0

Share

મુંબઈ કોમિક કોન 2026માં રાજ કોમિક્સનો ધમાકો , ‘ભારત આત્મા સ્ટુડિયો’ હેઠળ બે ઐતિહાસિક કોમિક્સનું ભવ્ય લોન્ચિંગ

Post details:

મુંબઈ: મુંબઈના જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે આયોજિત મુંબઈ કોમિક કોન 2026 માં કોમિક્સ પ્રેમીઓ માટે એક ખાસ અને યાદગાર ક્ષણ સર્જાઈ હતી. ભારતીય સુપરહીરો નાગરાજ, સુપર કમાન્ડો ધ્રુવ, ડોગા અને બંકેલાલ માટે જાણીતી રાજ કોમિક્સે પોતાના નવા ઇમ્પ્રિન્ટ “ભારત આત્મા સ્ટુડિયો” હેઠળ બે ઐતિહાસિક કોમિક પુસ્તકોનું ભવ્ય લોન્ચિંગ કર્યું.

આ ખાસ કોમિક્સ ગીતકાર અને લેખક વિષ્ણુ શર્મા દ્વારા લખવામાં આવ્યા છે અને દેશભક્તિ, ઇતિહાસ તથા ભારતના સાંસ્કૃતિક વારસાને આધુનિક કોમિક્સ શૈલીમાં રજૂ કરવાનો પ્રયાસ કરે છે.

મોદીજીના કવરવાળી કોમિક બની ચર્ચાનો વિષય

આ લોન્ચનું સૌથી મોટું આકર્ષણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છબી ધરાવતી કોમિક બુક રહી.

આ કોમિકનું કવર મોદીજીના 75મા જન્મદિવસ નિમિત્તે પ્રથમ વખત અનાવરણ કરવામાં આવ્યું હતું. કોમિક ભારતીય ક્રાંતિકારી અને સ્વાતંત્ર્ય સેનાની શ્યામજી કૃષ્ણ વર્માના જીવન પર આધારિત હોવાનું જણાવાયું છે.

કવર પર મોદીજીના હાથમાં દર્શાવવામાં આવેલ અસ્થિકલશ ખાસ ઐતિહાસિક ઘટનાનો સંદર્ભ આપે છે, જેના કારણે યુવાનો અને ઇતિહાસપ્રેમીઓમાં ભારે ઉત્સુકતા જોવા મળી.

“માત્ર મનોરંજન નહીં, સાંસ્કૃતિક મિશન”

રાજ કોમિક્સના સહ-સ્થાપક સંજય ગુપ્તાએ જણાવ્યું કે ભારત આત્મા સ્ટુડિયોનો ઉદ્દેશ માત્ર કોમિક્સ દ્વારા મનોરંજન પૂરું પાડવાનો નથી.

તેમણે કહ્યું કે સ્ટુડિયોનો હેતુ ભારતના ભૂલી ગયેલા ક્રાંતિકારીઓ, ઐતિહાસિક નાયકો અને સાંસ્કૃતિક વારસાને નવી પેઢી સુધી આધુનિક માધ્યમો દ્વારા પહોંચાડવાનો છે.

સંજય ગુપ્તાએ વધુમાં જણાવ્યું કે વડાપ્રધાન મોદીના 75મા જન્મદિવસ પર આ ખાસ કવર લોન્ચ કરવાની પ્રેરણા તેમને કેન્દ્ર સરકારની “વેવ્સ” પહેલમાંથી મળી હતી.

“ભારત કે વીર”થી “ધર્મ કે યોદ્ધા” સુધી અનેક પ્રોજેક્ટ્સ

ભારત આત્મા સ્ટુડિયોના પ્રકાશક વાસુ ગુપ્તાએ આ પહેલને “સાંસ્કૃતિક મિશન” ગણાવ્યું.

તેમણે જણાવ્યું કે નજીકના ભવિષ્યમાં સ્ટુડિયો “ભારત કે વીર”, “પૌરાણિક કથાયેં”, “ભારત કે ભૂલે-બિસરે નાયક”, “રાજ્ય-યુદ્ધ ગાથાયેં”, “બાલ ગાથા”, “પાઠશાળા વિરાસત”, “મિટ્ટી કી આવાઝ” અને “ધર્મ કે યોદ્ધા” જેવી અનેક વિશાળ શ્રેણીઓ લોન્ચ કરવાની તૈયારીમાં છે.

વિષ્ણુ શર્માનો કોમિક્સ જગતમાં ખાસ પ્રવેશ

લેખક વિષ્ણુ શર્મા માટે આ કોમિક્સ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ પ્રવેશ માનવામાં આવી રહ્યો છે.

સાહિત્ય, ઇતિહાસ, ગીતલેખન અને પત્રકારત્વ ક્ષેત્રે લાંબા અનુભવ ધરાવતા વિષ્ણુ શર્માનું પુસ્તક “ગુમનામ નાયકો કી ગૌરવશાળી ગાથાયેં” પહેલેથી જ લોકપ્રિય બની ચૂક્યું છે.

તેમણે અગાઉ નીલેશ મિશ્રાના લોકપ્રિય શો “યોદ્ધા” માટે પણ લેખન કાર્ય કર્યું છે.

“નાગરાજ અને ધ્રુવનો ફેન, હવે તેમની દુનિયામાં લેખક”

વિષ્ણુ શર્માએ જણાવ્યું કે તેઓ બાળપણથી જ નાગરાજ અને સુપર કમાન્ડો ધ્રુવના મોટા પ્રશંસક રહ્યા છે.

તેમણે કહ્યું કે રાજ કોમિક્સના બ્રહ્માંડ સાથે લેખક તરીકે જોડાવું તેમના માટે એક ભાવનાત્મક અને યાદગાર અનુભવ છે.

મુંબઈ કોમિક કોનમાં થયેલા આ લોન્ચને ભારતીય કોમિક્સ ઉદ્યોગમાં ઇતિહાસ અને દેશભક્તિ આધારિત નવી દિશા તરીકે જોવામાં આવી રહ્યું છે.

Quick Link

Categories

Keep up to date

Email

By pressing the subscribe button, you confirm that you have are agreeing to our Privacy Policy and Terms of Use.

© 2025, ssoninews. All rights reserved.