
મીરા ભાયંદર
ભારતીય જનતા પાર્ટી (ભાજપ), મીરા-ભાયંદર શહેર જિલ્લા દ્વારા ‘સેવા સંકલ્પ અભિયાન’ના ભાગરૂપે જિલ્લા કાર્યાલય ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ અને ‘સેવા જ્યોતિ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં માનનીય શ્રીમતી માધવી તાઈ નાઈક (પ્રદેશ મહામંત્રી અને ધારાસભ્ય), માનનીય શ્રી સંતોષ જનાથે (પ્રદેશ મંત્રી અને મીરા-ભાયંદર જિલ્લા પ્રભારી), માનનીય શ્રી નરેન્દ્ર મહેતા (ધારાસભ્ય, મીરા-ભાયંદર), દિલીપ જૈન (જિલ્લા પ્રમુખ), હસમુખ ગેહલોત (સ્થાયી સમિતિ અધ્યક્ષ અને જૂથ નેતા) અને રવિ વ્યાસ (સદન નેતા) તેમજ કોર્પોરેટરો, મંડળ પ્રમુખો, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં પક્ષના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે, ઉપસ્થિત સૌએ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જીવંત સંબોધન દ્વારા સીધું માર્ગદર્શન મેળવ્યું હતું.
વડાપ્રધાન મોદીના ‘વિકસિત ભારત’ના વિઝનને દ્રઢ બનાવતા, પક્ષના દરેક કાર્યકરે રાષ્ટ્રનિર્માણ, જનસેવા અને વિકાસની યાત્રામાં યોગદાન આપવાનો સંકલ્પ લીધો હતો.
આપણે સૌ સેવા, સુશાસન અને વિકાસ દ્વારા વિકસિત ભારતનું નિર્માણ કરવા માટે પ્રતિબદ્ધ છીએ!
સેવા એ જ અમારી સાધના છે • રાષ્ટ્રસેવા એ જ અમારો સંકલ્પ છે • વિકસિત ભારત એ જ અમારું લક્ષ્ય છે!

