0

Share

ભૂતબંગલા ના ટ્રેલર લોન્ચ માં અક્ષયની ધમાલમસ્તી

Post details:

૧૪ વર્ષ પછી પ્રિયદર્શન સાથે ફરી હોરર કોમેડી ફિલ્મ :૨૫ વર્ષ પછી તબ્બુ સાથે અક્ષય દેખાશે
બોલીવૂડની મોસ્ટ લવેબલ કૉમેડી ટીમ ફરી એકવાર સાથે આવી છે અને આ વખતે માત્ર ફિલ્મ જ નહીં, પરંતુ ટ્રેલર લૉન્ચની પ્રેસ મીટ પણ હાસ્યથી છલકાઈ ગઈ! પ્રિયદર્શન, અક્ષય કુમાર, પરેશ રાવલ, તબુ, રાજપાલ યાદવ, વામિકા ગબ્બા અને તેમની ટીમે એવી મસ્ત મોજ કરાવી કે વાતચીત કરતાં કરતાં પણ લોકોના ચહેરા પર સ્મિત છલકાતું રહ્યું.


પ્રેસ મીટની શરૂઆતથી જ માહોલ ‘ફેમિલી ગેટ-ટુગેધર’ જેવો લાગતો હતો. અક્ષય કુમારે કાર્યક્રમની શરૂઆત કરતા કહ્યું કે આજની ઇવેન્ટમાં આવતી વખતે ભૂતનો ભેટો થયો અને મારી હાલત આવી કરી નાખી. એ સાથે મજેદાર અંદાજમાં કહ્યું કે પ્રિયદર્શન સાથે 14 વર્ષ પછી કામ કરવું એટલે “વનવાસ પૂરો થઈ ગયો હોય” એવી લાગણી! તેમણે ઉમેર્યું કે પ્રિયદર્શનની ફિલ્મો એટલી ‘ક્લીન’ અને ફેમિલી ઓરિએન્ટેડ હોય છે કે સેટ પર કામ કરવું એ જાણે પિકનિક જેવી મજા આપે.
મિથિલા પાલકરે પોતાના અનુભવને “સપનાની સાકારતા” કહી. એકતા કપૂર, અક્ષય, તબ્બુ જેવા દિગ્ગજો સાથે કામ કરવાની ખુશી તેમની આંખોમાં સ્પષ્ટ દેખાતી હતી. તેમણે જણાવ્યું કે આખી ટીમે તેમને એટલું કમ્ફર્ટેબલ ફીલ કરાવ્યું કે નવા હોવાનો અહેસાસ જ રહ્યો નહીં.


હાસ્યનો પીક ત્યારે આવ્યો જ્યારે પરેશ રાવલે કહ્યું કે “પ્રિયદર્શન સાથે કામ કરવાથી મારું હિમોગ્લોબિન વધી જાય છે!” આ સાથે તેમણે એક રસપ્રદ વાત પણ કરી કે સેટ પર કોઈ બૂમાબૂમ નથી હોતી અને સાંજે સાડા સાત વાગ્યે શૂટિંગ પતાવી દેવામાં આવે છે—કારણ કે તે પ્રિયદર્શનનો પૂજાનો સમય હોય છે!
કોમેડીના બદલાતા ટ્રેન્ડ વિશે વાત કરતાં પરેશ રાવલે સ્વીકાર્યું કે આજકાલ કપિલ શર્મા અને સુનીલ ગ્રોવર જેવા કલાકારો સાથે સીધી ટક્કર છે, એટલે વધુ મહેનત કરવી પડે છે.


એક સવાલના જવાબમાં અક્ષય કુમારે પોતાના મજાકિયા અંદાજમાં કહ્યું કે “મને ખબર હોય કે ભૂત છે તો હું ત્યાં જવાનું સાહસ જ ન કરું!” આ સાથે તેમણે પ્રિયદર્શનની કૉમેડી સ્ટાઈલને ‘સિચ્યુએશનલ’ ગણાવી, જેમાં પરિસ્થિતિ પોતે હાસ્ય પેદા કરે છે.


એ સાથે અક્ષયે કહ્યું કે મને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પાંત્રીસેક વરસ થયા છે પણ તેણીને ૩૯ વરસથી ઓળખું છું. અમે સાથે ડાન્સ ક્લાસમાં જતા. ત્યારે તબુએ તપાસી પૂરતા કહ્યું કે અક્ષય મને બાઇક પર લેવા આવતો.
રાજપાલ યાદવે પ્રિયદર્શનને “કૉમેડીના સાયન્ટિસ્ટ” કહી તેમની પ્રશંસા કરી, જ્યારે રાજેશ શર્માએ જણાવ્યું કે તેમની ફિલ્મ લેંગ્વેજ એકદમ અલગ છે.
આમ, પ્રેસ મીટ માત્ર માહિતીપૂર્ણ નહોતી, પરંતુ હાસ્યથી ભરપૂર એક મજેદાર અનુભવ બની રહી—જે ફિલ્મ માટે ઉત્સુકતા વધારી જાય છે!

Entertainment

NRI દુલહન : ભારતીય સંસ્કૃતિને ઓળખતા આખરે NRI યુવતીએ ઇન્ડિયન દુલ્હો પસંદ કર્યો નિર્માતા રમેશ શાહ અને વિપુલ સંઘવીએ નવતર ચીલો પાડ્યો લેખક અને દિગદર્શક ભરત મહેતાની ફરી તેની કરામત દર્શાવે છે

Quick Link

Categories

Keep up to date

Email

By pressing the subscribe button, you confirm that you have are agreeing to our Privacy Policy and Terms of Use.

© 2025, ssoninews. All rights reserved.