0

Share

મુઘલ ઈતિહાસને અભ્યાસથી દુર કરવાથી ભારતનો ઇતિહાસ બદલી શકાશે ?

Post details:



રાષ્ટ્રીય શૈક્ષણિક અનુસંધાન અને પ્રશિક્ષણ પરિષદ(એનસીઈઆરટી)એ તેના બારમા ધોરણના ઇતિહાસના પાઠ્યપુસ્તકમાંથી મુગલ સામ્રાજ્ય સંબંધી પાઠ હઠાવી દીધો છે. એ ઉપરાંત બીજા ફેરફાર પણ કરવામાં આવ્યા છે અને એ બાબતે હવે વિવાદ સર્જાયો છે. એનસીઈઆરટીએ બારમા ધોરણ માટેનું ઇતિહાસનું પુસ્તક ‘થીમ્સ ઓફ ઇન્ડિયન હિસ્ટ્રી’ શીર્ષક સાથે ત્રણ ભાગમાં પ્રકાશિત કર્યું છે. તેના બીજા ભાગમાંનો પાઠ નવ રાજા અને ઇતિહાસ, મુગલ દરબાર હવે પાઠ્યપુસ્તકમાંથી કાઢી નાખવામાં આવ્યો છે. એનસીઈઆરટીની વેબસાઈટ પર ડાઉનલોડ માટે ઉપલબ્ધ ઇતિહાસના આ નવાં પાઠ્યપુસ્તકોમાંથી મુગલ શાસકો પર કેન્દ્રીત 28 પાનાંનું ઉપરોક્ત પ્રકરણ ગાયબ છે. ભારતના ભૂતપૂર્વ મુસ્લિમ શાસકોને પાઠ્યક્રમમાંથી હઠાવવાના એનસીઈઆરટીના આ નિર્ણયને ભારતીય ઇતિહાસમાંથી મુગલોને હઠાવવાનો પ્રયાસ ગણવામાં આવે છે. બીજી બાજુ એનસીઈઆરટીની દલીલ એવી છે કે વિદ્યાર્થીઓ પરનો બોજો ઘટાડવા માટે આવું કરવામાં આવ્યું છે. જોકે, ઇતિહાસના પાઠ્યપુસ્તકમાં મુગલોનો ઉલ્લેખ હોય તેવાં પ્રકરણો હજુ પણ છે. પાંચમા પાઠમાં પ્રવાસીઓની નજરે ભારત દર્શાવવામાં આવ્યું છે. તેમાં દસમીથી 17મી સદી સુધીના ભારતનો ઉલ્લેખ છે. છઠ્ઠો પાઠ ભક્તિ અને સૂફી પરંપરાઓ પર કેન્દ્રીત છે. તેમાં પણ મુગલ કાળની ઝલક મળે છે. આઠમા પાઠનું શિર્ષક છે ‘ખેડૂત, જમીનદાર અને રાજ્ય, કૃષિ સમાજ અને મુગલ સામ્રાજ્ય’. આ પાઠમાં પણ મુગલકાળનો ઉલ્લેખ છે. એનસીઈઆરટીના પાઠ્યપુસ્તકોમાં કરાયેલા આ ફેરફારની બિન-ભાજપ શાસિત રાજ્યો અને વિરોધ પક્ષોએ ટીકા કરી છે. ઇન્ડિયન એક્સ્પ્રેસ અખબારના એક અહેવાલ મુજબ, રાજસ્થાન, કેરળ અને પશ્ચિમ બંગાળના શિક્ષણ પ્રધાનોએ આ ફેરફારનો જોરદાર વિરોધ કર્યો છે, જ્યારે આંધ્ર પ્રદેશ તેલંગાણા, ઓડિસા અને તામિલનાડુના શિક્ષણ પ્રધાનોએ જણાવ્યું છે કે આ ફેરફારો રાજ્યમાં અમલી બનાવતા પહેલાં તેની ગહન સમીક્ષા કરવામાં આવશે. જોકે, ઉત્તર પ્રદેશ સરકારે આ ફેરફારનું સમર્થન કર્યું છે. ઉત્તર પ્રદેશના સરકારી શાળાઓમાં સપ્ટેમ્બરથી એનસીઈઆરટીના પુસ્તકનો આઠમો પાઠ ભણાવવામાં આવશે. તેમાં મુગલ સામ્રાજ્ય દરમિયાન ભારતના કૃષિ સમાજનો ઉલ્લેખ છે. જોકે, સંપૂર્ણપણે મુગલો પર આધારિત નવમું પ્રકરણ પાઠ્યક્રમની માસિક સમયપત્રકમાંથી ગાયબ છે. એટલે કે શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રથી જ નવા પાઠ્યપુસ્તક મુજબ અભ્યાસ કરાવવામાં આવશે. સાંપ્રદાયિક આધાર પર ઇતિહાસનું લેખન વેગીલું બન્યું છે. એનસીઈઆરટીનાં નવાં પાઠ્યપુસ્તકો તૈયાર થઈને સ્કૂલોમાં જાય છે, ત્યારે અનેક વિદ્યાર્થીઓ, તેમના માતા-પિતા તથા શિક્ષકો તરફથી સૂચનો કરવામાં આવે છે. તેઓ ભૂલ જણાવે છે અને નવાં સૂચનો કરે છે. સામાન્ય રીતે તેને ધ્યાનમાં રાખીને જ પાઠ્યપુસ્તકોમાં ફેરફાર કરવામાં આવતા હોય છે. ઇતિહાસ કે અન્ય વિષયોનાં પાઠ્યપુસ્તકોમાં અગાઉ પણ ફેરફાર કરવામાં આવતા રહ્યા છે. એ ફેરફાર માટે એનસીઈઆરટીના નિષ્ણાતો ચર્ચા કરે છે અને એ પછી પાઠ્યપુસ્તકોના લેખકોને ફેરફારનું સૂચન કરવામાં આવતું હોય છે. પાઠ્યપુસ્તકોમાં ફેરફારના વિવાદ પછી એનસીઈઆરટીની શાખ પર પણ સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. એનસીઈઆરટી એક ખાસ પ્રકારની વિચારધારાને પ્રોત્સાહિત કરવા માટે આવા ફેરફાર કરી રહી હોવાનો આક્ષેપ કરવામાં આવે છે…

ree


Quick Link

Categories

Keep up to date

Email

By pressing the subscribe button, you confirm that you have are agreeing to our Privacy Policy and Terms of Use.

© 2025, ssoninews. All rights reserved.