‘નમો એક્સપ્રેસ’ની સીટીથી ગુંજી ઉઠ્યું
By
Soni
September 12, 2026
