0

Share

મરાઠી ફિલ્મનો સુપર સ્ટાર સ્વપ્નિલ જોશી ઢોલીવુડમાં ‘શુભચિંતક’ બનીને આવી રહ્યો છે

Post details:

ree

[રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા કચ્છ એક્સપ્રેસ અને ૨૦૨૪ની સુપર ડૂપર હિટ ફિલ્મ ઝમકુડીના સર્જકો નવી ફિલ્મ શુભચિંતક લઈને આવી રહ્યા છે. આ અંગેની જાહેરાત માનસી પારેખ ગોહિલે એના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કરી હતી.

માનસીએ ફિલ્મના કલાકારોના ફોટા સાથે લખ્યું હતું કે આજથી અમે અમારી નવી ફિલ્મના શૂટિંગનો શુભારંભ કરી રહ્યા છીએ. નિસર્ગ વૈદ્યના દિગ્દર્શનમાં બની રહેલી ફિલ્મથી મરાઠી ફિલ્મોના સુપર સ્ટાર સ્વપ્નિલ જોશી ઢોલીવુડમાં ડેબ્યુ કરી રહ્યો છે.

નિર્માતા પાર્થિવ ગોહિલ અને માનસી પારેખની ફિલ્મ શુભચિંતકમાં સ્વપ્નિલ જોશી ઉપરાંત માનસી પારેખ ગોહિલ, એશા કંસારા, વિરાફ પટેલ, મેહુલ બૂચ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

કચ્છ એક્સપ્રેસમાં મહિલા સશક્તિકરણની વાત આલેખવામાં આવી હતી. જ્યારે અંધશ્રદ્ધાને કારણે ઉદભવતી પરિસ્થિતિની વાત હૉરર કૉમેડી ફિલ્મ ઝમકુડીમાં દર્શાવવામાં આવી હતી. બંને ફિલ્મોને દર્શકોએ આવકારી હતી. શુભચિંતક ફિલ્મમાં કયા વિષયને આવરી લેવાયો છે એની આતુરતા ગુજરાતી ફિલ્મોના ચાહકોમાં છે.

Quick Link

Categories

Keep up to date

Email

By pressing the subscribe button, you confirm that you have are agreeing to our Privacy Policy and Terms of Use.

© 2025, ssoninews. All rights reserved.