0

Share

વસ્તી વધારામાં ભારત નંબર વન….

Post details:

એપ્રિલના મધ્યમાં, ભારત વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ તરીકે ચીનને પાછળ છોડી દેશે એવી આગાહી કરવામાં આવી હતી, જે સાર્થક બની છે. વર્ષ 2023માં ભારત 142.8 કરોડ લોકો સાથે ચીનને પાછળ છોડીને વિશ્વનો સૌથી વધુ વસતી ધરાવતો દેશ બની જશે. આ આંકડો યુરોપની વસતી (74.4 કરોડ)થી લગભગ બમણો છે. વર્ષ 1960 અને 1980ની વચ્ચે ભારતમાં વસતી ઉછાળો જોવા મળ્યો હતો અને છેલ્લાં 70 વર્ષમાં ભારતની વસતીમાં 100 કરોડથી વધુ લોકો ઉમેરાયા છે. ભારતમાં વસતીવધારો તો છે જ, પણ તેનો દર એટલો વધારે નથી, જેટલો 40 વર્ષ પહેલાં હતો. એશિયાના બન્ને વિરાટ દેશ પૈકીના પ્રત્યેક દેશની વસ્તી 1.4 અબજથી વધુ લોકોની છે અને છેલ્લાં 70થી વધુ વર્ષથી વિશ્વની કુલ વસ્તીનો એક તૃતીયાંશથી વધુ હિસ્સો આ દેશોનો છે. ચીનની વસ્તીમાં આવતા વર્ષથી ઘટાડો થવાની શક્યતા છે. ગયા વર્ષે ત્યાં 1.06 કરોડ બાળકોનો જન્મ થયો હતો, જે મૃત્યુ પામતા લોકોની સંખ્યા કરતાં થોડો વધારે છે અને તે પ્રજનનદરમાં ઝડપી ઘટાડાને આભારી છે. તાજેતરના દાયકાઓમાં ભારતમાં પણ પ્રજનનદરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. અહીં 1950માં પ્રતિ સ્ત્રી બાળકના જન્મનું સરેરાશ પ્રમાણ 5.7નું હતું, જે આજે ઘટીને પ્રતિ સ્ત્રી બે બાળકનું થઈ ગયું છે. જોકે, ભારતમાં પ્રજનનદરમાં ઘટાડોનો દર ધીમો રહ્યો છે. 1947માં સ્વાતંત્ર્ય મળ્યા પછી ભારતની વસ્તીમાં એક અબજથી વધુ લોકોનો ઉમેરો થયો છે અને વધુ 40 વર્ષ સુધી દેશની વસ્તીમાં સતત વધારો થવાની આશા છે, પરંતુ છેલ્લા કેટલાક દાયકાથી તેના વસ્તી વૃદ્ધિદરમાં ઘટાડો થઈ રહ્યો છે અને દેશે ‘વસ્તી વિષયક આપત્તિ’ વિશેની ભવિષ્યવાણીને ખોટી પાડી છે. તેથી ભારતની વસ્તી ચીન કરતાં વધારે થશે તે બાબત હવે ‘ચિંતાજનક’ નથી, એવું વસ્તી વિષયક નિષ્ણાતો જણાવે છે. વધતી આવક તથા આરોગ્ય તથા શિક્ષણની વધતી સુવિધાઓને કારણે ભારતીય મહિલાઓ અગાઉ કરતાં ઓછા બાળકોને જન્મ આપે છે અને વસ્તી વૃદ્ધિને ઘટાડવામાં મદદરૂપ થાય છે. રિપ્લેસમેન્ટ લેવલની સરખામણીએ પ્રજનનદરમાં મોટો ઘટાડો થયો છે. 22 રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશો પૈકીના 17માં પ્રજનનદરનું પ્રમાણ પ્રતિ સ્ત્રી બે બાળકનું થઈ ગયું છે. વધુ વસ્તી ધરાવતા ઉત્તર ભારતીય રાજ્યોની સરખામણીએ દક્ષિણ ભારતીય રાજ્યોમાં જન્મદરમાં ઘટાડાનું પ્રમાણ ઝડપી રહ્યું છે. આ બાબત સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી પરિષદમાં કાયમી સ્થાન મેળવવાના ભારતના દાવાને વધારે મજબૂત બનાવી શકે. સલામતી પરિષદમાં ચીન સહિતના પાંચ દેશો કાયમી સભ્ય છે. ભારત સંયુક્ત રાષ્ટ્રસંઘનું સ્થાપક સભ્ય છે અને સલામતી પરિષદમાં કાયમી સ્થાન માટે તે કાયમ આગ્રહ કરતો રહ્યો છે. ભારતની જનસંખ્યામાં થઈ રહેલું પરિવર્તન પણ સૂચક છે. કેટલીક ખામી હોવા છતાં ગરીબ અને મોટા ભાગે અશિક્ષિત લોકોના દેશમાં કુટુંબનિયોજન દ્વારા “વસ્તી વિષયક સ્વસ્થ સંક્રાંતિ”નું શ્રેય ભારતને જરૂર આપવું જોઈએ. મોટા ભાગના દેશો ઉચ્ચ સાક્ષરતા અને જીવનધોરણ હાંસલ કર્યા પછી આવું કરી શક્યા છે.

ree

Quick Link

Categories

Keep up to date

Email

By pressing the subscribe button, you confirm that you have are agreeing to our Privacy Policy and Terms of Use.

© 2025, ssoninews. All rights reserved.