નીલ સોની, મુંબઈ: ડૉક્ટર Bharat Shah નું નામ આજે મહારાષ્ટ્રમાં સામાજિક સેવા અને આંખોની સારવાર ક્ષેત્રે વિશેષ ઓળખ બની ગયું છે. દ્રષ્ટિ સંબંધિત વિવિધ સારવાર, નિઃશુલ્ક આંખ કેમ્પો અને માનવસેવાના કાર્યો માટે જાણીતા ડૉ. ભરત શાહ હવે મહારાષ્ટ્રને દેશનું પ્રથમ “બ્લાઇન્ડલેસ રાજ્ય” બનાવવાના મિશન પર કાર્યરત છે.
આ મહત્વાકાંક્ષી અભિયાન માટે તેઓ રાજ્ય સરકાર સમક્ષ આધુનિક આરોગ્ય આધારિત વિશેષ પ્રસ્તાવ રજૂ કરવાની તૈયારી કરી રહ્યા છે.
મહારાષ્ટ્રભરમાં હજારો આઈ કેમ્પ
ડૉ. ભરત શાહ દ્વારા રાજ્યભરમાં હજારો નિઃશુલ્ક આઈ કેમ્પો યોજવામાં આવ્યા છે.
મોતિયાનું ઑપરેશન હોય, આંખોની તપાસ હોય કે અન્ય દ્રષ્ટિ સંબંધિત સમસ્યાઓ — તેમની ટીમ અત્યાધુનિક મોબાઇલ વાન અને લેટેસ્ટ મેડિકલ ઉપકરણો દ્વારા દર્દીઓને સ્થળ પર જ સારવાર પૂરી પાડે છે.
જરૂરિયાતમંદ લોકોને વિનામૂલ્યે આંખના ઓપરેશન, દવાઓ અને ચશ્માં પણ આપવામાં આવ્યા હોવાનું જણાવાયું છે.
ટ્રસ્ટને મળ્યો મહારાષ્ટ્રનો સર્વોચ્ચ સન્માન
ડૉ. ભરત શાહ સંચાલિત “સ્વ. વિદ્યાગૌરી સુમનલાલ શાહ ટ્રસ્ટ” ને મહારાષ્ટ્ર રાજ્યનો સર્વોચ્ચ “બેસ્ટ ટ્રસ્ટ” એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
ટ્રસ્ટ દ્વારા આરોગ્ય, સેવા અને સામાજિક કલ્યાણ ક્ષેત્રે કરવામાં આવેલા કાર્યોને વિશેષ માન્યતા મળી રહી છે.
દિલ્હીમાં મળ્યો FOGનો સર્વોચ્ચ એવોર્ડ
તાજેતરમાં દિલ્હીની Taj Palace, New Delhi ખાતે આયોજિત સમારંભમાં ડૉ. ભરત શાહને FOGનો સર્વોચ્ચ એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો.
તેમના સેવાકીય યોગદાનને આરોગ્ય અને સામાજિક ક્ષેત્રે વિશેષ સન્માન મળતું રહ્યું છે.
મીડિયા અને સમાજ માટે પણ સેવા
ડૉ. ભરત શાહે મીડિયા ક્ષેત્ર માટે પણ વિશેષ આઈ કેમ્પો યોજ્યા છે.
મુંબઈ ગુજરાતી પત્રકાર સંઘના એક કાર્યક્રમ દરમિયાન તેમણે ઉપસ્થિત સભ્યોને ઉનાળાની ગરમીથી રક્ષણ મળે તે માટે ઉચ્ચ ગુણવત્તાવાળા ગોગલ્સનું વિતરણ કર્યું હતું.
સર્વધર્મ સમભાવનો સંદેશ
દિગંબર જૈન સમાજ સાથે જોડાયેલા હોવા છતાં ડૉ. ભરત શાહ સર્વધર્મ સમભાવની ભાવના સાથે વિવિધ ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓમાં જોડાયેલા રહે છે.
તેઓ જૈન ધર્મના પંચકલ્યાણ પ્રતિષ્ઠા મહોત્સવોમાં સેવા આપે છે તેમજ વિવિધ ધાર્મિક સત્સંગ અને સમાજઉપયોગી ચર્ચાઓમાં સક્રિય ભાગ લે છે.
તેઓ Nayanpadmasagarji Maharaj અને Vishuddha Sagarji Maharaj જેવા જૈન સંતો સાથે સામાજિક અને ધાર્મિક મુદ્દાઓ પર ચર્ચા કરતા પણ જોવા મળે છે.





