0

Share

અભિનેત્રી શિલ્પા શેટ્ટીની મુશ્કેલી વધી! મુંબઈમાં ઘરો પર આવકવેરાના દરોડા

Post details:

બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી તેના નાણાકીય મામલાની સંપૂર્ણ તપાસ બાદ ફરી એકવાર કાનૂની સંકટમાં ફસાઈ ગઈ છે. આવકવેરા વિભાગે તેના મુંબઈ સ્થિત નિવાસસ્થાને દરોડા પાડ્યા છે. સુત્રો દ્રારા જાણવા લળ્યુ છે કે શિલ્પાની માલિકીની ‘બેસ્ટિયન’ રેસ્ટોરન્ટમાં કથિત ટેક્સ અનિયમિતતાઓ અને શંકાસ્પદ નાણાકીય વ્યવહારોની તપાસ માટે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આવકવેરા વિભાગની ટીમ છેલ્લા ઘણા કલાકોથી શિલ્પાના ઘરે છે. તેમજ તેઓ દસ્તાવેજ અને તેની સંબંધિત સંપત્તિની ચકાસણી કરી રહ્યા છે.રસપ્રદ વાત એ છે કે, મુંબઈ ઓપરેશનના એક દિવસ પહેલા, આવકવેરા વિભાગે બેંગલુરુના સેન્ટ માર્ક્સ રોડ પર શિલ્પાના ‘બેસ્ટિયન’ પબ પર દરોડા પાડ્યા હતા. આ પબ શહેરની સૌથી મોંઘી જગ્યાઓમાંથી એક ગણાય છે. પબની કામગીરી અને કર ચૂકવણીની પ્રક્રિયામાં અનિયમિતતાની ફરિયાદોને પગલે આ પગલાં લેવામાં આવ્યા છે. આના કારણે શિલ્પા શેટ્ટી આવકવેરાના રડારમાં આવી હોવાનું કહેવાય છે.દરોડા દરમિયાન, ૧૦ થી વધુ અધિકારીઓની ટીમે રેસ્ટોરન્ટ અને તેની સાથે સંકળાયેલી કંપનીઓના નાણાકીય રેકોર્ડ અને ટેક્સ સંબંધિત દસ્તાવેજો જપ્ત કર્યા હતા. આ તપાસ થકી મોટી કરચોરી બહાર આવશે તેવું અનુમાન છે. શિલ્પા શેટ્ટી પરની આ કાર્યવાહીથી બોલિવૂડ હચમચી ગયું છે. થોડા વર્ષો પહેલા શિલ્પાનો પતિ પણ તપાસના રાઉન્ડમાં સામેલ થયો હતો. . જે બાદ હવે શિલ્પા શેટ્ટી ઈન્કમટેક્સથી ઘેરાઈ ગઈ છે.

Quick Link

Categories

Keep up to date

Email

By pressing the subscribe button, you confirm that you have are agreeing to our Privacy Policy and Terms of Use.

© 2025, ssoninews. All rights reserved.