0

Share

માધવબાગ લક્ષ્મીનારાયણ મંદિર ફક્ત પથ્થરો અને ઈંટોનું બનેલું માળખું નથી, ભગવાન તેના દરેક ખૂણામાં છે” દેવેન્દ્ર ફડણવીસ

Post details:

ree


ree

ree

મુંબઇ

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે માધવબાગ ખાતે ‘શ્રી લક્ષ્મી નારાયણ મંદિરના 150મા જયંતોત્સવ’માં હાજરી આપી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સભાને સંબોધિત કરી.

આ પ્રસંગે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, “મને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ સાથે માધવબાગ સ્થિત શ્રી લક્ષ્મી નારાયણ મંદિરમાં દર્શન કરવાનો લહાવો મળ્યો. આ મંદિર ૧૮૭૫માં સ્થાપિત થયું હતું અને મંદિર ૧૫૦ વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. આ મંદિર ફક્ત પથ્થર અને ઈંટનું બાંધકામ નથી, પરંતુ હકીકતમાં અહીં ભગવાનનો વાસ છે. એટલા માટે અહીં સતત સેવા કાર્ય ચાલી રહ્યું છે. ગાય સેવા હોય કે સમાજ સેવા, માધવબાગે હંમેશા પહેલ કરી છે.”

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મંદિરના ૧૫૦મા જયંતોત્સવ નિમિત્તે દાન આપનારા દાનવીરોને યાદ કર્યા. આ પ્રસંગે, તેમણે માધવબાગ પરિવારનું કાર્ય અવિરત ચાલુ રહે તેવી શુભેચ્છા પાઠવી. તેમણે એમ પણ કહ્યું કે જો તમને ભવિષ્યમાં મદદની જરૂર પડશે, તો અમે હંમેશા તમારી પડખે ઊભા રહીશું.

અહીં કોરોનાકાળમાં ભૂતપૂર્વ વિધાનસભ્ય નગરસેવક બીજેપી નેતા અતુલ શાહ દ્વારા ૧૮ મહિના સુધી ૮૫૦૦૦/થી વધુ લોકોને વેક્સીન આપવામાં આવી હતી જે એક રેકોર્ડ હતો અને તેની નોંધ સંચાલકોએ પણ લીધી હતી.

આ કાર્યક્રમમાં વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકર, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે, મંત્રી મંગલપ્રભાત લોઢા, બીજેપી મહારાષ્ટ્રં પ્રવક્તા તેમ જ અહીંના ભૂતપૂર્વ વિધાનસભ્ય નગરસેવક અતુલ શાહ ઉપરાંત માધવબાગ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Entertainment

NRI દુલહન : ભારતીય સંસ્કૃતિને ઓળખતા આખરે NRI યુવતીએ ઇન્ડિયન દુલ્હો પસંદ કર્યો નિર્માતા રમેશ શાહ અને વિપુલ સંઘવીએ નવતર ચીલો પાડ્યો લેખક અને દિગદર્શક ભરત મહેતાની ફરી તેની કરામત દર્શાવે છે

Quick Link

Categories

Keep up to date

Email

By pressing the subscribe button, you confirm that you have are agreeing to our Privacy Policy and Terms of Use.

© 2025, ssoninews. All rights reserved.