મુંબઈ / કચ્છ
ગુંદાલા તાલુકા પંચાયત બેઠક માટે ઉમેદવારીને લઈને સમર્થનનો માહોલ
મુંબઈના સામાજિક અગ્રણી અને બોરીવલી બિઝનેસ એસોસિએશનના સંસ્થાપક ટ્રસ્ટી શ્રી મુકેશભાઈ મહેતા તથા આહીર સમાજના અગ્રણી શ્રી જખુભાઈ આહીર બંનેએ સમાજસેવાને પ્રાથમિકતા આપી સમાજમાં વિશેષ પ્રતિષ્ઠા હાંસલ કરી છે. ગામના વિકાસ માટે સ્વખર્ચે સોલાર લાઇટોની સ્થાપના, શિવમંદિરનું નિર્માણ અને નાતજાતના ભેદ વગર દરેક જરૂરિયાતમંદને મદદરૂપ થવાની તેમની કામગીરી સમાજ માટે પ્રેરણારૂપ બની છે.
આ સેવાભાવનો સંસ્કાર આગળ વધારતા જખુભાઈ આહીરના સુપુત્ર સ્વ. જયેશભાઈ જખુ આહીર પણ સમાજસેવામાં સક્રિય રહ્યા હતા. ગૌરક્ષા હોય કે ગરીબ લોકોની મદદ, તેમણે દરેક ક્ષેત્રમાં પોતાની ઓળખ “૧૦૮” જેવી સેવા ભાવનાથી બનાવી હતી. તેઓ ગુંદાલા ગામના સરપંચ તરીકે પણ ચૂંટાયા હતા અને આહીર સમાજની પ્રાંત એરિયા બોડીમાં પ્રમુખ પદે રહી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરી હતી.
તેમનું જીવનમંત્ર “સેવા પરમો ધર્મ” અને “રાષ્ટ્ર પ્રથમ” હતું, અને જીવનના અંતિમ ક્ષણ સુધી તેઓ સમાજસેવામાં નિરંતર જોડાયેલા રહ્યા.
હાલ તેઓ આપણી વચ્ચે નથી, પરંતુ તેમની સેવાકીય પરંપરાને તેમની ધર્મપત્ની જયશ્રીબેન જયેશ આહીર આગળ વધારી રહ્યા છે. સમાજમાં તેમની સક્રિયતા અને સેવાભાવને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા તેમને મુન્દ્રા તાલુકા પંચાયતની ગુંદાલા બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
આ સંદર્ભમાં શ્રી મુકેશભાઈ મહેતાએ જણાવ્યું કે, “જયેશભાઈની સેવાકીય પ્રવૃત્તિઓના અમે સાક્ષી છીએ. હવે તેમની પરંપરાને આગળ વધારવા માટે આપણે સૌએ સાથે મળી જયશ્રીબેનને જીતાડવી જોઈએ, જેથી સમાજસેવાનું કાર્ય અવિરત ચાલુ રહી શકે.”
તેમણે સમાજના તમામ વર્ગોને અપીલ કરી કે આવા સેવાભાવી પરિવારને સમર્થન આપીને તેમની કામગીરીને બિરદાવવી જોઈએ.
