
બ્લેન્ક ચેક પર સહી કરાવી લેણીયાતોને અપાયા : બાઉન્સ થતા કેસ કરવાની ધમકી
મુંબઈ
હાલમાં જ નિવૃત થયેલા અથવા થઈ રહેલા લોકોને શેરબઝારની પેની કંપની તેમ જ અન્ય કમ્પનીમાં ડાયરેક્ટર બનાવી ઓછા ઇન્વેસ્ટમેન્ટમાં તગડુ વળતર અપાવવાની લાલચ આપી બ્લેન્ક ચેક પર અને દસ્તાવેજોમા સહી કરાવી છેતરપિંડી કરતી ગુજરાતની ટોળકી મુંબઈમાં સક્રિય થઈ છે. ત્યારબાદ આ ચેકમાં મોટી રકમ ભરી પોતાના લેણીયાતોને આપી બેંકમાં પૂરતું બેલેન્સ ન હોવાને પાછો ફરતા આ ગરજુ લોકોને પોલીસ કોર્ટકેસ અને મીડિયામાં બદનામ કરવાની ધમકી આપી મોટી રકમ વસુલ કરાય છે.
અમદાવાદ બરોડા રાજકોટ ગાંધીનગર અને સુરતની ચોક્કસ ગેંગ મુંબઈમાં તેમના મળતીયાઓ સાથે મળી આ કૌભાંડ આંચરે છે. ખાસ કરીને નિવૃત થયેલા અથવા થનારા લોકો સાથે ઓળખાણ કરી ૨૫ હજાર થઈ ૫૦ હજારમાં તેમને કમ્પનીમાં ડાયરેક્ટર બનાવવાની લાલચ આપી તગડા વળતરની વાતોમાં ભોળવે છે.
અહીંથી શરૂ થાય છે આવી બોગસ કમ્પનીનો ખેલ જેનું અસ્તિત્વ જ નથી હોતું.ત્યાર બાદ ડાયરેક્ટર બનનારી વ્યક્તિના તમામ દસ્તાવેજ લઈ બેંકમાં મળતીયા દ્વારા ખાતું ખોલવામાં આવે છે ડાયરેક્ટરની સહી લઈ ચેકબુક આ ટોળકી વ્યવહાર કરવાના બહાને પોતાની પાસે રાખે છે અને જરૂર પડ્યે પોતાના મળતીયાઓને મોટી રકમ લઈ આપી ડે છે ખાતામાં બેલેન્સ ન હોવાને કારણે ચેક પાછો ફરે છે અને હવે આ વ્યક્તિને ચેક જમા કરનાર વ્યક્તિ ફોન કરી નાણાં માંગે છે જો ન આપે તો પોલીસમાં ફરિયાદ કોર્ટમાં કેસ અને મીડિયામાં બદનામ કરવાની ધમકી આપે છે. આ ઉપરાંત ગુજરાતથી મુંબઈ પોલીસ કોર્ટ સમન્સનો ખર્ચો દેખાડે છે. ફક્ત થોડા હજાર રૂપિયાની લાલચમાં આવા હજ્જરો લોકો આ ષડયંત્રનો ભોગ બન્યા છે એટલું જ નહીં મામલાની પતાવટ કરવા દોઢ કરોડ રૂપિયાની પણ માંગણી કરાઈ છે કારણ બ્લેન્ક ચેકમાં રકમ આ ટોળકી પોતાની મુજબ અને ભોગ બનનારાનુ સ્ટેટ્સ જોઈ ભરતી હોય છે.
આવી અનેક ફરિયાદો પોલીસમાં થઈ કોર્ટમાં કેસ ચાલ્યા પણ આ ષડયંત્રમાં ઉપરથી લઈ નીચે સુધીના લોકોની મીલીભગતને કારણે સામાન્ય લોકો ભોગ બને છે. હાલમાં જ સરકારે કેટલાક પગલાં લીધા પણ પરિણામ નથી આવતું. આથી લોકોએ જ જાગૃત થવાનો સમય છે અને આવી લેભાગુ ઓફરથી દૂર રહેવામાં જ સમજણ છે