0

Share

મહાકુંભ બાદ અદાણી જૂથ જગન્નાથ પુરીની રથયાત્રામાં સેવારત આધ્યાત્મિક ભારત પ્રત્યે અદાણી જૂથનો વિશાળ દ્રષ્ટિકોણ

Post details:

ree

ree

ree

Puri, 28 June 2025

આ વર્ષના પ્રારંભે પ્રયાગરાજના મહાકુંભમેળામાં શ્રદ્ધાળુઓને મહાપ્રસાદની સેવા બાદ, અદાણી ગ્રુપ હવે ભારતની સૌથી પ્રતિષ્ઠિત પુરીની રથયાત્રામાં પણ સેવાની સુવાસ ફેલાવશે. ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથ મંદિરમાં દર વર્ષે નવ દિવસની રથયાત્રામાં દેશ-વિદેશથી લાખો યાત્રાળુઓ આવે છે.

અદાણી ગ્રુપ માટે કોર્પોરેટ સામાજિક જવાબદારી માળખાગત સુવિધાઓ, શિક્ષણ અને આરોગ્યસંભાળથી વિશેષ આગળ વધી રહી છે. જેમાં અદાણી જૂથ પ્રાયોજક નહીં પરંતુ સેવક તરીકે ભારતના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક જીવનમાં સીધી અને સક્રિય ભાગીદારી કરી રહ્યું છે.

ચેરમેન ગૌતમ અદાણીના “સેવા એ જ પૂજા “ની ઊંડી ભાવનાને ધ્યાનમાં રાખતા અદાણી ગ્રુપ 26 જૂનથી 8 જુલાઈ સુધીની રથયાત્રા ઉત્સવમાં શ્રદ્ધાળુઓ અને ફ્રન્ટલાઈન અધિકારીઓની સેવા માટે તત્પર છે

આ વર્ષે લગભગ 4 મિલિયન ભક્તોને ભોજન અને પીણાં વિનામૂલ્યે વિતરીત કરવામાં આવશે. યાત્રાળુઓ અને અધિકારીઓને મફત પૌષ્ટિક ભોજન પૂરું પાડતા નિયુક્ત ફૂડ કાઉન્ટર; ઠંડા પીણાં; પુરી બીચ લાઇફગાર્ડ મહાસંઘના લાઇફગાર્ડ્સને સહાય; બીચ સફાઈ માટે સ્વયંસેવકો, સત્તાવાર સ્વયંસેવકો માટે મફત ટી-શર્ટ; મ્યુનિસિપલ કર્મચારીઓ માટે ફ્લોરોસન્ટ સેફ્ટી જેકેટ અને અધિકારીઓ અને ભક્તો માટે વિવિધ પ્રકારના જેકેટ, રેઈનકોટ, કેપ્સ અને છત્રીઓ ઉપલબ્ધ કરાવશે.

આ સેવાયજ્ઞમાં અદાણી ગ્રુપે પુરી જિલ્લા વહીવટીતંત્ર, ઇસ્કોન અને સ્થાનિક સ્વયંસેવક સંગઠનો વચ્ચે સહયોગ કર્યો છે. અદાણી ફાઉન્ડેશન ઓડિશામાં ગ્રામીણ આરોગ્યસંભાળ, શાળાની માળખાગત સુવિધાઓ અને આજીવિકા જેવા ક્ષેત્રોમાં કાર્યરત છે. આ સેવાને તે જાહેર જીવનમાં મોટા આધ્યાત્મિક સાતત્યના ભાગ રૂપે જુએ છે.

45 દિવસના મહાકુંભમેળામાં અદાણી ગ્રુપે ઇસ્કોન અને ગીતા પ્રેસ સાથે મળીને મહાપ્રસાદ વિતરણ અને યાત્રાળુ કલ્યાણ માટે સેવાઓ કરી હતી. ૨૧ જાન્યુઆરીના રોજ ચેરમેન ગૌતમ અદાણીએ મહાકુંભમાં સેવામાં વ્યક્તિગત રીતે ભાગ લઈ સમાજસેવાને ઈતર પ્રવૃત્તિ નહી પરંતુ કેન્દ્રિય હોવાના સંદેશને વહેતો કર્યો હતો.

મહાકુંભ કરતા પુરીમાં લોજિસ્ટિકલ પડકારો પ્રચંડ છે. રથયાત્રામાં ભાગીદારી દ્વારા અદાણી જૂથ ફક્ત સેવાઓ નહીં, પરંતુ ભારતીય સંસ્કૃતિ, સમુદાય અને કરુણા આધારિત વિકાસના દૃષ્ટિકોણને મજબૂત બનાવી રહ્યું છે.

સેવા પ્રત્યે અદાણી જૂથના વ્યાપક અભિગમને સમજવા એ પણ નોંધવું જરૂરી છે કે આ પ્રયાસો ન તો આઉટસોર્સ્ડ છે કે ન તો પ્રતીકાત્મક છે. મોટાભાગનું આયોજન મહિનાઓ અગાઉથી કરવામાં આવ્યું છે. સ્વયંસેવકો જૂથની અંદર કે સ્થાનિક સમુદાયોમાંથી હોય છે. પ્રયાગરાજ હોય ​​કે પુરી, સેવાનું આ ઉભરતું મોડેલ કોર્પોરેટ ક્ષમતાઓના આધુનિક ભારતીય વ્યવસાયોને દેશની આધ્યાત્મિક પરંપરાઓ સાથે જોડી કેવી રીતે ચાલાવી શકાય તેનું ઉત્તમ ઉદાહરણ છે.

Entertainment

NRI દુલહન : ભારતીય સંસ્કૃતિને ઓળખતા આખરે NRI યુવતીએ ઇન્ડિયન દુલ્હો પસંદ કર્યો નિર્માતા રમેશ શાહ અને વિપુલ સંઘવીએ નવતર ચીલો પાડ્યો લેખક અને દિગદર્શક ભરત મહેતાની ફરી તેની કરામત દર્શાવે છે

Quick Link

Categories

Keep up to date

Email

By pressing the subscribe button, you confirm that you have are agreeing to our Privacy Policy and Terms of Use.

© 2025, ssoninews. All rights reserved.