ગુજરાતી સિનેમામાં 2025નું વર્ષ અનેક રીતે અનોખું અને ખાસ રહ્યું છે. વીતી રહેલા વરસમાં એક અનોખો રેકૉર્ડ પણ નોંધાયો છે. 2025ના વર્ષમાં ઢોલિવુડ 200 કરોડથી વધુની ઇન્ડસ્ટ્રી બની છે. હવે વરસના અંતમાં એક એવી ફિલ્મ આવી રહી છે જે વિદાય લઈ રહેલા વર્ષને યાદગાર બનાવી જશે. ગજ્જર બ્રધર્સ ફિલ્મ્સના બેનર હેઠળ રિલીઝ થઈ રહેલી અજબ ટારઝાનની ગજબ કહાની વરસના આખરી દિવસોને ખુશીઓથી ભરી દેશે. આમેય ફિલ્મની અનોખી થીમ, મજબૂત સ્ટારકાસ્ટ અને આકર્ષક પ્રેઝન્ટેશનને કારણે રિલીઝ પહેલાં જ ચર્ચાનું કેન્દ્ર બનેલી છે. એક ફ્રેશ અને હળકીફુલકી અને મનોરંજનનો ઓવરડૉઝ આપતી ફિલ્મ 14 નવેમ્બર, 2025ના રોજ રિલીઝ થવાની છે.ફિલ્મના નિર્માતા હિતેશ ગજ્જરના જણાવ્યા મુજબ ફિલ્મની વાર્તાના કેન્દ્રમાં છે ટારઝન (અંકિત રાજ રવિન્દ્રન) અને શિક્ષિકા સંધ્યા (વિધિ શાહ). ભૂલમાં જંગલમાંથી શહેરમાં આવી ચડેલા ટારઝનનો ભેટો સંધ્યા સાથે થાય છે. એ સાથે જ ટારઝન પર કબજો જમાવવા માગતા ખલનાયકો પણ મેદાનમાં ઉતરે છે. એટલું જ નહીં, પોતાનો નાપાક ઇરાદો સફળ બનાવવા સ્કૂલના બાળકોનું અપહરણ કરે છે. અને શરૂ થાય છે એક રોમાંચક જંગ. જેમાં એક બાજુ છે શહેરી ખલનાયકો તો બીજી બાજુ છે જંગલથી આવેલો ભલોભોળો નિષ્પાપ નાયક ટારઝન.મૂળ સુરતના બિઝનેસ મેન હિતેશ અને દીપક ગજ્જર તેમના ગજ્જર બ્રધર્સ ફિલ્મ્સના નેજા હેઠળ એક પારિવારિક મનોરંજક ફિલ્મ અજબ ટારઝન કી ગજબ કહાની લઈને આવી રહ્યા છે. નિર્માતાઓનું કહેવું છે કે ફિલ્મને ભવ્યાતભવ્ય બનાવવામાં અમે કોઈ બાંધછોડ કરી નથી. અમારું એક જ લક્ષ્ય છે દર્શકોને ભરપુર મનોરંજન આપવાનું. ભવિષ્યમાં પણ અમે સપરિવાર માણી શકે એવી ફિલ્મોનું નિર્માણ કરતા રહીશું.સુરેશ જોશી લિખિત દિગ્દર્શિત અજબ ટારઝન કી ગજબ કહાનીમાં અંકિત રાજ રવિન્દ્રન અને વિધિ શાહ ઉપરાંત ચેતન દૈયા, નિર્મિત ઠક્કર, જયદીપ શાહ, પરેશ ભટ્ટ, દિનેશ વિસાવે, ગુરુ પટેલ જેવા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ધુરંધર કલાકારો પણ જોવા મળશે.
-
Save
0
Share
- <a data-type="facebook" href="https://www.facebook.com/sharer/sharer.php?u=https://ssoninews.com/the-amazing-story-of-tarzan-a-new-chapter-of-gujarati-family-entertainment/" Facebook
- <a data-type="twitter" href="https://twitter.com/intent/tweet?url=https://ssoninews.com/the-amazing-story-of-tarzan-a-new-chapter-of-gujarati-family-entertainment/&text=અજબ%20ટારઝાનની%20ગજબ%20કહાની%20:%20ગુજરાતી%20પરિવારિક%20મનોરંજનનો%20નવો%20અધ્યાય" Twitter
- <a data-type="pinterest" href="https://pinterest.com/pin/create/button/?media=https://ssoninews.com/wp-content/uploads/2025/12/IMG-20251210-WA0009.jpg&url=https://ssoninews.com/the-amazing-story-of-tarzan-a-new-chapter-of-gujarati-family-entertainment/&description=અજબ%20ટારઝાનની%20ગજબ%20કહાની%20:%20ગુજરાતી%20પરિવારિક%20મનોરંજનનો%20નવો%20અધ્યાય" Pintarest
- <a data-type="blogger" href="https://www.blogger.com/blog-this.g?u=https://ssoninews.com/the-amazing-story-of-tarzan-a-new-chapter-of-gujarati-family-entertainment/&n=અજબ%20ટારઝાનની%20ગજબ%20કહાની%20:%20ગુજરાતી%20પરિવારિક%20મનોરંજનનો%20નવો%20અધ્યાય" Dribbble
અજબ ટારઝાનની ગજબ કહાની : ગુજરાતી પરિવારિક મનોરંજનનો નવો અધ્યાય
Post details:
- by Soni
- Date December 10, 2025
- 285 Views
- 1 minute read
ફિલ્મ ‘બારાહસિંઘા’ પુત્રને આપેલું વચન પૂરું કરવા પિતાનો સંઘર્ષ
By
Soni
July 30, 2026
“સત્યમેવ જયતે ખેડૂત કપ ૨૦૨૬”: કૃષિ પરિવર્તન માટે એક જન આંદોલન૫૦ લાખ ખેડૂતોને જૂથ ખેતીમાં લાવવાનો સંકલ્પ- મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ
By
Soni
June 29, 2026
ભારતીયોએ 3 મહિનામાં 50 ટન જૂનું સોનું વેચ્યું!, 5 મહિનામાં ઐતિહાસિક રૂ. 36,૦૦૦નો ઘટાડો થતાં ફફડાટ
By
Soni
June 29, 2026
બાબુભાઇ ધાનાણી : સ્વ્પ્નને મૂર્તિ અને ચિત્રોમાં સાક્ષાત કંડારે છેગુજરાતી કલાકારની કૃતિ ૩.૫૧ કરોડ રૂપિયામાં વેચાઈ
By
Soni
July 1, 2026
भाजयुमो मुंबईतर्फे ७ ठिकाणी ‘मन की बात – Gen Next सोबत’ कार्यक्रमाचे उत्साहात आयोजन
By
Soni
June 28, 2026
