છઠ પૂજાથી દેશભરમાં ₹38,000 કરોડના વેપારનો અંદાજમુંબઈકોન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ (કૅટ)ના રાષ્ટ્રીય મંત્રી અને અખિલ ભારતીય ખાદ્યતેલ વ્યાપારી મહાસંઘ ના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી શંકર ઠક્કરે જણાવ્યું કે દેશભરમાં ચાર દિવસીય સૂર્ય ઉપાસનાનું મહાપર્વ છઠ પૂજા આખા દેશમાં આસ્થા, શ્રદ્ધા અને ભવ્યતાથી ઉજવાઈ રહ્યું છે. આ પર્વ પર લગભગ 15 કરોડ સ્ત્રી-પુરુષ ઉપવાસ, સ્નાન, અર્ગ્ય અને પૂજાના પરંપરાગત વિધિમાં ભાગ લઈ રહ્યા છે. આ પર્વ ભારતીય સંસ્કૃતિમાં સૂર્યદેવ અને છઠી મઇયાની ઉપાસનાનું અદ્વિતીય ઉદાહરણ છે, જે શુદ્ધતા, સ્વચ્છતા, સંયમ અને આત્મઅનુશાસનનું પ્રતિક છે. એક સમયે માત્ર બિહારના લોકો આ પર્વ ઉજવતા હતા, પરંતુ હવે તે અન્ય રાજ્યોમાં રહેતા લોકો પણ ઉજવે છે, કારણ કે આ પર્વ જેમાં અસ્તાચલ અને ઉદયાચલ સૂર્ય બંનેની ઉપાસના થાય છે, તે ભારતીય સંસ્કૃતિની સમાનતાવાદી ભાવનાનું પ્રતિક છે.કૅટ મુજબ, આ વર્ષે છઠ પૂજાના અવસરે દેશભરમાં આશરે ₹38,000 કરોડ રૂપિયાનો વેપાર થવાનો અંદાજ છે. ગયા વર્ષે આ આંકડો ₹31,000 કરોડ હતો અને 2023માં આશરે ₹27,000 કરોડ હતો. આથી સ્પષ્ટ થાય છે કે દર વર્ષે છઠ પર્વના વેપારમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ રહી છે. જ્યારે મુંબઈ એમએમઆરમાં છઠ પૂજાના પ્રસંગે આશરે 3 હજાર કરોડથી વધુના વેપારની અપેક્ષા છે.દેશના વિવિધ રાજ્ય જેમાં છઠ પૂજા સૌથી ભવ્ય રીતે ઉજવાય છે તેમાં બિહાર, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, દિલ્હી, ઉત્તરાખંડ, હરિયાણા, મહારાષ્ટ્ર, વિદર્ભ અને મધ્ય પ્રદેશનો સમાવેશ થાય છે. તે ઉપરાંત દેશના વિવિધ ભાગોમાં રોજગાર માટે વસેલા પૂર્વાંચલના લોકો પણ પૂરી શ્રદ્ધા સાથે છઠ પૂજા ઉજવે છે.આ વર્ષે મુંબઈ એમએમઆરમાં પણ છઠ પૂજાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં સરકાર અને મનપા દ્વારા અનેક ઘાટોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ઘાટો પર લાખો શ્રદ્ધાળુ પહોંચીને અર્ગ્ય અર્પણ કરી પૂજા કરશે. દેશભરમાં નદી, તળાવ અને જળાશયોના કિનારે છઠ ઘાટોને વિશેષ રીતે સજાવવામાં આવ્યા છે.કૅટના રાષ્ટ્રીય મહામંત્રી તથા દિલ્હી ચાંદની ચોકના સાંસદ પ્રવીણ ખંડેલવાલએ જણાવ્યું કે છઠ પૂજા સાથે સંબંધિત મુખ્ય વસ્તુઓમાં સુપડા, દૌરા, ડલિયા, માટીના દીવા, વાંસ ની ટોકરી, સૂથણી, ફળો જેમ કે કેળા, નાળિયેર, સફરજન, શેરડી, લીંબુ, ઘઉં અને ચોખા નો લોટ, મીઠાઈઓ, પ્રસાદ માટે ઠેકુઆ અને ખજૂર, પૂજા સામગ્રી, સાડી અને પરંપરાગત વસ્ત્રો, સજાવટની સામગ્રી, દૂધ અને ઘી, પૂજા પાત્રો, ટેન્ટ અને સજાવટના સામાન, ટ્રાન્સપોર્ટ અને હોટેલ સેવાઓનો સમાવેશ થાય છે. પરંપરાગત વસ્ત્રો જેમ કે સાડી, લહેંગા-ચુન્ની, સલવાર-કુર્તા (મહિલાઓ માટે) અને કુર્તા-પાયજામા, ધોતી (પુરુષો માટે)ની ખરીદી પણ મોટા પાયે થઈ રહી છે, જેના કારણે સ્થાનિક વેપારીઓ અને નાના ઉદ્યોગોને સીધો ફાયદો મળી રહ્યો છે. સાથે સાથે હસ્તનિર્મિત સ્વદેશી વસ્તુઓ પણ મોટી માત્રામાં વેચાઈ રહી છે.મુંબઈ, જ્યાં મોટી સંખ્યામાં પૂર્વાંચલ સમુદાય વસે છે, ત્યાં છઠ પૂજા ખૂબ ધૂમધામથી ઉજવાઈ રહી છે. શહેરના મુખ્ય બજારોમાં છેલ્લા કેટલાક દિવસોથી છઠ પૂજાની ખરીદી માટે ભારે ભીડ જોવા મળી રહી છે. શ્રદ્ધાળુઓ પરંપરાગત પૂજા સામગ્રીની ખરીદીમાં વ્યસ્ત છે.ખંડેલવાલે કહ્યું કે, “છઠ પૂજા માત્ર ધાર્મિક પર્વ નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિનો અભિન્ન ભાગ છે, જે સામાજિક એકતા અને સમર્પણનું પ્રતિક છે. આ પર્વ વેપારને પ્રોત્સાહિત કરે છે અને સ્થાનિક ઉત્પાદકોને સીધો ફાયદો પહોંચાડે છે. આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વોકલ ફોર લોકલ’ અને ‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પને બળ આપે છે.”તેમણે જણાવ્યું કે છઠ પૂજામાં ઉપયોગ થતી મોટાભાગની વસ્તુઓ સ્થાનિક કારીગરો અને શિલ્પકારો દ્વારા બનાવવામાં આવે છે, જેના કારણે રોજગારના નવા અવસર ઊભા થાય છે અને દેશના કૂટિર ઉદ્યોગોને મજબૂતી મળે છે.*શંકર ઠક્કરે જણાવ્યું કે છઠ પૂજા ભારતીય સંસ્કૃતિની સૌથી પ્રાચીન અને વૈજ્ઞાનિક પરંપરાઓમાંની એક છે, જે પ્રકૃતિ અને માનવ વચ્ચેના ગાઢ સંબંધને દર્શાવે છે. “છઠ પૂજા માત્ર ધાર્મિક આસ્થા નથી, પરંતુ સ્વચ્છતા, પર્યાવરણ રક્ષણ, આત્મસંયમ અને સામાજિક એકતાનું પર્વ છે. આ પર્વ પર દેશના વેપારીઓ ‘સ્વદેશી ઉત્પાદનો’ની વેચાણને પ્રોત્સાહન આપી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘આત્મનિર્ભર ભારત’ અને ‘સ્વાવલંબી ભારત’ના અભિયાનને મજબૂત કરી રહ્યા છે.”**તેમણે વધુમાં જણાવ્યું કે છઠ પૂજાના અવસરે મુંબઈ સહિત દેશભરના બજારોમાં ભારે રોનક છે અને આ પર્વ માત્ર આસ્થાનું પ્રતિક નથી, પરંતુ ભારતની આર્થિક અને સાંસ્કૃતિક એકતાનો સંદેશ પણ આપે છે.*
