નીલ સોની મુંબઈ
જો તમે ગુજરાતના દરિયાકિનારે આવેલા દ્વારિકાધીશના દર્શન કરવા ન જઈ શકતા હોય તો વિરાર પશ્ચિમમાં અરવલ્લી પર્વત અને કુદરતના સાનિધ્યમાં સિંહાસન પર બિરાજમાન દ્વારિકાધીશના દર્શન કરી શકો છો. આબેહૂબ દ્વારિકા મઁદિર અહીંયા બન્યું છેઃ વસઈ વિરારના ભૂતપૂર્વ મેયર અને કટ્ટર કૃષ્ણભક્ત પ્રવિણાબેન ઠાકુર હિતેન્દ્રભાઇ ઠાકુર દ્વારા અહીંયા દ્વારિકાધીશ મઁદિર બનાવાયું છેઃ ૫૬ પગથિયાં ચઢી ગણપતિ બાલકૃષ્ણ સિંહાસન પર બિરાજમાન દ્વારિકાધીશ સાથે સફટીકનું વિશાળ શિવલિંગ છેઃ અને એકવીરા માતાની મૂર્તિ છેઃ તો દ્વારકાધીશના મસ્તક પર ઉપર શક્તિમાતા બિરાજમાન છેઃ સાથે મઁદિરની પ્રદીક્ષણા કરતાં સમયે તમને શ્રીકૃષ્ણના ૧૦૮ નામ અને ૧૮ જીવનલીલા દ્રષ્યમાન થાય છેઃ આમ તમારી ૧૦૮ મણકા પુરા થાય છેઃ તો નીચે શિવલિંગ અને ૐ નો નાદ છેઃ જે ધ્યાનકેન્દ્ર છે તેમ પ્રવિણાબેન જણાવ્યું. આ ઉપરાંત અહીંયા ગોવર્ધન પર્વત પણ છે જેની પરિક્રમા માર્ગમાં વ્રજના તમામ લીલા સ્થળની માટી લાવવામાં આવી છે ઉપરાંત અહીંયા આવેલા તમામ યાત્રાધામની પ્રતિકૃતિ છે. આમ સાક્ષાત દ્વારિકાધીશ અહીંયા છે. જો કે ભગવાન સતત ઉભા રહી થાકી ન જાય તે માટે પ્રવિણાબેને રાજાને સિંહાસન પર બિરાજમાન કર્યા છે.
છેલ્લા ૨૫ વર્ષથી પ્રવિણાબેન વર્ષના છેલ્લા ડિસેમ્બર અને નવાવર્ષના જાન્યુઆરી પહેલા સપ્તાહમાં દ્વારકા જઈ દ્વારિકાધીશના દર્શન કરતાં હતા આ નીયમ ભંગ નથી થયો પરંતુ તેમને વિચાર આવ્યો કે ક્યારેક હું દ્વારકા ન જઈ શકું તો? આથી તેમણે દ્વારકાધીશને અહીં વિરારમાં બિરાજવા કહ્યું. આ માટે તેમણે હિતેન્દ્રભાઇ અને ઘરના સભ્યો સાથે ચર્ચા કરી નાનું દ્વારકાધીશનું મઁદિર બનાવવા પ્રસ્તાવ મુક્યો તો હિતેન્દ્રભાઇએ કહ્યું નાનું મઁદિર શામાટે વિશાળ મઁદિર બનાવીયે જેથી તમામ ભક્તોને લાભ મળે. અને શરૂ થયું અભિયાન.
જો કે આ માટે જમીન મેળવવી સહેલી નહોતી અનેક વિઘ્નો આવ્યા. આથી પ્રવિણાબેને દ્વારકાધીશને કહ્યું તારે પરીક્ષા લેવી છે તો લે પણ મારી પણ ભક્તિની જીદ છે જ્યાં સુધી તું અહીંયા નહીં આવે ત્યાં સુધી હું સ્ત્રીઓને માનીતો શણગાર નહીં પહેરું તમામ સોનાના દાગીના પણ નહીં પહેરું. ૧૨ વર્ષ વીતી ગયા અને આખરે ભક્તની ભક્તિની ઝિદ સામે દ્વારિકાધીશ પ્રસન્ન થયા અને વિરાર પશ્ચિમમાં પર્વત અને કુદરતના ખોળે આવેલી જમીન પર ભૂમીપૂજન થયું. ૨૬ નવેમ્બર ૨૦૨૫ના રોજ આબેહૂબ દ્વારકાધીશ અને મઁદિર અહીંયા પ્રાણપ્રતિષ્ઠા સાથે બિરાજમાન થયા. સાથે ગોવર્ધન પર્વત પરિક્રમા ઉપરાંત મઁદિરમાં ગણેશજી શિવજી એકવીરામાતા અને ઉપર શિખર પર શક્તિમાતાની સ્થાપના થઈ. આજે રોજ સવાર સાંજ અને રાત્રે આરતી ભજન થાય છે જેના દર્શન કરવા હજ્જરો ભક્તો આવે છે.
ભવિષ્યમાં અહીં ધર્મશાળા વૃદ્ધાશ્રમ અનાથઆશ્રમ પણ બનાવવામાં આવશે તેમ પ્રવિણાબેને જણાવ્યું હતું. સાથેસાથે મઁદિરની આસપાસ ચારેબાજુ કદમ્બ આસોપાલવ અને અન્યો વૃક્ષ વાવવામાં આવી રહ્યા છે. સંધ્યાતણે આથમતો સૂર્યનું સંધ્યા અને રાત્રે રોશનીમાં મઁદિર પરિસર ઝળી ઉઠે છે અને જે અદ્ભૂત દ્રશ્ય સર્જે છે. રાત્રે ૯ વાગે શયનની આરતીમાં મનને શાંતિ મળે છે.
પ્રવિણાબેન અને હિતેન્દ્રભાઇની પ્રેમકથા પણ રોચક છે કોલેજમાં ભણતા સમયે તેમના સિનિયર હિતેન્દ્રભાઇ સાથે પ્રેમ થયો જો કે પ્રવિણાબેનના રાજપૂત પરિવારને ક્ષત્રિય પરિવાર સાથે આ સમ્બન્ધ કબૂલ નહોતો આથી ભાગીને લગ્ન કર્યા. એક વર્ષ સુધી પ્રવિણાબેનના પરિવારે અબોલા રાખ્યા પણ નાણાં કરતાં વ્યાજ વ્હાલું હોય તેમ પુત્ર ક્ષિતિજના જન્મ પછી બન્ને પરિવાર વચ્ચે સુમેળ થયું.
રાધાકૃષ્ણની આ ભક્તે ભજન અને કવિતા સંગીત સાથે સ્વરબ્ધ કર્યા છે. પ્રવિણાબેન રચિત ભજન અહીંયા આરતી સ્વરૂપે ગુંજે છે આ ઉપરાંત તેમણે સરળ કવિતા સ્વરૂપે ભાગવતગીતા અને ભગવત મહાપુરાણ લખ્યું છે જે ટૂંક સમયમાં ભકતો માટે પણ નજીવી કિંમતે ઉપલબ્ધ થશે. તેમના ભજન કવિતા સંગીત સાથે તેમનો પુત્ર જ શૂટ કરવાનું માર્ગદર્શન કરે છે. જે haripriyadwarka youtube અને ઇન્સ્ટાગ્રામ પર ભક્તિરસને પ્રસરાવે છે. તો ચાલો વિરાર દ્વારકાધીશના દર્શન કરવા.



